• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planets And Constellations Of August: Sun, Mars, Mercury, And Venus Will Change Zodiac Signs This Month; Big Changes Will Happen Due To The Retrograde Movement

ઓગસ્ટના ગ્રહ-નક્ષત્ર:આ મહિને સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન થશે, ગુરુ-શનિની વક્રી ગતિથી મોટા ફેરફાર થશે

2 મહિનો પહેલા

ઓગસ્ટમાં ચાર ગ્રહોની ગતિ બદલાશે. આ મહિનાની શરૂઆતમાં જ બુધ રાશિ બદલીને સિંહમાં આવી ગયો છે. તે પછી 21 ઓગસ્ટના રોજ આ ગ્રહ ફરીથી રાશિ બદલીને કન્યામાં જતો રહેશે. તે પછી સાત ઓગસ્ટના રોજ શુક્ર કર્ક રાશિમાં આવશે પછી મહિનાના અંતમાં તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ મહિનાની 10 તારીખે મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે છેલ્લાં 45 દિવસોથી ચાલી રહેલો અશુભ અંગારક યોગ પણ દૂર થઈ જશે. પછી 17 ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની જ રાશિ એટલે સિંહમાં આવી જશે. આ સિવાય આખો મહિનો ગુરુ અને શનિ વક્રી જ રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિના દરમિયાન ગ્રહોની ગતિમાં ફેરફારની અસર 12 રાશિ સહિત દેશ-દુનિયા ઉપર પડશે. આ કારણે દેશમાં રાજનૈતિક, આર્થિક, વહીવટી અને ભૌગોલિક ફેરફાર જોવા મળશે. સાથે જ, આ ગ્રહોનો શુભ પ્રભાવ સિંહ અને કન્યા રાશિના લોકો ઉપર રહેશે.

અન્ય સમાચારો પણ છે...