ગ્રહ ગોચર:આજે સૂર્ય અને 20નવેમ્બરે ગુરુ રાશિનું પરિવર્તન થશે, લગ્ન મુહૂર્ત માટે શુભ સંયોગ બનશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃશ્ચિક રાશિમાં સૂર્યનો પ્રવેશ કરવો શુભ રહેશે, સર્વાર્થ સિદ્ધિ યોગમાં બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે

16 નવેમ્બર એટલે આજે સૂર્ય પોતાની રાશિ બદલી રહ્યો છે. પોતાની નીચ તુલા રાશિથી સૂર્ય વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. સાથે જ લગ્નની સિઝન પણ પહેલાં મુહૂર્ત સાથે શરૂ થઈ ગઈ છે. મુહૂર્ત સાથે ગ્રહ-ગોચરના ફેરફારથી લગ્નજીવન પણ પ્રભાવિત થશે. આ દશા પરિવર્તન નવા લગ્નજીવન માટે ખૂબ જ શુભ અને ખાસ માનવામાં આવી રહ્યું છે.

વૃશ્ચિક રાશિમાં સૂર્યનો પ્રવેશ શુભ
જ્યોતિષ આચાર્યો પ્રમાણે સૂર્ય વર્ષના 12 મહિનાઓમાં અલગ-અલગ 12 રાશિઓમાં પ્રવેશ કરે છે. કોઈ રાશિમાં સૂર્યનો પ્રવેશ સામાન્ય લોકોના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરે છે તો કોઈ રાશિમાં પ્રવેશથી લોકોને પોઝિટિવ પરિણામ મળે છે. વૃશ્ચિક રાશિમાં સૂર્યનું પ્રવેશ કરવું શુભ માનવામાં આવે છે. 16 તારીખના રોજ બપોરે લગભગ 1.23 કલાકે સૂર્યની સ્થિતિ બદલાશે. આ દિવસે બારસ તિથિ રહેશે. આ શુભ તિથિમાં ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે.

એવામાં નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે લગ્નનું સૌથી સારું મુહૂર્ત બની રહ્યું છે. હિંદુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે વૃશ્ચિક મંગળ પ્રધાન રાશિ છે. તેમાં સૂર્યની યુતિ થવાથી લગ્નના રસ્તા ખુલે છે અને આ વખતે આવો સંયોગ બની રહ્યો છે. નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે શુભ સંયોગમાં થયેલાં લગ્નથી લગ્નજીવનમાં સુખ અને લાભની સ્થિતિ બને છે.

હિંદુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે વૃશ્ચિક મંગળ પ્રધાન રાશિ છે. તેમાં સૂર્યની યુતિ થવાથી લગ્નના રસ્તા ખુલે છે અને આ વખતે આવો સંયોગ બની રહ્યો છે
હિંદુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે વૃશ્ચિક મંગળ પ્રધાન રાશિ છે. તેમાં સૂર્યની યુતિ થવાથી લગ્નના રસ્તા ખુલે છે અને આ વખતે આવો સંયોગ બની રહ્યો છે

સર્વાર્થસિદ્ધિ યોગમાં બૃહસ્પતિનું રાશિ પરિવર્તન
સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ અને સર્વાર્થસિદ્ધિ યોગ સાથે કારતક મહિનાનો વદ પક્ષ પણ લગ્ન માટે ખૂબ જ ખાસ રહેશે. કારતક મહિનાનો વદ પક્ષ શનિવારથી શરૂ થઈ રહ્યો છે. આ દિવસે એટલે 20 નવેમ્બરના રોજ લગ્નજીવન સુખ અને માંગલિક કાર્યો માટે મુખ્ય ગ્રહ ગુરુનું રાશિ પરિવર્તન થશે. આ ગ્રહ શનિ સાથે યુતિ પૂર્ણ કરીને હવે મકર રાશિમાં રહેશે. આ રાશિ પરિવર્તનથી અનેક લોકોને લગ્નસુખ પણ મળશે. સર્વાર્થસિદ્ધિ યોગમાં ગુરુનું રાશિ પરિવર્તન શુભફળને વધારશે. આ પ્રકારે આ દિવસોમાં લક્ષ્મી પૂજા કરી ધન-ધાન્ય પ્રાપ્ત કરી શકાય છે. આ મહિનામાં વિધિ-વિધાનથી પૂજા કરવાથી કુંવારા યુવક-યુવતીઓના લગ્નના યોગ બને છે.

વૃશ્ચિક રાશિમાં સૂર્યનો પ્રવેશ કરવો શુભ રહેશે, સર્વાર્થ સિદ્ધિ યોગમાં બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે
વૃશ્ચિક રાશિમાં સૂર્યનો પ્રવેશ કરવો શુભ રહેશે, સર્વાર્થ સિદ્ધિ યોગમાં બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે

ગૌ સેવા કરવાથી ઋણ મુક્તિ થશે
જ્યોતિષ આચાર્યો પ્રમાણે કારતક મહિનાનો વદ પક્ષ ધન-ધાન્ય પ્રાપ્તિ સિવાય અન્ય મનોકામનાઓની પૂર્તિના ઉદેશ્યથી પણ ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં લક્ષ્મી પૂજા કરી ગાયને ગોળ ખવડાવવાથી ધન પ્રાપ્તિ થશે અને દેવાથી છુટકારો પણ મળશે. કેળાના છોડની પૂજા કરવાથી કુંવારા લોકો માટે લગ્નના યોગ બનવા લાગે છે. આ મહિનાની છઠ્ઠી તિથિએ દેવી કાત્યાયનીની પૂજા કરવાથી સંતાન ઇચ્છતા લોકોને સંતાન સુખ પણ મળે છે.

શુભ સંયોગ
16 નવેમ્બરે સૂર્ય પોતાની રાશિ બદલશે. જેથી શનિની દૃષ્ટિથી બની રહેલો અશુભ યોગ પૂર્ણ થશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ છે અને સૂર્ય ગ્રહ બૃહસ્પતિના નક્ષત્રમાં રહેશે. સૂર્ય-ગુરુનો આ શુભયોગ પણ મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે. દેવઉઠી એકાદશી પછી આ દિવસે ખરીદદારી અને માંગલિક કાર્યો માટે પણ શુભ મુહૂર્ત રહેશે.