23 માર્ચના રોજ ગુરુ ગ્રહ ઉદય થઈ ગયો છે. આ પહેલાં આ ગ્રહ 23 ફેબ્રુઆરીના રોજ અસ્ત થઈ ગયો હતો. ત્યારથી જ માંગલિક કાર્યો અટકી ગયા છે. પરંતુ હવે આ ગ્રહના ઉદય થયા પછી પણ શુભ કામ શરૂ થઈ શકશે નહીં. કેમ કે, 14 માર્ચના રોજ સૂર્ય મીન રાશિમાં આવી ગયો છે. જેથી મીનારક કમૂરતા રહેશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. મીનારક કમૂરતા 14 એપ્રિલના રોજ પૂર્ણ થઈ જશે. તે પછી શુભ કાર્યોની શરૂઆત થઈ શકે છે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાં મુજબ, શાસ્ત્રો અનુસાર મીન રાશિનો સ્વામી ગુરુ હોવાથી સૂર્ય ગ્રહનું નૈસર્ગિક બળ ગુમાવે છે. માટે 14 એપ્રિલ સુધી તમામ માંગલિક કાર્યો જેવા કે, સગાઈ, લગ્ન, વાસ્તુ દેવપ્રતિષ્ઠા, ગૃહ આરંભ કે અન્ય માંગલિક કાર્યો ન કરવાની માન્યતા છે, પરંતુ આ સમયમાં તમામ પ્રકારના સામૂહિક ધાર્મિક કાર્યો જેમ કે, સત્યનારાયણ કથા, શિવજી રુદ્રાભિષેક, નવગ્રહ નડતર નિવારણ પૂજા, સીમંત, મુંડન, અશુભ યોગોનું શાંતિકર્મ, ચૌલકર્મ, રાંદલના લોટા, બ્રહ્મભોજન કે દાન-દક્ષિણા જેવાં કાર્ય કરી શકાશે. સૂર્ય ગ્રહના મીન રાશિમાં પરિભ્રમણથી દરેક રાશિ પર તેની અસર જોવા મળી શકે છે.
17 એપ્રિલ પછી લગ્ન મુહૂર્ત શરૂ થશે
મીનારક કમૂરતા 14 માર્ચથી 14 એપ્રિલ સુધી રહેશે. એટલે માત્ર લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ અને અન્ય થોડા ખાસ માંગલિક કાર્યો થઈ શકશે નહીં. પરંતુ આ દિવસોમાં ખરીદી થઈ શકશે. ત્યાં જ, લગ્ન માટે સીઝનનું પહેલું મુહૂર્ત 17 એપ્રિલના રોજ રહેશે. તે પછી અપ્રિલ મહિનામાં જ લગ્ન માટે 6 શુભ મુહૂર્ત રહેશે.
આ સીઝનમાં કુલ 33 મુહૂર્ત
એપ્રિલમાં મીનારક કમૂરતા પૂર્ણ થયા પછી લગ્નની સીઝન શરૂ થઈ જશે. જે 10 જુલાઈ દેવશનય એકાદશી સુધી રહેશે. જેમાં 17 એપ્રિલથી 8 જુલાઈ સુધી કુલ 33 લગ્ન મુહૂર્ત રહેશે. તે પછી દેવ ચાતુર્માસ શરૂ થઈ જશે. તે પછી દેવઉઠી એકાદશી પછી 21 નવેમ્બરના રોજ લગ્ન મુહૂર્ત શરૂ થશે.
ગુરુ ગ્રહનું શુભફળ મળશે
ગુરુ શનિની રાશિ કુંભમાં છે. 23 ફેબ્રુઆરીના રોજ સૂર્યથી 11 અંશ અને તેની પાસે આવી જવાથી આ ગ્રહ અસ્ત થઈ ગયો હતો. જેથી તેના શુભ પ્રભાવમાં ઘટાડો આવી ગયો હતો. પરંતુ હવે ગુરુનો ઉદય થઈ જવાથી હવે મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકોને તેનું શુભ ફળ મળવા લાગશે. તે પછી એપ્રિલમાં મીનારક પૂર્ણ થતા પહેલાં જ 13 એપ્રિલના રોજ આ ગ્રહ પોતાની જ રાશિ મીનમાં આવી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.