તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:23 ઓક્ટોબરે ભૌતિક સુખ અને આંતરિક ઊર્જાનો કારક ગ્રહ શુક્ર કન્યા રાશિમાં ગોચર ભ્રમણ કરશે, 12માંથી 7 રાશિ માટે ભ્રમણ શુભ

6 મહિનો પહેલા
 • ગ્રહ ગોચરના છઠ્ઠા ગ્રહનું 23 ઓક્ટોબરથી 25 દિવસ સુધી પરિભ્રમણ શરૂ થશે

ભૌતિક સુખ અને આંતરિક ઊર્જાનો કારક ગ્રહ શુક્ર 23 ઑક્ટોબર ને શુક્રવારના દિવસે જ કન્યા રાશિમાં સતત 25 દિવસ ગોચર પરિભ્રમણ કરશે. કન્યા રાશિમાં શુક્ર નીચસ્થ બને છે. 9 ગ્રહમાંના છઠ્ઠા ગ્રહ શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, શુક્રને ભોગ-વિલાસ, પ્રેમ અને ભૌતિક સુખોનો તથા આંતરિક ઊર્જાનો કારક ગ્રહ ગણાય છે. શુક્રને માનવ જીવનની તમામ રહસ્યમય બાબતોનું જ્ઞાન તેમજ કલાઓનું જ્ઞાન હોય છે. મોજશોખ, સાજસજાવટ, શ્રૃંગાર વગેરે બાબતોની રસવૃત્તિનું જ્ઞાન અને વ્યવહારિક જીવન અંગેનું તમામ જ્ઞાન જેનું સંપાદન અને ફેલાવવાનું મુખ્ય કાર્ય શુક્ર દ્વારા થાય છે. આ ભ્રમણ દરેક રાશિઓના જાતકો માટે કેવું રહેશે અને તેની અસર કેવી પડશે તેને લઈને વિવિધ સંભાવનાઓ વ્યકત કરવામા આવી છે એ નીચે મુજબ છેઃ

12માંથી 7 રાશિ માટે ભ્રમણ શુભ, અન્ય રાશિના જાતકોને મિશ્ર ફળ મળશેઃ-

મેષ:- નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે. આકસ્મિક આવક થઈ શકે. લગ્ન જીવનમાં શુભ સમાચાર મળી શકે.

વૃષભ:- પ્રેમ-પ્રસંગો વધતા જણાય. વડીલોથી લાભ. ગૃહજીવનમાં ગેરસમજ નિવારણ થાય.

મિથુન:- નવાં મકાન-મિલકતનો યોગ બને. તમામ કર્મક્ષેત્રમાં સફળતા મળે. નાનો પ્રવાસ સફળ બને તેવી પણ શક્યતા છે.

કર્ક:- નવા પાડોશી થાય. વ્યવસાયના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ દૂર થાય. નજીકના સ્વજનથી ચકમક ન થાય એનાથી સંભાળવુંં.

સિંહ:- સૌમ્ય વાણી દ્વારા અટકેલાં કાર્યો પૂર્ણ થાય. વિલ-વારસો મળતો જણાય. માનસિક તણાવ ઓચિંતો દૂર થતો લાગે.

કન્યા:- હકારાત્મક વિચારોનું વલણ વધે. બગડેલું લગ્નજીવન સુધરે તેમજ આ રાશિના લોકોને તબિયત માટે કાળજી રાખવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

તુલા:- વિદેશપ્રવાસ થવાની વાતો ચાલે. યુવાવર્ગને નવી નોકરી મળી શકે. લાંબા સમયથી મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી જાય.

વૃશ્ચિક:- ધનલાભ માટે સમય ધીરજ-વિલંબનો અનુભવ કરાવતો જણાય. આકસ્મિક નવા મિત્રો થાય. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

ધન:- અધૂરાં કામો પૂરાં થાય. આળસ તથા આહાર વધે. મધ્યમ ફળદાયી નીવડી શકે તેમ છે.

મકર:- ભાગ્ય પરિવર્તન માટે સ્ત્રીવર્ગ જવાબદાર બને. નવાં રોકાણો કે સાહસ કરવાથી ફાયદો થાય. માનસિક શાંતિમાં વધારો થાય.

કુંભ:- મધુપ્રમેહની બીમારી આવી શકે. આ ઉપરાંત કૌટુંબિક ઝઘડા ઉકેલાય. આકસ્મિક આવકમાં વધારો થાય.

મીન:- બગડેલું લગ્નજીવન સુધરે. આરોગ્ય સુધારવા માટે હકારાત્મક વિચારોનું વલણ રાખવું જરૂરી બને. સ્નેહી-મિત્ર અંગે સાનુકૂળતા રહેશે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો