• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planetary Positions Gochar Venus And Mercury Transit January 2021 Today Update | Rashi Transit Effect On Libra, Aquarius, Virgo, Capricorn, Sagittarius And Gemini

રાશિ પરિવર્તન:શુક્ર ગ્રહ ધન રાશિમાં આવી ગયો છે, હવે 5 જાન્યુઆરીએ બુધ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ શુક્ર અને બુધના રાશિ બદલવાથી લોકોમાં રચનાત્મકતા વધશે, બિઝનેસ માટે પણ શુભ સમય છે

વર્ષની શરૂઆતમાં જ શુક્ર અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થઇ રહ્યું છે. જેની પોઝિટિવ અસર બધા લોકો ઉપર જોવા મળશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે સોંદર્ય, એશ્વર્ય, સુવિધા, લગ્નજીવન અને સંપન્નતાનો કારક ગ્રહ શુક્ર 4 જાન્યુઆરી, સોમવારે વૃશ્ચિકથી ધન રાશિમાં પ્રવેશ કરી ગયો છે. આ ગ્રહ આ રાશિમાં 28 જાન્યુઆરી સુધી રહેશે. વાણી અને વેપારનો કારક ગ્રહ બુધ 5 જાન્યુઆરી, મંગળવારે મકર રાશિમાં પ્રવેશ કરશે. તે પછી 25 જાન્યુઆરી સુધી આ ગ્રહ આ જ રાશિમાં રહેશે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ બે ગ્રહોના રાશિ પરિવર્તનથી લોકોમાં રચનાત્મકતા વધશે. શેરબજારમાં તેજીની સંભાવના છે. કિંમતી ધાતુઓની કિંમત ઓછી થશે. બજારમાં ખરીદદારી વધી શકે છે. ખાનપાનની વસ્તુઓ મોંઘી થઇ શકે છે. બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રહેશે. લેવડ-દેવડ અને રોકાણમાં અનેક લોકોને ફાયદો મળી શકે છે. અનેક નોકરિયાત લોકો જોબ બદલવાનું વિચારી શકે છે. ષડયંત્રનો શિકાર બની શકે છે. નોકરી કે રોજિંદા કાર્યો સાથે જોડાયેલી યોજનાઓ બનશે. બુધના પ્રભાવથી થોડા લોકો પોતાના કામને લઇને ખોટું બોલી શકે છે. તેનું નુકસાન પણ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે.

થોડા લોકોને જોબ અને બિઝનેસમાં પોઝિટિવ ફેરફાર થવાના યોગ છે, ત્યાં જ થોડા લોકો માટે સમય મિશ્રિત રહેશે.

મેષઃ- સમય શુભ હોઇ શકે છે. જોબ અને બિઝનેસમાં કઇંક નવું કરવાની કોશિશ રહેશે. બિઝનેસમાં રચનાત્મકતા વધશે.

વૃષભઃ- બિઝનેસ અને નોકરિયાત લોકો માટે સારો સમય છે. કામકાજમા નક્ષત્રોનો સાથ મળી શકે છે. જોકે, મહેનત વધશે.

મિથુનઃ- સમય મિશ્રિત રહેશે. કામકાજમાં ફાયદો થશે અને આત્મવિશ્વાસ તો વધશે. પરંતુ ફાલતૂ ખર્ચ અને વિવાદ થવાની સંભાવના છે.

કર્કઃ- કામકાજમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. પ્રોપર્ટીને લગતાં મોટા મામલાઓ સામે આવી શકે છે. જાણકારો પાસેથી સલાહ લઇને જ કોઇ નિર્ણય લેવો.

સિંહઃ- તર્ક શક્તિ વધશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે, પરંતુ ખર્ચ પણ વધશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત અને મદદ મળવાના યોગ છે.

કન્યાઃ- બુધ અને શુક્ર રાશિ પરિવર્તનથી સુખ વધશે. વિચારેલાં કામ પૂર્ણ થશે પરંતુ સમય વધારે લાગી શકે છે.

તુલાઃ- રોકાણ અને લેવડ-દેવડમાં જોખમ લેવાથી બચવું. રૂપિયા રોકાણ કરવાની નવી યોજનાઓ પણ બનાવશો. સેવિંગમાં રૂપિયા ખર્ચ થવાના પણ યોગ છે.

વૃશ્ચિકઃ- જોબ અને બિઝનેસમાં નવી જવાબદારીઓ અનો કોઇ નવું કામ મળી શકે છે. અધિકારીઓ પાસેથી મદદ મળશે. આત્મવિશ્વાસ પણ વધશે.

ધનઃ- ઉન્નતિ થવાના યોગ બની રહ્યા છે. કામકાજ સાથે જોડાયેલ ફાયદો થઇ શકે છે. જોબ અને બિઝનેસમાં કઇંક નવું કરવાથી ફાયદો પણ મળશે.

મકરઃ- જૂની પરેશાનીઓ અને વિવાદોથી રાહત મળી શકે છે. આસપાસ અને સાથેના લોકો પાસેથી મદદ મળશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

કુંભઃ- કામકાજમાં નક્ષત્રોનો સાથ મળી શકે છે. બચત વધશે. જૂના રોકાણથી ફાયદો મળવાના યોગ છે. નવા રોકાણની યોજના પણ બનશે.

મીનઃ- જોબ અને બિઝનેસમાં ફેરફાર થઇ શકે છે. રહેવાની જગ્યા પણ બદલાઇ શકે છે. મોટા નિર્ણયો સમજી-વિચારીને લેવાં. કોઇપણ કામમાં ઉતાવળ કરવી નહીં.