તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેબ્રુઆરીમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે, સાથે જ ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલશે. આ સિવાય ગુરુ, શનિ અને રાહુ-કેતુનું રાશિ પરિવર્તન થશે નહીં, પરંતુ ગયા મહિનાથી અસ્ત ચાલી રહેલા બુધ, ગુરુ અને શનિ ફરીથી ઉદિત થઇ જશે. ત્યાં જ શુક્ર ગ્રહ અસ્ત થઇ જશે અને મહિનાના છેલ્લા દિવસે બુધ સીધી ચાલથી ચાલવા લાગશે.
આ ગ્રહોની ચાલમાં ફેરફારની અસર બધી રાશિઓ પર પડશે. આ નક્ષત્રોના પ્રભાવથી થોડા લોકોના જીવનમાં મોટા ફેરફાર થઇ શકે છે. સૂર્ય, બુધ અને શુક્રને કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિ અને રોજિંદા કાર્યોમાં ઉતાર-ચઢાવ પણ આવશે.
પંચગ્રહી અને ષડ્ગ્રહી યોગઃ-
4થી 9 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને શનિ રહેશે. ત્યાં જ 10 અને 11 ફેબ્રુઆરીએ ચંદ્ર પણ મકર રાશિમાં આવી જશે, જેથી ષડ્ગ્રહી યોગ બનશે, સાથે જ હિંદુ કેલેન્ડરના મહા મહિનામાં 5 શુક્ર અને પાંચ શનિવાર આવી રહ્યા છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, ગ્રહ-નક્ષત્રોની આ સ્થિતિ અનિચ્છનીય ઘટનાઓ તરફ સંકેત કરી રહી છે. નક્ષત્રોની આ સ્થિતિની અશુભ અસર દેશ-દુનિયા પર પડી શકે છે.
ગ્રહોની અશુભ સ્થિતિથી કોઇ ખાસ વ્યક્તિનું નિધન થઇ શકે છે. રાજનેતાઓ માટે સંઘર્ષપૂર્ણ સ્થિતિ બની શકે છે. તોફાન, ભૂકંપ કે પ્રાકૃતિક આપત્તિઓથી દેશમાં પરેશાની વધી શકે છે. વાતાવરણમાં અચાનક ફેરફાર થશે. દેશના થોડા ભાગમાં વરસાદ થવાના પણ યોગ બની રહ્યા છે. મકર રાશિમાં સ્થિત શનિ, સૂર્ય, શુક્ર તથા નીચ રાશિનો ગુરુ હોવાથી રાજનેતાઓ માટે સંઘર્ષપૂર્ણ સ્થિતિ બનાવશે. પ્રધાન નેતાઓને દેશની ધાર્મિક તથા સાંપ્રદાયિક સમસ્યાઓથી છુટકારો લેવા માટે આકરા નિર્ણય લેવા પડશે. બજારમાં વિશેષ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેલ, કઠોળ, ગોળ, ખાંડ, દાળ, અનાજના ભાવ ઘટી શકે છે. કીમતી ધાતુઓની બજારમાં મંદી પણ આવશે.
આ મહિનાની ગ્રહ-સ્થિતિઃ-
સૂર્ય ગ્રહની અસર શરીરમાં પેટ, આંખ, હૃદય, ચહેરા અને હાડકાં ઉપર થાય છે. સૂર્યના અશુભ પ્રભાવથી માથાનો દુખાવો, તાવ અને હૃદયની બીમારીઓ થાય છે. એના શુભ પ્રભાવથી આત્મવિશ્વાસ વધે છે. સન્માન અને પ્રસિદ્ધિ મળે છે. આ ગ્રહના પ્રભાવથી જોબ અને બિઝનેસમાં ઉન્નતિ પણ મળે છે.
મંગળની અસર શારીરિક ઊર્જા, બ્લડપ્રેશર, સ્વભાવમાં ઉત્સાહ, વીરતા અને ગુસ્સો, પ્રોપર્ટી, વાહન, ભાઈ, મિત્ર, ધાતુઓમાં તાંબા અને સોના ઉપર થાય છે. જો મંગળનો અશુભ પ્રભાવ હોય તો આ મામલાઓ સાથે જોડાયેલી પરેશાનીઓ થાય છે. શુભ પ્રભાવથી ફાયદો મળે છે.
બુધ ગ્રહના શુભ પ્રભાવથી શિક્ષણ, ગણિત, લેવડ-દેવડ અને બિઝનેસમાં ફાયદો મળે છે. એના પ્રભાવથી ફાયદાકારક યોજના બને છે, સાથે જ શરીરમાં બુધની અસર સ્કિન અને અવાજ ઉપર પડે છે. બુધના શુભ પ્રભાવથી વ્યક્તિ ચતુર બને છે. બુધના અશુભ પ્રભાવથી આ જ મામલે નુકસાન થાય છે.
જ્યોતિષમાં ગુરુ ગ્રહને સ્વાસ્થ્ય, ચરબી અને જ્ઞાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. એનો પ્રભાવ શિક્ષક, મોટા ભાઈ, કીમતી રત્ન અને ધાર્મિક જગ્યાઓ પર થાય છે. આ ગ્રહનો શુભ-અશુભ પ્રભાવ નોકરી અને બિઝનેસ પર પણ પડે છે.
શુક્ર ગ્રહનો પ્રભાવ આવક, ખર્ચ, શારીરિક સુખ-સુવિધાઓ, શોખ અને ભોગ-વિલાસ પર થાય છે. આ ગ્રહના કારણે લગ્ન, પત્ની, અપોઝિટ જેન્ડર અને યૌનસુખને લગતા મામલાઓમાં શુભ-અશુભ ફેરફાર જોવા મળે છે. શરીરમાં શુક્રનો પ્રભાવ પ્રાઇવેટ પાર્ટ્સ પર પડે છે. એના અશુભ પ્રભાવથી ઉધરસ અને કમરના નીચેના ભાગની બીમારીઓ થાય છે.
શનિના શુભ પ્રભાવથી ન્યાય મળે છે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિ મળે છે. દેવું દૂર થાય છે. વિવાદમાં વિજય મળે છે અને ઉંમર વધે છે, સાથે જ હાડકાં અને પગ સાથે જોડાયેલી શારીરિક પરેશાનીઓ પણ દૂર થાય છે. શનિના અશુભ પ્રભાવથી દુઃખ વધે છે. દુશ્મન પરેશાન કરે છે. સ્વાસ્થ્ય ખરાબ થાય છે. કામકાજમાં મુશ્કેલીઓ આવે છે. સામાન ચોરી થાય છે. દુર્ઘટનાઓ થાય છે અને હાડકાંને ઈજા પહોંચે છે.
રાહુના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળે છે. મનગમતું ટ્રાન્સફર મળે છે. યોજનાઓ સફળ થાય છે. ગૂંચવણ દૂર થાય છે. રાજનીતિ અને જરૂરી કામોમાં કિસ્મતનો સાથ મળે છે. એના અશુભ પ્રભાવથી દિમાગની મૂંઝવણ વધે છે. વ્યક્તિ દગાબાજી અને અસત્યની મદદ લે છે. અધર્મી થઇ જાય છે. કૂટનીતિનો શિકાર થાય છે. નશો અને ચોરી કરવા લાગે છે. શારીરિક પરેશાનીઓ વધે છે.
કેતુના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં યોજનાઓ પૂર્ણ થાય છે. દરેક જગ્યાએથી મદદ મળે છે. વ્યક્તિ ધર્મ અને અધ્યાત્મ તરફ નમે છે. આ ગ્રહથી પગ મજબૂત થાય છે અને શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. કેતુના અશુભ પ્રભાવના કારણે વિવાદ વધે છે. સતત ભય બની રહે છે. પગ, કાન, કરોડરજ્જુ, ઘૂંટણ, સાંધાનો દુખાવો અને કિડનીને લગતી બીમારીઓ થાય છે. ઝેરી જીવ અને જંગલી જાનવરોથી નુકસાન થાય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.