• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planetary Position Favorable To Number 1 Will Get Some Important Work Completed, Guidance Of Elders Will Be Beneficial For Number 5 Natives.

ગુરુવારનું અંક ભવિષ્યફળ:અંક 1ને ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેવાથી કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થશે, અંક 5ના જાતકોને વડીલોનું માર્ગદર્શન લાભદાયી રહેશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

19 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. પરંતુ બીજા કરતાં પોતાની કાર્યક્ષમતા અને યોગ્યતા પર વધુ વિશ્વાસ રાખો. તેનાથી સ્થિતિમાં સુધારો થશે. આજે કોઈ મહત્વપૂર્ણ સૂચના મળવાથી પણ કોઈ સમસ્યાનું સમાધાન થશે. નકારાત્મક વાતોને પોતાના પર હાવી ન થવા દો. સમજદારી અને શાંત રીતે દિનચર્યા રાખો. કોઈ નજીકના સંબંધી સાથે રૂપિયાને લઈને કોઈ અણબનાવ થઈ શકે છે. ઓફિસમાં કામ વધુ રહેશે.

શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, તમે પોતાની વ્યક્તિગત ગતિવિધિઓને ધ્યાન આપીને કામ પૂરું કરવા માટે સક્ષમ છો કારણ કે ઘરનું વાતાવરણ તણાવમુક્ત અને શાંતિપૂર્ણ રહેશે. તમારું યોગદાન કોઈ સામાજિક સંસ્થામાં પણ આપી શકો છો. તમે અનેક ગતિવિધિઓમાં ભાગ લઈ શકો છો. અજાણ વ્યક્તિઓ સાથે મળવાથી બચજો. પોતાના કામ પર ધ્યાન આપો. જમીન કે વાહનની કોઈ ખરીદીનો યોજના હોય તો આજે કામ ન કરશો. નકામા ખર્ચ તમને પરેશાન કરી શકે છે.

શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આજે લાપરવાહી કે આળસને લીધે કોઈપણ ફોન કોલને અવોઈડ ન કરશો. તમને કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે, તે લાભકારી હોઈ શકે છે. આજે તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઈ મિત્ર કે સંબંધી વાયદા પ્રમાણે તમને મદદ નહીં કરે જેનાથી તમને તણાવ રહી શકે છે. આજે કોઈની પાસે વધુ આશા ન રાખશો. પોતાની યોગ્યતા અને વિવેકથી જ પોતાના કામ પૂરાં કરજો. જીવનસાથીનો કામમાં સહયોગ મળશે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

-------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, તમારા કોઈ મહત્વપૂર્ણ કામ પૂરાં કરવા માટે સમય અનુકૂળ છે. ભવિષ્યની યોજના વિશે વિચારો. ઘરના સામાન ખરીદવા વિશે ઘરના લોકો સાથે વાત કરશો. દિવસની શરૂઆતમાં બેચેની અને પરેશાની રહે, પરંતુ ઝડપથી સમસ્યાનું સમાધાન થઈ જશે. એટલા માટે ચિંતા ન કરો. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી બચજો. ઘરની સુખ-શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્નીના પ્રયાસો સફળ રહેશે.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, ઘરના વડીલો પ્રત્યે માન-સન્માનમાં કોઈ ખામી ન આવવા દેશો. તેમનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી મહેનત અે આત્મવિશ્વાસને કારણે સફળતા તમારી નજીક હશે. કોઈ નકારાત્મક ગતિવિધિ ધરાવતા મિત્ર સાથે રહેવાથી તમારી માનહાનિ થઈ શકે છે. એટલે ખોટી સોબતથી બચજો. ઘરેલૂ કાર્યો અને બાળકોમાં વ્યસ્ત રહેશો. બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તપાસ કરાવો.

શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

-------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, દિવસ ખૂબ જ શાંતિ અને વ્યવસ્થિત રીતે પસાર થશે. ઘરનો માહોલ હકારાત્મક બનાવી રાખવા માટે તમારું વિશેષ યોગદાન રહેશે. ક્યાંક અટવાયેલું ધન તમને પાછું મળી શકે છે. બીજાના મામલામાં દખલ દેવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપો. આ સમયે આંદોલન સાથે જોડાયેલ કોઈ કામ ન કરવું. કામમાં અડચણોને લીધે તણાવ રહી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે.

શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

-------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આજે આર્થિક લાભ સાથે જોડાયેલ કેટલાક મહત્વના કામ થશે. એટલા માટે પૂરાં પ્રયાસ સાથે કામ પ્રત્યે સમર્પિત રહો. પારિવારિક અને વ્યાવસાયિક ગતિવિધિઓમાં પણ સારું સંતુલન રહેશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ કામ ટાળવું જોઈએ. પેપર વર્ક કરતાં પહેલાં સારી રીતે વાંચી લેજો. પાર્ટનરશીપને લઈને બિઝનેસમાં ગલતફેમીઓ દૂર થવાથી કામ કરવાની રીતમાં સુધારો આવશે. કાર્યોમાં જીવનસાથીની મદદ મળીરહેશે.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

-------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે,આજે અચાનક કોઈ અટવાયેલું કામ પૂરું થઈ શકે છે. પાછલા સમયથી ચાલી રહેલી કોઈ પરેશાનીથી આજે રાહત મળી શકે છે. બાળકો સાથે થોડો સમય વિતાવો અને તેમનું માર્ગદર્શન કરવાથી આત્મવિસ્વાસ વધશે. કોઈપણ પ્રકારના ખર્ચાઓમાં ઘટાડો કરવો તમારી માટે શક્ય નહીં બને. આર્થિક સ્થિતિને લઈને ચિંતા રહેશે. સમયની સાથે પોતાના વિચારો બદલવા જરૂરી છે. વેપાર સાથે જોડાયેલકોઈપણ કામને વધુ ગંભીરતાથી લેજો.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 12

-------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, કોઈ ખાસ વ્યક્તિ સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતાનું સમાધાન થઈ શકે છે. તમને જીવનમાં હકારાત્મક પહેલૂઓ સાથે રૂબરૂ થવાનો મોકો મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને પોતાના ભવિષ્યના કામમાં ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે જમીન-જાયદાદ સાથે જોડાયેલ કોઈપણ કામમાં રસ લો. વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહેવાથી ઘરમાં તમને યોગ્ય સહયોગ મળશે.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6