• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planetary Movement Rahu Ketu Changed The Zodiac, Now Jupiter And Sun Will Change The Zodiac, On April 29, Saturn Will Enter Aquarius

ગ્રહોની ચાલ:રાહુ-કેતુએ રાશિ પરિવર્તન કર્યું હવે ગુરુ અને સૂર્ય રાશિ બદલશે, 29 એપ્રિલના રોજ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાહુ-કેતુ પછી હવે ગુરુ, સૂર્ય અને મહિનાના અંતમાં શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિ અઢી વર્ષ પછી 29 એપ્રિલના રોજ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે 12 એપ્રિલના રોજ રાહુ મેષ અને કેતુ તુલા રાશિમાં આવી ગયા છે. જ્યોતિષીઓ પ્રમાણે આ નક્ષત્રોની ચાલમાં ફેરફારની ઊંડી અસર જોવા મળશે. હાલ રાહુ વૃષભ અને કેતુ વૃશ્ચિક રાશિમાં છેલ્લાં 18 મહિનાથી હતાં. આ ગ્રહોની અશુભ સ્થિતિ અનિષ્ટકારી હોય છે, જ્યારે સારી સ્થિતિ હોય ત્યારે પદ, પ્રતિષ્ઠા, રૂપિયા વગેરે અઢળક મળે છે. મોટાભાગના રાશિ જાતકો માટે આ ગ્રહોનું ભ્રમણ પોઝિટિવ અને શુભ ફળદાયી રહેશે. આ મહિને સૂર્ય, ગુરુ પણ રાશિ બદલશે.

ક્યારે કયો ગ્રહ રાશિ બદલશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધનો શુક્રવારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ થઈ ગયો છે. રાહુ 12 એપ્રિલના રોજ સવારે 10.35 કલાકે વૃષભથી મેષમાં અને આ સમયે કેતુ વૃશ્ચિકથી તુલા રાશિમાં પહોંચશે. ગુરુ 13મી એ સાંજે 5 કલાકે કુંભમાંથી મીન રાશિમાં પહોંચશે. સૂર્ય 14 એપ્રિલના રોજ રાતે 10.52 કલાકે મીનથી મેષ રાશિમાં પ્રવેશ કરશે.

વાતાવરણથી કારોબાર સુધી ફેરફારના યોગ
આ ગ્રહોનું રાશિ પરિવર્તન થવાથી વાતાવરણને લઇને કારોબાર અને રાજનીતિ સુધી તેની ઊંડી અસર જોવા મળશે. દેશની રાજનીતિમાં મોટા નિર્ણય લેવાશે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવશે. આ નક્ષત્રોના કારણે વાતાવરણમાં ફેરફાર થશે. અનેક લોકોની નોકરી અને કારોબારમાં પરિવર્તન આવશે. બીમારીઓનું સંક્રમણ વધવાની શક્યતા રહેશે. વિવાદ પણ થશે.

ગુરુના કારણે દેશમાં ધર્મ અને શિક્ષાને લગતી મોટી યોજનાઓ બનશે
ગુરુના કારણે દેશમાં ધર્મ અને શિક્ષાને લગતી મોટી યોજનાઓ બનશે

ગુરુ ગ્રહ લાભ આપશે
13 એપ્રિલ એટલે આજે ગુરુ કુંભ રાશિમાંથી પોતાના ઘર એટલે મીન રાશિમાં પહોંચશે. પોતાની જ રાશિમાં આવવાથી સ્થિતિ સુદઢ બનશે. તેના કારણે મોટાભાગના લોકો માટે આ ગ્રહ શુભ પ્રભાવ આપનાર રહેશે. ગુરુના કારણે દેશમાં ધર્મ અને શિક્ષાને લગતી મોટી યોજનાઓ બનશે અને તેના ઉપર કામ થવાની સાથે જ સફળતા પણ મળશે. બેરોજગારીમાં ઘટાડો આવશે. પરંતુ સોનાના ભાવ અને મોંઘવારીમાં વધવાના યોગ છે.

રાહુનું મંગળના સ્વામિત્વવાળી રાશિમાં આવવું લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિઓ બનાવશે
રાહુનું મંગળના સ્વામિત્વવાળી રાશિમાં આવવું લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિઓ બનાવશે

શનિ અને રાહુ-કેતુની અસર
ડો. મિશ્રએ જણાવ્યું કે શનિ મકરમાં હતાં, જે હવે કુંભમાં પહોંચશે. તેનાથી ધન રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. મકર રાશિને ઉતરતી સાડાસાતી રહેશે. જ્યારે કુંભ માટે સાડાસાતી પહેલાં અઢી વર્ષ રહેશે. શનિદેવના પ્રભાવથી દેશ-દુનિયામાં ન્યાય થશે. ગેરકાયદેસર કામ કરનાર લોકોની પરેશાનીઓ વધશે. ત્યાં જ, મહેનત કરનાર લોકોને સફળતા મળશે.

મેષ રાશિમાં બુધ અને રાહુની યુતિ મેષ રાશિના લોકોને મિશ્રિત પરિણામ આપશે. જ્યાં બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે બુધ સંતુલન જાળવી રાખશે, ત્યાં જ રાહુ બુદ્ધિ ભ્રમિત કરવાની કોશિશ કરશે. રાહુનું મંગળના સ્વામિત્વવાળી રાશિમાં આવવું લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિઓ બનાવશે. જ્યારે કેતુ તુલા રાશિના જાતકોને ધર્મ અને ધ્યાન સાથે જોડશે. રાહુનો સ્વભાવ મંગળ જેવો હોવાથી આ વર્ષે અનેક લોકોના જીવનમાં અણધાર્યા ફેરફાર આવે તેવી શક્યતા બનશે.

અન્ય સમાચારો પણ છે...