2022માં બેવાર શુક્ર અસ્ત થશે:15 જાન્યુ.એ લગ્ન માટે પહેલું મુહૂર્ત; તે પછી આ મહિનામાં માત્ર 4 અને ફેબ્રુઆરીમાં 5 દિવસ લગ્ન થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રના અસ્ત થવાથી તેના શુભફળમાં ઘટાડો આવશે. જેથી ઘણાં લોકોનો ખર્ચ વધી શકે છે
  • થોડા લોકોને ધનહાનિ પણ થઈ શકે છે. શુક્રના અસ્ત થવાથી વરસાદ થવાના યોગ બનશે

આ વર્ષે શુક્ર ગ્રહ બેવાર અસ્ત રહેશે. આ પહેલાં 2018માં પણ આ સ્થિતિ બની હતી. આ મહિને આ ગ્રહ 6 થી 11 જાન્યુઆરી સુધી એટલે 5 દિવસ માટે અસ્ત રહેશે. આ દરમિયાન ધનુર્માસ હોવાના કારણે માંગલિક કાર્યો ઉપર શુક્રના અસ્ત થવાની કોઈ ખાસ અસર થશે નહીં. તે પછી 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્ર અસ્ત રહેશે. આ દરમિયાન ધનુર્માસ હોવાથી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. શુક્રના અસ્ત થવાની અસર વાતાવરણ અને 12 રાશિઓ ઉપર જોવા મળશે. શુક્રના અસ્ત થવાથી તેના શુભફળમાં ઘટાડો આવશે. જેથી ઘણાં લોકોનો ખર્ચ વધી શકે છે. ત્યાં જ, થોડા લોકોને ધનહાનિ પણ થઈ શકે છે. શુક્રના અસ્ત થવાથી વરસાદ થવાના યોગ બનશે.

શુક્ર ઉદય થયા પછી 15 જાન્યુઆરીએ લગ્ન માટેનું પહેલું મુહૂર્ત રહેશે
15 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં આવી ગયો હતો. ત્યારથી જ ધનુર્માસ શરૂ થઈ ગયો હતો. આ કારણે લગ્નના મુહૂર્ત હતાં નહીં. હવે આ મહિને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી મકર સંક્રાંતિ મહાપર્વ પછી 15 જાન્યુઆરીએ લગ્ન મુહૂર્તની શરૂઆત થશે. આ સમયે શુક્ર પણ ઉદય થવાથી માંગલિક કાર્યોમાં વિઘ્ન આવશે નહીં.

15 જાન્યુઆરીએ લગ્ન મુહૂર્તની શરૂઆત થશે. આ સમયે શુક્ર પણ ઉદય થવાથી માંગલિક કાર્યોમાં વિઘ્ન આવશે નહીં
15 જાન્યુઆરીએ લગ્ન મુહૂર્તની શરૂઆત થશે. આ સમયે શુક્ર પણ ઉદય થવાથી માંગલિક કાર્યોમાં વિઘ્ન આવશે નહીં

શુક્રના ઉદય થયા પછી પહેલું લગ્ન મુહૂર્ત 15 જાન્યુઆરીએ શરૂ થશે. તે પછી 20, 23, 27 અને 29 જાન્યુઆરીએ પણ લગ્નના મુહૂર્ત રહેશે. તે પછી ફેબ્રુઆરીમાં માત્ર 5 દિવસ લગ્નના મુહૂર્ત રહેશે. શુક્રના ઉદય કે અસ્ત હોવા છતાંય માંગલિક કાર્યો માટે ખરીદી કરી શકાય છે. તેના ઉપર શુક્રની સ્થિતિની અસર થશે નહીં.

ગયા મહિનાથી શુક્રની ગતિમાં ફેરફાર છે
19 ડિસેમ્બર 2021ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિમાં વક્રી થયો હતો. પછી આ ગ્રહ આગળ ગતિ કરવાની જગ્યાએ 30 ડિસેમ્બરના રોજ એક રાશિ પાછળ ધનમાં જતો રહ્યો હતો. હવે વક્રી રહીને પહેલાં તે અસ્ત થશે અને પછી ઉદય થશે. તેના પછી મહિનાના અંતમાં તે માર્ગી થશે. એટલે કે સીધી ગતિ કરશે. મોટાભાગે આ ગ્રહ એક રાશિમાં 27 દિવસ સુધી રહે છે. પરંતુ આ વખતે આ ગ્રહ ધન રાશિમાં કુલ 98 દિવસ અને મકર રાશિમાં 54 દિવસ રહ્યો.

સૂર્યની નજીક આવતાં જ શુક્ર અસ્ત થઈ જાય છે. તે સમયે માંગલિક કાર્યો થઈ શકતાં નથી.
સૂર્યની નજીક આવતાં જ શુક્ર અસ્ત થઈ જાય છે. તે સમયે માંગલિક કાર્યો થઈ શકતાં નથી.

સૂર્ય-શુક્રની વચ્ચે 10 અંશના અંતરે શુક્ર અસ્ત થાય છે
જ્યોતિષ પ્રમાણે જે પ્રકારે કોઈપણ ગ્રહનું સૂર્યની નજીક આવવું તેને અસ્ત કરી શકે છે, ઠીક તેવી જ રીતે જ્યારે શુક્ર ગ્રહનું ગોચર થાય છે અને તે કોઈ ખાસ સ્થિતિમાં સૂર્યની આટલી નજીક આવે છે ત્યારે તે બંનેની વચ્ચે 10 અંશનું જ અંતર રહે છે જેથી શુક્ર ગ્રહ અસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં શુક્રના મુખ્ય કારક તત્વોમાં ઘટાડો આવી જાય છે અને તે પોતાનું પૂર્ણ શુભફળ આપી શકતો નથી.

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના જીવનમાં સ્નેહ અને પ્રેમ જળવાયેલો રહે અને બધા પ્રકારના સુખ તેને પ્રાપ્ત થતાં રહે. તેના માટે શુક્ર ગ્રહનું મજબૂત હોવું અતિ જરૂરી છે. શુક્ર એક કોમળ ગ્રહ છે અને સૂર્ય એક ક્રૂર ગ્રહ. એટલે જ્યારે શુક્ર અસ્ત થાય છે ત્યારે તેના શુભ પરિણામોમાં ઘટાડો આવી જાય છે અને એવામાં વ્યક્તિ અનેક પ્રકારના સુખથી વંચિત રહે છે.