ગ્રીવા સામુદ્રિક શાસ્ત્ર:ટૂંકી ગરદનવાળા લોકો મહત્ત્વાકાંક્ષી તો ભરાવદાર ગરદનવાળા જાતકો ધનવાન-સુખી હોય છે

2 મહિનો પહેલાલેખક: અનુજ પંડ્યા

સામુદ્રિકશાસ્ત્ર મુજબ આપણે મનુષ્યના શરીરની રચનાને આધારે તેના વ્યક્તિત્વ અને જીવનમાં થનારી ઘટના તથા ઉપલબ્ધિનો અંદાજો લગાવી શકીએ છીએ. આ જ્ઞાન માત્ર સામુદ્રિકશાસ્ત્રમાં જ નહીં, પરંતુ અન્ય શાસ્ત્ર, જેમ કે ભવિષ્યપુરાણ અને ગરુડપુરાણમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ આ વિષયે વિગતે ઉદાહરણ સાથે રજૂઆત થયેલી જોવા મળે છે.

પુરાતનકાળથી જ મનુષ્ય પોતાનું ભવિષ્ય જાણવા માટે હંમેશાં જિજ્ઞાસુ રહ્યો છે, પરંતુ જ્યારે માનવશરીરનાં અંગ સંદર્ભે વાત કરીએ તો મનુષ્યના તમામ અંગોની એક આગવી કાર્યપ્રણાલિ છે, જેમ કે જ્ઞાન કે બોધવિષયક વાત હોય તો મગજ એટલે કે માથાના ભાગનું મહત્ત્વ છે. જ્યારે કર્મવિષયક વાત કરીએ તો હાથ-પગની ગણના કરવામાં આવે છે. એવી રીતે આજે આપણે મસ્તક અને ધડને જોડતા સેતુ એટલે ગ્રીવા (ગરદન) વિશે વાત કરીશું.

તો આવો, જાણીએ ગરદના પ્રકારો પ્રમાણે વ્યક્તિમાં કેવા કેવા પ્રકારના ગુણો રહેલા હોય છે...

આવા લોકો આખાબોલા, સંવેદનશીલ તેમજ પ્રતિભાશાળી હોય છે.
આવા લોકો આખાબોલા, સંવેદનશીલ તેમજ પ્રતિભાશાળી હોય છે.
સાથે જ આવા લોકો સરળતાથી અન્ય લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવનારા, ક્યારેક ક્રોધવશ ખોટા નિર્ણય પણ લેતા જોવા મળે છે.
સાથે જ આવા લોકો સરળતાથી અન્ય લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવનારા, ક્યારેક ક્રોધવશ ખોટા નિર્ણય પણ લેતા જોવા મળે છે.
આવા જાતકોમાં લોભવૃત્તિનો પ્રભાવ પણ જોવા મળતો હોય છે.
આવા જાતકોમાં લોભવૃત્તિનો પ્રભાવ પણ જોવા મળતો હોય છે.

હવે ગરદન પરથી કેટલીક પ્રખ્યાત પર્સનાલિટીના વ્યક્તિત્વ વિશે વાત કરીએ...

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...