તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • In Holi, People Wear Masks Of This Color According To The Zodiac Sign, Chant Mantras And Worship God To Make The Festival Rainbow.Dr. Pankaj Nagar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગ્યના ભેદ:હોળી પર્વમાં જાતકોએ રાશિ ગ્રહ પ્રમાણે આ રંગના માસ્ક પહેરવા, મંત્રજાપ અને દેવપૂજા કરી પર્વને સપ્તરંગી બનાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોળીના વિવિધ રંગ જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની સહાય વડે આજના કોરોના યુગમાં માસ્કના રંગના સહારે તમારા જીવનમાં સપ્તરંગી રંગોળી દોરી તન મન અને ધનથી કેવી વિવિધતા લાવે છે અને જીવનને મેઘધનુષી આકાર આપી તમારી કલ્પનાઓને સાકાર બનાવે છે અને માસ્કના વિવિધ રંગ રાશિ અનુસાર આ ભયાનક વાઇરસથી તમને કેમ રક્ષણ આપે છે તેની વિશેષ માહિતી ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા "હોળીમાં માસ્કની રંગોળી" લેખમાં વાંચો.

(હોળીમાં ગ્રહો સંગ માસ્કનો રંગ વિષય પર લખનારા લેખક ડો.પંકજ નાગર કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા PhDની પદવીથી સન્માનિત છે અને 1984થી આ ક્ષેત્રે કાર્યરત છે અને ગુજરાત ખાતે સૌથી વધુ ટીવી શો કરનારા જ્યોતિષી છે)

મેષ :- (અ.લ.ઈ)

મેષ રાશિના જાતકો લાલ, કેસરી અને તામ્ર રંગ તમારી કારકિર્દીમાં સહાય અને ભાગ્યમાં વૃદ્ધિ કરશે કારણ કે તમારી રાશિનો માલિક ગ્રહ મંગળ છે. હોળીના દિવસે ઉપરોક્ત રંગની માસ્ક તમને કોરોના કાળમાં રક્ષણ આપશે. આપે વાદળી અને કાળા રંગથી દૂર રહેવું કારણ કે આ બંને રંગ તમારા શત્રુ ગ્રહો શનિ અને રાહુના છે. આહારમાં તુવરદાળ અને મસૂરની દાળનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યમાં તંદુરસ્તીના રંગ પૂરશે. અંક 1 અને 9 તમારો ભાગ્યાંક છે આ અંકનો ઉપયોગ કારકિર્દીને સપ્તરંગી બનાવશે. હોળીની વહેલી સવારે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને મંગળનો "ઔમ હ્રીમ શ્રીમ ભોમાય નમઃ"મંત્ર કરવાથી ભાગ્ય સુપેરે ખીલી ઉઠશે. તુવરદાળ, લાલ વસ્ત્રનું દાન કરવાથી તમારી કારકિર્દી રંગીન અને સંગીન બનશે.

વૃષભ:-(બ.વ.ઉ.)

ગુલાબી રંગનો ઉપયોગ તમારા માટે શ્રેષ્ઠ છે કારણ કે શુક્ર તમારી રાશિનો માલિક ગ્રહ છે. સાથે સાથે તમે આછા વાદળી અને લીલા રંગનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે આ બંને રંગ તમારી રાશિના મિત્ર ગ્રહો શનિ અને બુધના છે. ગુલાબી, લીલા અને વાદળી રંગના માસ્ક તમને કોરોના વાયરસથી રક્ષણ આપી શકે છે. ભૂલથી પણ લાલ કે પીળા રંગનો ઉપયોગ કરતા નહિ કારણ કે આ રાશિના શત્રુ ગ્રહોના રંગ છે. અંક 6 અને 8 તમારા ભાગ્યશાળી અંક છે. ચોખા અનેજવનું આહારમાં સેવન કરવાથી ભાગ્ય સોળે કળાએ ખીલી ઉઠશે. હોળીની વહેલી પરોઢે શુક્રના મંત્ર "ઔમ હ્રીમ હ્રીમકુંદ મૃણાલાભમ શુક્રાય નમઃ"108 વાર કરવા અને શ્રીસૂક્તમ તેમજ લક્ષ્મી સૂક્તમના 7 વાર પાઠ કરવાથી તમારુ ભાગ્ય મેઘધનુષી રંગોથી દીપી ઉઠશે.

મિથુન:-(ક.છ.ઘ)

આજના દિવસે લીલા રંગનો ઉપયોગ એટલે તમારા સુકા ભઠ જીવનમાં લીલોતરીનું આગમન. લીલો રંગ તમારી રાશિના માલિક ગ્રહ બુધનો બંધારણીય રંગ છે. આછો વાદળી, ગુલાબી અને શ્વેત રંગનો ઉપયોગ પણ તમે કરી શકો છો કારણ કે આ ત્રણેય રંગ બુધના મિત્ર ગ્રહોના રંગ છે. અહી જણાવેલા રંગના માસ્ક ધારણ કરી તમે કોરોનાને દુર રાખી શકશો. લીલા મગનું કે લીલા વસ્ત્રનું દાન ઉપરાંત આહારમાં લીલા મગની વાનગીઓનું સેવન તમારા જીવનને હેવન(સ્વર્ગ)અને એવન બનાવશે. 5 અને 6 અંક તમારો અતિ ભાગ્યશાળી અંક છે. હોળીની વહેલી સવારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ઉપરાંત બુધના મંત્ર "ઔમ હ્રીમ બુધમ સૌમ્યમ સોમ્યગુણોપેતમ નમો નમઃ"ની એક માળા કરવાથી તમારા નસીબમાં હોળીના રંગની રંગોળી પુરાશે.

કર્ક:- (ડ.હ.)

ડ.હ. અક્ષરધારી જાતકો શ્વેત રંગ-પીળા રંગ અને લાલ રંગને જો તમે પ્રાધાન્ય આપશો તો તમારી રાશિ કર્કના ભાગ્યમાં અનેરો ફર્ક પડી જશે. કર્ક રાશિનો માલિક ગ્રહ ચંદ્ર છે અને મંગળ ગુરુ તેના મિત્ર ગ્રહ હોઈ તમારે આ તહેવાર દરમિયાન ઉપરોક્ત રંગના માસ્કનો ઉપયોગ કરી કોરોના રાક્ષસને તમે મહાત કરી શકો છો.અંક 3 અને અંક 9 તમારા નસીબવંતા પુરવાર થશે. હોળીના દિવસે ચોખાની બનાવેલી કોઈ પણ વાનગી જેમ કે ખીર, દૂધપાકનું સેવન તમારા ભાગ્યમાં ચાર ચાંદ લગાવશે. જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવાથી તમને અનોખા ભાગ્યનું દર્શન થાય. હોળીના દિવસે ભગવાન શિવની પૂજા અને લઘુ રુદ્રીના પાઠ ઉન્નતિનો પથ નક્કી કરશે. ચંદ્રનો ચમત્કાર ચિંતામણી મંત્ર "ઔમ શ્રોમ શ્રામ સોમ ચંદ્રાય નમઃ " મંત્ર 108 વાર બોલવાથી નસીબ ગેરુઆ રંગથી રંગાઈ જશે.

સિંહ:-(મ.ટ)

સૂર્ય તમારો સ્વામી ગ્રહ છે. રંગોના આ તહેવારમાં કેસરી કે તામ્ર રંગનો ઉપયોગ તમારા જીવનને કેસરી રંગના સ્વામી શ્રી કૃષ્ણ જેવું વૈભવી બનાવશે. અંક 1 અને 9 નો ઉપયોગ તમને સૂર્ય સમાન વ્યકતિત્વ આપશે. કેસરી, તામ્ર રંગ ઉપરાંત પીળા અને લાલ રંગનો ઉપયોગ ભાગ્યવૃદ્ધિ માટે વિશેષ બની શકે છે અને હા જણાવેલા રંગની માસ્ક ખાસ પહેરજો તો કોરોના દુર ભાગશે. તુવારદાળ અગર મસુરદાળનો આહારમાં પ્રયોગ અને તેનું દાન તમારા નસીબને હોળીથી દિવાળીમાં પરિવર્તિત કરી શકે છે. સૂર્યના મંત્રજાપ "ઔમ આદિત્ય ધ્રૂણી હ્રીમ હ્રોમ સર્વ સુખ દાતાય નમઃ"108 વાર બોલવા અને માં ગાયત્રી કે સૂર્ય પૂજા તમને અદ્દભુત ફળ આપશે.

કન્યા:- (પ.ઠ.ણ)

આજના દિવસે અને આવનારા સમયમાં લીલા રંગનો પ્રયોગ અને સાથે સાથે ગુલાબી-આસમાની રંગનો ઉપયોગ તમારા ભાગ્યને ઉન્નતિના આસમાને લઇ જશે. તમારી રાશિનો સ્વામી બુધ છે અને બુધના મિત્ર ગ્રહો શુક્ર તેમજ શનિ હોઈ તમારે હમેશા ઉપરોક્ત રંગના માસ્ક ધારણ કરવાનો આગ્રહ રાખવો કોરોના સામે સુરક્ષા મળશે. લીલા મગ અડદની સફેદ દાળનું સેવન અગર દાન તમને નવજીવન પ્રદાન કરશે. 5 અને 8 અંક તમારા ભાગ્યનું નવનિર્માણ કરી શકે છે."ઔમ ઐમ હ્રીમ શ્રીમ બુધાય નમઃ "મંત્રનું 108 વાર રટણ ઉપરાંત ભગવાન વિષ્ણુની વિષ્ણુ સહસ્ત્રનામ સાથેની પૂજા હોળીના તહેવાર સાથે તમારા ભાગ્યના લેખાજોખાનો વ્યવહાર પણ સાચવશે.

તુલા:- (ર.ત)

ગુલાબી અથવા આછો વાદળી રંગ તમારો ભાગ્યશાળી રંગ છે કારણ કે તમારી રાશિનો માલિક ગ્રહ શુક્ર સ્વભાવે અતિ ગુલાબી પ્રકૃતિ ધરાવે છે. જયારે વાદળી રંગ શુક્રના પરમ મિત્ર શનિનો છે. હોળીના તહેવાર દરમિયાન આ બંને રંગનો ઉપયોગ માસ્ક પહેરવામાં કરશો તો જીવનના તમામ સ્વપનમાં અનેરા રંગ પુરાશે અને કોરોના સામે રક્ષા મળશે. તમારો ભાગ્યશાળી અંક 6 અને 8 છે. આજના દિવસે જવનું દાન અગર તેની વાનગી કે આહાર અગર સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવાથી નવગ્રહોની કૃપા મેળવી જીવનને નવરંગી બનાવી શકાય છે. આજના દિવસે "ઐમ ઓમ જુહુ શુક્રાય ધન ધાન્ય સુતાન્વિત" મંત્રના જાપ તેમજ મહાલક્ષ્મીની પૂજા શ્રેષ્ઠ ફળ આપશે.

વૃશ્ચિક:- (ન.ય)

લાલ કે પીળા અગર ટોમેટો રેડ કલરનો ઉપયોગ હોળીના રંગને નવરંગી બનાવી તમારા જીવન અને કારકિર્દીને મેઘધનુષી બનાવશે. આજના દિવસે ઉપરોક્ત રંગના માસ્ક કોરોનાથી દૂર રાખશે. ઉપરાંત વસ્ત્રો, રૂમાલ કે મોજા ધારણ કરવાથી તમારી રાશિનો માલિક મંગળ મહેરબાન થશે અને નસીબ બળવાન બનશે. તમારો ભાગ્યશાળી અંક 9 અને 1 છે. હોળીના દિવસે મસૂરની દાળનું દાન, લાલ વસ્ત્રોનું દાન તમારા ભાગ્યને સોળે કળાએ ખીલવશે. આજથી સતત સાત દિવસ "ઓમ ધરણી ગર્ભ સંભુતમ નમો નમઃ ઓમ હ્રીમ ઓમ સહ મંગાલય નમઃ" મંત્રનો જાપ તમારા સર્વ કાર્યને સિદ્ધ કરશે. ગણપતિના ખોળામાં ગુલાબના ફૂલમાં ચમેલીના તેલનું ટીપું ભરી પધરાવવાથી નસીબ ઉન્નત અને ઉજળું બનશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ )

કેસરી,પીળો કે લાલ રંગ તમારા માટે અતિ શુકનીયાળ અને શુભ પુરવાર થાય કારણ કે તમારો સ્વામી ગ્રહ ગુરુ છે અને તેના મિત્ર ગ્રહ સૂર્ય, મંગળ ઉપરોક્ત રંગ પર સકારાત્મક પ્રભુત્વ ધરાવે છે. અહી જણાવેલા રંગના માસ્ક તમને કોરોના સામે અભેદ સુરક્ષા આપશે. અંક 3 અને 9 તમારી સફળ કારકિર્દી માટે શીરમોર બની શકે છે. હોળીના દિવસે ચણાની દાળનું દાન અને તેનું આહારમાં સેવન તમારા તન અને મનની તંદુરસ્તી વધારશે. "ઓમ ગં ઓમ સહ ગુરુવે મમ સર્વ સુખ પ્રદાનમ" મંત્રનો જાપ એક માળા ઉપરાંત સાઈબાબા કે ભગવાન દત્તાત્રયની પૂજા તમારા ભાગ્યને હોળીના તહેવારને દિવાળી જેવો એહસાસ કરાવશે.

મકર :- (ખ.જ.)

રંગોના આ નવરંગી તહેવારમાં વાદળી અને શ્યામ રંગ તમારો ભાગ્યશાળી રંગ છે. તમારી રાશિનો સ્વામી શનિ અને તેના સહ્સાથી રાહુના આ બંને રંગ અતિપ્રિય છે. વાદળી અને શ્યામ રંગના માસ્ક એ તમારું સુરક્ષા ચક્ર છે. આ રંગના માસ્ક તમારા જીવનમાં નોખો રંગ લાવશે. અંક 8 અને અંક 4 તમારા ભાગ્યમાં ચાર ચાંદ લગાવાશે. અડદની સફેદ દાળનું સેવન તમારા માટે ખુબ જ લકી છે. અડદની દાળનું દાન પણ તમારા માટે અતિ શુભ છે. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પઠન ઉપરાંત હનુમાનજીના મસ્તક પર 21 લવિંગની માળા અર્પણ કરવાથી તેમજ "ઓમ હમ હનુમનતેય નમઃ" મંત્રનું રટણ તન મન અને ધનની રક્ષા કરશે.

કુંભ :- (ગ.સ.શ.ષ )

શનિની આ સ્વગૃહી રાશિના જાતકોએ આ તહેવારમાં વાદળી ઉપરાંત ગુલાબી રંગનો પ્રયોગ તમારી સફળતાનો યોગ અને સંયોગ બનશે. કારણ કે તમારી રાશિના માલિક ગ્રહના આ અતિ વહાલા રંગ છે. વાદળી, ગુલાબી રંગના માસ્ક ધારણ કરવા અગર તે રંગના મોજા, હાથરૂમાલનો ઉપયોગ તમારા જીવન અને કારકિર્દી માટે પ્રાણવાયું સમાન છે. અને સાથે-સાથે કોરોના સામે રક્ષણ તો ખરું જ. અંક 8 ઉપરાંત 6 તમારા ભાગ્યશાળી અંક છે. આ અંક તમે રંક હોવ તો પણ રાજા બનાવશે. કાળા આખા અડદનું દાન અને આહારમાં સેવન નસીબવંતા બનાવશે. "ઓમ શમ શનેશ્ચરાય નમઃ "મંત્ર 108 વાર ઉપરાંત શ્રી હનુમાનદાદાની પૂજા તમારા અધૂરા કાર્યને સિદ્ધ કરશે.

મીન :- (દ.ચ.ઝ.થ )

હોળીના પવિત્ર તહેવાર દરમિયાન પીળો અને મોરપીંચ્છ રંગ તમારા માટે શુભદાયી ફળદાયી પુરવાર થશે. તમારી રાશિના સ્વામી ગુરુના આ પ્રિય રંગ છે. આ રાશિના જાતકો આ રંગનો માસ્ક તરીકે ઉપયોગ કરશે તો નસીબ તિમિરથી તેજ તરફ પ્રયાણ કરશે. ઉપરોક્ત રંગના વસ્ત્રો જેમ કે કોટી, કોટ, હાથરૂમાલ અગરમોજા ધારણ કરવાથી ભાગ્ય દૈદીપ્યમાન બનશે. અંક 9 અને 1 તમારા નસીબવંતા અંક છે. "ઓમ હ્રીમ ગુરુ દેવતાભ્યો મમ જ્ઞાન પ્રદાનમ" મંત્રની માળા તેમજ દત્ત ભગવાન અગર બ્રહ્માની પૂજા તમારા જ્ઞાન, વિદ્યા અને ધનમાં વધારો કરશે. ભાગ્યને સપ્તરંગી બનાવશે.

માત્ર હોળી જ નહિ પરંતુ ઉપરના લેખમાં રાશિ અનુસાર જણાવેલા રંગનો ઉપયોગ કોરોના કાળ અને જીવનકાળ દરમિયાન કરવાથી જાતક તન મન અનેધનથી દુરસ્ત રહેશે તે વાત સટીક અને સત્ય છે. સૌ વાચકોને કોરોના મુક્ત હોળી મુબારક.

હોળીમાં ગ્રહો સંગ માસ્કનો રંગનો લેખ ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર (drpanckaj@gmail.com) gmail એડ્રેસ દ્વારા આપેલ છે gmail-drpanckaj@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો