તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શનિ જયંતી:શનિના કારણે 6 રાશિના લોકોને ઉન્નતિ મળી શકે છે, ધનલાભના પણ યોગ બની રહ્યા છે

4 મહિનો પહેલા
  • કુંભ સહિત 6 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે, સ્વાસ્થ્ય અને ધનહાનિની સંભાવના પણ છે

આજે શનિ જયંતી છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ વર્ષે આ પર્વ એટલાં માટે ખાસ બની ગયો છે કેમ કે, આ દિવસે શનિ પોતાની જ રાશિ એટલે મકરમાં છે. વર્ષની શરૂઆતમાં શનિ મકર રાશિમાં આવી ગયો છે. જે એપ્રિલ 2022 સુધી આ જ રાશિમાં રહેશે. આ મહિને શનિ 10 મેના રોજ વક્રી થઇ ગયો છે જે 29 સપ્ટેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. પં. મિશ્રા પ્રમાણે શનિના શુભ પ્રભાવથી વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોને ઉન્નતિ અને ધનલાભ મળી શકે છે. આ સિવાય અન્ય 6 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે 12 રાશિઓ ઉપર શનિના પ્રભાવનું ફળ રહેશેઃ-

મેષઃ- યોજનાઓ ઉપર કામ થઇ શકશે નહીં. વિચારેલાં કામ પૂર્ણ થવામાં મુશ્કેલીઓ આવી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાન રહેવું પડશે. ધનહાનિના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. લવ લાઇફ અને લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. પ્રોપર્ટી સંબંધિત નુકસાન થવાની સંભાવના છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વૃષભઃ- અધિકારીઓ અને વડીલો સાથે વિવાદ થવાની સંભાવના છે. સમજી-વિચારીને વાતચીત કરવી જોઇએ. તમારી વાતોનો ખોટો અર્થ પણ કાઢવામાં આવી શકે છે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ છે. જૂના લેવડ-દેવડ અને રોકાણનો ફાયદો મળવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. યાત્રાઓ થઇ શકે છે. મિત્રો અને ભાઇઓ પાસેથી મદદ મળી શકે છે. દાંપત્ય જીવન અને લવ લાઇફમાં સુખ મળશે.

મિથુનઃ- નોકરી અને બિઝનેસના જરૂરી કામકાજમાં મોડું થઇ શકે છે. લેવડ-દેવડ અનો રોકાણમાં નુકસાન થવાની સંભાવના છે. ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું. દુર્ઘટના થઇ શકે છે, જૂના રોકાણથી ફાયદો મળી શકશે નહીં. આપેલાં રૂપિયા ગુંચવાઇ શકે છે. દાંપત્ય જીવનમાં પરેશાની આવી શકે છે. બચત પૂર્ણ થઇ શકે છે. વાતચીતમાં કડવાશના કારણે સંબંધો ખરાબ થઇ શકે છે.

કર્કઃ- શનિના પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં મહેનત વધારે રહેશે. જેનો ફાયદો મોડેથી મળશે. કામકાજ અને રહેવાની જગ્યામાં ફેરફાર થવાની સંભાવના છે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું મન થશે. નોકરી અને બિઝનેસમાં નવીનતા લાવવાની કોશિશ કરશો તો ફાયદો મળશે. ઉન્નતિના યોગ પણ છે. લવ લાઇફ અને લગ્નજીવનમાં ઉતાર-ચઢાવભર્યો સમય રહેશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો ધીમે-ધીમે વધશે.

સિંહઃ- નોકરી અને બિઝનેસમાં પરેશાનીઓ વધી શકે છે. ટ્રાન્સફર થવાના યોગ બની રહ્યા છે. ઓફિસ કે ફિલ્ડમાં સાથે કામ કરતાં લોકો પાસેથી મદદ ન મળવાથી દુઃખી થઇ શકો છો. ખર્ચ વધી શકે છે. રોકાણ અને લેવડ-દેવડમાં સમજી-વિચારીને કામ કરો. નોકરી અને બિઝનેસ સામાન્ય રહેશે. જેના કારણે તમે તમારા કામથી ખુશ રહેશો નહીં. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. ખાનપાનમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. લવ લાઇફમાં પણ તણાવ રહેશે.

કન્યાઃ- નોકરી અને બિઝનેસમાં નવી યોજનાઓ બનશે. ઉન્નતિના યોગ બની રહ્યા છે. વિચારેલાં કામમાં મહેનત વધારે રહેશે. રોકાણ અને લેવડ-દેવડમાં સાવધાની રાખવી. બચત પૂર્ણ થઇ શકે છે. ખર્ચ પણ વધી શકે છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. રોજમર્રાના કામકાજમાં મુશ્કેલીઓ આવશે. સ્વાસ્થ્યને લઇને બેદરકારી કરશો નહીં. પરેશાની વધી શકે છે.

તુલાઃ- સુખમાં કમી આવશે. દુશ્મનોથી પરેશાન થઇ શકો છો. સંતાન સંબંધિત મામલાઓને લઇને ચિંતા વધી શકે છે. ખર્ચ પણ વધવાની સંભાવના છે. લવ લાઇફમાં તણાવ અને અવિશ્વાસની સ્થિતિ બની શકે છે. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. માનસિક રૂપથી પરેશાની વધી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ મામલાઓમાં ધન અટવાઇ શકે છે. સાધન હોવા છતાં તેનું સુખ મળી શકશે નહીં. નોકરી અને બિઝનેસને લઇને પરેશાની વધી શકે છે.

વૃશ્ચિકઃ- કરિયર માટે સમય સારો રહેશે. મહેનત વધારે કરવી પડશે. ઉન્નતિના યોગ પણ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. નોકરી અને બિઝનેસ વધી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઊભી થઇ શકે છે. લાંબી દૂરની યાત્રાથી બચવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે અને રૂપિયાનું નુકસાન પણ થઇ શકે છે.

ધનઃ- શનિના પ્રભાવથી મહેનત વધારે કરવી પડી શકે છે. નોકરી અને બિઝનેસમાં ઉન્નતિ તો મળશે પરંતુ તેનાથી સંતુષ્ટી મળી શકશે નહીં. સમજી-વિચારીને વાતચીત કરવી પડશે. તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. વાતચીત અને અવાજમાં કડવાશ વધવાથી સંબંધ ખરાબ થવાની સંભાવના છે. બચત પણ ખર્ચ થઇ શકે છે. ખર્ચ વધશે અને આવક ઓછી થશે. આળસ અને તણાવ વધવાથી કામકાજમાં મન લાગશે નહીં.

મકરઃ- રૂપિયાના મામલે સાવધાન રહેવું પડશે. પરિવારનો સહયોગ મળી શકશે નહીં. ભાઇઓ અને મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. મહેનત વધારે કરવી પડશે. જેનો ફાયદો ઓછો મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ફેરફાર થવાની સંભાવના છે. લેવડ-દેવડ અને રોકાણમાં નુકસાન થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. ઘાવ અને દુર્ઘટના સંભવ છે. જૂના રોગ પરેશાન કરી શકે છે. વાહન સંબંધિત મામલાઓને લઇને તણાવ રહેશે.

કુંભઃ- સ્વાસ્થ્ય માટે સમય ઠીક નથી. કોઇ જૂની બીમારી વધી શકે છે. ધનહાનિ થવાના યોગ છે. મુખના રોગ થવાની સંભાવના છે. બચત પૂર્ણ થઇ શકે છે. મહેનત વધારે રહેશે, પરંતુ કિસ્મતનો સાથ મળી શકશે નહીં. પુત્રને કષ્ટ થઇ શકે છે. દુશ્મનોથી પરેશાન થશો. વિવાદ થવાની સંભાવના છે. પરિવારના લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. લગ્નજીવનમાં પણ પરેશાની સંભવ છે.

મીનઃ- નોકરી અને બિઝનેસ માટે સમય સારો છે. શનિના પ્રભાવથી જૂની મહેનતનો ફાયદો મળી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થવાની સંભાવના છે. રૂપિયા ખર્ચ થઇ શકે છે. પરંતુ આવક પણ વધશે. નવા કામની યોજના બની શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. વાતચીતમાં સાવધાની રાખવી. તમારી વાતોનો કોઇ ઊંધો અર્થ લેવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની વધી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો