• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Panchang From 2 To 8 May This Week Akshaya Tritiya And Ganga Saptami Festival, There Will Be 6 Auspicious Times For Shopping And New Beginnings

2 થી 8 મેનું પંચાંગ:આ સપ્તાહ અખાત્રીજ અને ગંગા સાતમ પર્વ, ખરીદી અને નવી શરૂઆત માટે 6 શુભ મુહૂર્ત રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

2 થી 8 મેની વચ્ચે વ્રત-પર્વના માત્ર 2 જ દિવસ રહેશે. આ સપ્તાહ મંગળવારે અખાત્રીજ રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનો જન્મ થયો હતો. એટલે આ દિવસે પરશુરામ જયંતી ઊજવવામાં આવે છે. આ તિથિએ ત્રેતાયુગની શરૂઆત થઈ હતી એટલે તેને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. આ તિથિએ શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. ત્યાં જ, આ સપ્તાહના છેલ્લાં દિવસે રવિવારે ગંગા સાતમ વ્રત કરવામાં આવશે. સાતમ અને રવિવારનો સંયોગ હોવાથી આ દિવસે ભગવાન સૂર્યની ખાસ પૂજાનો પર્વ એટલે ભાનુ સાતમ પણ રહેશે.

જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ ખરીદી માટે કુલ 6 દિવસ શુભ મુહૂર્ત રહેશે. જેમાં ચાર સર્વાર્થસિદ્ધિ અને ચાર રવિયોગ રહેશે. નવી શરૂઆત માટે પણ આ દિવસ ખાસ રહેશે.

2 થી 8 મે સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
2 મે, સોમવારવૈશાખ સુદ, બીજ
3 મે, મંગળવારવૈૈશાખ સુદ, ત્રીજઅખાત્રીજ
4 મે, બુધવારવૈૈશાખ સુદ, ત્રીજ
5 મે, ગુરુવારવૈશાખ સુદ, ચોથ
6 મે, શુક્રવારવૈૈશાખ સુદ, પાંચમ
7 મે, શનિવારવૈૈશાખ સુદ, છઠ્ઠ
8 મે, રવિવારવૈૈશાખ સુદ, સાતમભાનુ સાતમ

જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ

3 મે, મંગળવારસર્વાર્થસિદ્ધિ યોગ
4 મે, બુધવારસર્વાર્થસિદ્ધિ, રવિયોગ
5 મે, ગુરુવારરવિયોગ
6 મે, શુક્રવારસર્વાર્થસિદ્ધિ, રવિયોગ
7 મે, શનિવારરવિયોગ
8 મે, રવિવારસર્વાર્થસિદ્ધિ યોગ