• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On Wednesday, Virgos Will Get A Big Profit From Investment, But They Will Need To Spend Money Wisely, How Will The Fate Be For Other Zodiac Signs?

8 માર્ચનું ટેરોભવિષ્ય:બુધવારે કન્યા જાતકોને રોકાણથી મોટો ફાયદો મળે પણ રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરવાની જરૂર રહેશે, બીજી રાશિઓ માટે કેવું રહેશે ભાગ્ય?

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ FOUR OF CUPS

બધી બાબતો પર સારી રીતે વિચાર કર્યા પછી જ પોતાના નિર્ણયને આગળ વધારજો. નિર્ણયના દરેક પરિણામની જવાબદારી લેવાની ક્ષમતા તમારામાં છે કે નહીં એ વાતનું સારી રીતે અવલોકન કરી લેવું જરૂરી છે. મનમાં પેદા થઈ રહેલાં વિચારો પર ધ્યાન જરૂર આપો, પરંતુ હાલના સમયમાં આ વિચારોને અમલમાં લાવવા માટે પ્રાધાન્ય આપવું ખોટું હોઈ શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી ચિંતા માત્ર તમારા વિચારોને લીધે છે. કામ ઉપર જ ધ્યાન આપવું.

લવઃ- લવ સંબંધો પર વારંવાર પેદાં થતાં કન્ફ્યૂઝન દૂર કરવા માટે પ્રયાસ કરો.

હેલ્થઃ- શરીરની વધતી ગરમી તકલીફનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ નંબરઃ- 4

-------------------------

વૃષભ THE MAGICIAN

તમને પ્રાપ્ત થયેલી દરેક કૌશલ્યનો સારી રીતે ઉપયોગ કરીને જીવનશૈલીને સુધારવાનો પ્રયાસ કરો. નાની-નાની આદતોને લીધે મોટો ફેરફાર જોવા મળી શકે છે. આળસથી પોતાની જાતને દૂર રાખો. જે લોકોની સાથે સમય વિતાવવાથી કામને લગતી પ્રેરણા મળે છે. હાલના સમયમાં એ જ લોકોને જીવનમાં પ્રાધાન્ય આપજો.

કરિયરઃ- કામને લગતા કોઈપણ વ્યવહારમાં પારદર્શિતા ન રાખવી તમારા માટે નુકસાનનું કારણ સાબિત થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની સામે કોઈપણ વાત અંગે જૂઠું ન બોલશો.

હેલ્થઃ- ખાન-પાન પર નિયંત્રણ ન રાખવાને લીધે પેટને લગતું ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ નંબરઃ- 1

-------------------------

મિથુન SIX OF WANDS

જે લોકોને જોઈને તમે પ્રેરિત થઈ જાઓ છો, એવા લોકો દ્વારા મળેલી શીખ ધ્યાનમાં રાખીને જીવનમાં ફેરફાર લાવવા પ્રયાસ કરવો પડશે. કામને લગતી વાતો હાલના સમયમાં ચિંતાનું કારણ બની શકે છે, પરંતુ પોતાના પ્રયાસો દ્વારા પરિવર્તન જોઈ શકવું શક્ય છે. હાલના સમયમાં જે પ્રકારે તકો મળી રહી છે તેનો સ્વીકાર કરો.

કરિયરઃ- ક્ષમતા અને સ્કિલને ધ્યાનમાં રાખીને કરિયરને લગતી સ્થિરતા લાવવા પ્રયાસ કરવો પડશે.

લવઃ- સંબંધો અંગે જે નિર્ણય લેવો કઠણ લાગતો હતો તે છોડા દિવસ પછી લઈ શકો છો.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવો અને શારીરિક નબળાઈ ન વધે તે વાતનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- સફેદ

શુભ નંબરઃ- 2

-------------------------

કર્ક KNIGHT OF CUPS

ઇમોશનલી બાબતોની અસર જીવનમાં વધતી જોવા મળશે. તમારી આસપાસના લોકોના જીવનને લગતી દરેક વાતમાં તમારી મદદની જરૂર રહેશે. બીજા લોકોની મદદ ઈમોશનલી રીતે કરતી વખતે તમારી પર કોઈપણ વાતને નકારાત્મક પ્રભાવ ન પડે તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- વેપારમાં જોડાયેલ લોકોને જૂના ક્લાયન્ટ દ્વારા જ નવી તકો મળી શકે છે.

લવઃ- રિસેશનશિપમાં જોવા મળતી ચિંતા ઝડપથી દૂર થઈ જશે.

હેલ્થઃ- શરીરમાં ડિહાઈડ્રેશન ન વધે તેનું ધ્યાન રાખવું પડશે.

શુભ રંગઃ- સફેદ

શુભ નંબરઃ- 3

-------------------------

સિંહ THE CHARIOT

અત્યાર સુધી મળેલાં અનુભવોનો ઉપયોગ કરીને તમે પોતાની માટે નવી તક ઊભી કરવાનો પ્રયાસ કરશો. પ્રોપર્ટીને લગતા વ્યવહાર તમારા માટે સફળ સાબિત થઈ શકે છે. મોટી માત્રામાં ખર્ચો થશે પરંતુ જે મોટી ખરીદી અત્યાર સુધી તમે નથી કરી શક્યા તે હવે શક્ય બનશે. જેના લીધે જીવનમાં પણ ફેરફાર જોવા મળશે.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં કામ કરતી વખતે પ્રતિસ્પર્ધી દ્વારા કોઈપણ પ્રકારે તમને નુકસાન કરવામાં ન આવે તેનું ધ્યાન રાખજો.

લવઃ- પાર્ટનર સાથે વધતા મતભેદને લીધે પરિવારના લોકોને ચિંતા થઈ શકે છે.

હેલ્થઃ- એસીડીટીને લીઘે પેટની તકલીફ થઈ શકે છે. ખાન-પાનનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- વાદળી

શુભ નંબરઃ-7

-------------------------

કન્યા KNIGHT OF PENTACLES

રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરવાની જરૂર છે. તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણથી ફાયદો મળતો જોવા મળે. પરંતુ જે રૂપિયા હાથમાં છે તે બેકારમાં જ ખર્ચ થવાની શક્યતા પેદા થઈ શકે છે. પરિવારના લોકોની ચિંતા સતાવતી રહેશે. પરંતુ અપેક્ષા પ્રમાણે તમને સાથ પણ મળી જશે.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલાં લોકોને રિસ્ક સમજી વિચારીને લેવું.

લવઃ- સંબંધોમાં પેદા થયેલી ભૂલો માટે માત્ર તમે એકલાં જ જવાબદાર નથી એટલું વિચારી લેજો.

હેલ્થઃ- પગમાં દુઃખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ નંબરઃ- 5

-------------------------

તુલા THE TOWER

લોકો સાથે બદલાઈ રહેલાં સંબંધોને લીધે તમારી અંદર એકલતા પેદા થઈ શકે છે. તમે પોતાનું એવું કોઈ કામ કરીને પોતાની માટે જ સમસ્યા પેદા કરી રહ્યાં છો. કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે તેની વ્યક્તિગત બાબતો ધ્યાન રાખવી જરૂરી છે.

કરિયરઃ- કામને લગતી ચિંતા રહેશે પરંતુ આ ચિંતાને લીધે જ સંપૂર્ણ પ્રયાસો સાથે પોતાની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવો પડશે.

લવઃ- પાર્ટનરને લગતી ચિંતા દૂર કરવા માટે હાલમાં સમય યોગ્ય નથી.

હેલ્થઃ- માથાનો દુઃખાવાની તકલીફથી તણાવ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ નંબરઃ- 6

-------------------------

વૃશ્ચિક NINE OF WANDS

જે લોકો દ્વારા કટુ અનુભવ પ્રાપ્ત થયા છે, એવા લવોકોની સાથે તમારે સંબંધો રાખવા જરૂરી છે. પરિવારના કેટલાક લોકો તમારી સાથે વિવાદોને દૂર કરવા માટે પ્રયાસ કરશે, પરંતુ તેના વિચારીને સારી રીતે સમજીને સંબંધોને કેટલું મહત્વ આપવું છે એ વાતને સમજો. ઈમોશનલી વાતોના આવીને કોઈ નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામનો સારી રીતે અનુભવ ન મળવાને લીધે કામને લગતો વિશ્વાસ ઓછો થતો જોવા મળશે, પરંતુ પ્રયત્ન ચાલું રાખો.

લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે પોતે નકારાત્મક બની શકો છો.

હેલ્થઃ- આંખોને લગતું ઈન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ નંબરઃ- 8

-------------------------

ઘન SIX OF SWORDS

યાત્રાને લગતો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પરિવારના લોકોની સાથે ચર્ચા કરવી તમારી માટે જરૂરી છે. પરિવાર સાથે જોડાયેલ કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવા માટે હળીમળીને પ્રયાસ કરવાની જરૂર છે. તમારા વ્યક્તિગત જીવનમાં પ્રગતિ થતી જોવા મળશે, પરંતુ પરિવારની ચિંતા સતાવી શકે છે.

કરિયરઃ- પોતાની સ્કિલ્સ દ્વારા મનપસંદ ક્ષેત્રમાં કામ કરવાની તક તમને મળી શકે છે.

લવઃ- પરિવારના લોકોની સાથે મતભેદ થવા છતાં પણ એક બીજાનો સાથ આપવા પ્રયાસ કરજો.

હેલ્થઃ- બાળકોને શરદી-ખાંસીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ નંબરઃ- 3

-------------------------

મકર TWO OF SWORDS

લોકો દ્વારા મળી રહેલી સૂચનાઓ અને બોલવામાં આવેલ વાતોને લીધે તમારી દુવિધાઓ વધી શકે છે. વર્તમાન સાથે જોડાયેલી દરેક વાતને સ્પષ્ટ રીતે સમજવી તમારી માટે ખૂબ જ જરૂરી છે. તમારા દ્વારા કરવામાં આવેલ નિર્ણયને લીધે અનેક બાબતોમાં પરિવર્તન આવી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી એકથી વધુ તકો તમને મળતી રહેશે પરંતુ જે કામમાં તમને રસ છે એ જ કામની પસંદગી તમે કરજો.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે કોઈ દરાર પાડવા પ્રયત્ન કરી શકે છે.

હેલ્થઃ- બદલાતા વાતારણ અને તણાવની અસર સ્વાસ્થ્ય ઉપર જોવા મળશે.

શુભ રંગઃ- પીળો

શુભ નંબરઃ- 2

-------------------------
કુંભ FOUR OF WANDS

તમને સોપવામાં આવેલ દરેક જવાબજારીને ગંભીરતાથી લેવી તમારી માટે જરૂરી રહેશે. ખાસ કરીને જ્યારે વાતો પરિવારને લગતી હોય. પરિવારના લોકોને તમારા માર્ગદર્શન અને સહારાની જરૂરિયાત છે, પરંતુ આ વાત તેઓ ખુલીને બોલી નહીં શકે. જો પરિવારમાંથી જ કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને લગતી તકલીફ હોય તો તેમની સાથે ઈમોશનલી જોડાવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- વેપારી વર્ગને મળતા ફાયદાનું રોકણ વેપારને વધારવા માટે કરી શકો છો.

લુવઃ- પ્રેમ લગ્ન માટે પરિવારના લોકોનો સાથ મળી શકે છે.

હેલ્થઃ- હિમોગ્લોબીન કે લોહીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે ડોક્ટરની સલાહ જરૂર લો.

શુભ રંગઃ- સફેદ

શુભ નંબરઃ- 4

-------------------------

મીન QUEEN OF PENTACLES

તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે તમારા દ્વારા ઊઠાવવામાં આવેલ પગલા યોગ્ય સાબિત થશે. પરંતુ માત્ર રૂપિયાને પ્રાધાન્ય આપીને કોઈપણ વ્યક્તિની સાથે સંબંઘો ખરાબ ન થાય તે વાતનું ધ્યાન રાખજો. તમારા દ્વારા બોલવામાં આવેલ વાતને લીધે પરિવારનું કોઈ વ્યક્તિ દુઃખી થઈ શકે છે. જે વિવાદ પેદા નહીં કરે પરંતુ એકબીજાની સાથે સંબંધ હંમેશા માટે બદલી શકે છે.

કરિયરઃ- મહિલા વર્ગને મનપસંદ ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે અને રૂપિયાને લગતી પ્રગતિ સરળતાથી થતી રહેશે.

લવઃ- પોતાના કરતાં પાર્ટનરની વાતોનું મહત્વ વધારે આપવાને લીધે તમારું મહત્વ ડાઉન થઈ શકે છે.

હેલ્થઃ- મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ નંબરઃ- 9