• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On Wednesday Number 6 Person Will Get The Full Fruit Of Every Work With Planned Hard Work And Dedication, What Will Be The Future For Other 8 Numbers?

અંક ભવિષ્ય:બુધવારે અંક 6વાળાને યોજનાબદ્ધ મહેનત અને લગનથી દરેક કાર્યનું પૂરું ફળ મળશે, બીજા 8 અંકો માટે કેવું રહેશે ભવિષ્ય?

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 8 માર્ચ દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, તમે પોતાની વાક્પટુતા અને કાર્યશૈલીથી કોઈપણ કામ કરવામાં સફળ થશો અને તમને યોગ્ય સફળતા મળશે. જો કે ભાગદોડીને કારણે તમને વધુ થાક લાગશે પરંતુ કામની સફળતા તમારો થાક દૂર કરી દેશે.

શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

----------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, થોડા સમચથી ચાલી આવતી ભાગદોડીથી રાહત મેળવવા થોડો સમય પ્રકૃતિની નજીક વિતાવો. શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાથી તમને નવી ઊર્જા અને જીવનશક્તિનો અહેસાસ થશે. પોતાની સમસ્યા માટે મિત્ર સાથે ચર્ચા કરશો.

શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

----------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહોની સ્થિતિ તમને સચેત કરી રહી છે કે તમારું ધ્યાન નાણાકીય યોજના સાથે જોડાયેલાં કાર્યોમાં લગાવો, ફાલતૂ કામોમાં સમય બરબાદ ન કરો. બીજા પર જરૂરિયાતથી વધુ ભરોસો ન કરો. યુવાઓને મનોરંજન કરવામાં કરિયર સાથે જોડાયેલ નુકસાન થઈ શકે છે.

શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

----------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, તમારો સમય ઉત્તમ છે. કરિયર, અધ્યાત્મ અને અધ્યાત્મની ઉન્નતિમાં તમે તમારી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરી શકશો. તમારી સંવેદનશીલતા સમજમાં તમારું સન્માન વધારશે. નાની બાબતો પર ગુસ્સો કરવાથી ઘરનો માહોલ બગડશે.

શું કરવું - પીપળા નીચે દીવો પ્રગટાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

----------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, તમે પોતાના કાર્યોને શાંતિથી પૂરાં કરી શકો. ભાઈઓ સાથે સંબંધ મધુર રહેશે. ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકો છો. કોઈ વિશેષ વસ્તુ ચોતી કે ગુમ થઈ શકે છે. પિતા-પુત્ર વચ્ચે નાની-મોટી તકરાર થઈ શકે છે.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

----------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, તમને તમારી મહેનત અને લગનનું પૂરું ફળ મળશે. કોઈપણ કાર્યને યોજનાબદ્ધ રીતે કરશો, સફળતા નિશ્ચિત છે. યુવાનોને કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે. અતિ આત્મવિસ્વાસ તમારી પરેશાની વધારી શકે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખો.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

----------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આજે તમે પરિવારની સાથે આરામથી દિવસ વિતાવવાના મૂડમાં રહેશો. બોપરની સ્થિતિ તમારા પક્ષમાં અનુકૂળ રહેશે. તમારા કામ સારા રહેશે. સંતાનના સંબંધમાં કોઈ સમાચાર મળવાથી તમારું મન પ્રસન્ન થશે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

----------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આજે તમને કોઈ ઉપયોગી જાણકારી મળી શકે છે. પરિવારમાં પાછલા થોડા સમયથી ચાલતી ગલતફેમી તમારા હસ્તક્ષેપથી દૂર થશે. આર્થિક રીતે સમય અનુકૂળ છે. યુવાનોએ કરિયરને લઈને ગંભીર રહેવું. આ સમયે વિરાસતને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ શકે છે.

શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 11

----------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, પારિવારિક વિવાદને સમાપ્ત થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનો માહોલ બની રહેશે. આ સમયે તમે અનેક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. તમારું અટકેલું કામ સરળતાથી પૂરું થઈ શકે છે. પોતાના ખર્ચાઓ પર કંટ્રોલ રાખવાની જરૂર છે. ઊતાવળમાં કામ બગડી શકે છે. કોઈની પર આંખમીચીને ભરોસો ન કરો.

શું કરવું - કીડીઓનો લોટ ખવડાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6