તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવારનું રાશિફળ:મંગળવારે વૃષભ જાતકોએ ઘરના વડીલોની સલાહને ઇગ્નોર કરવી નહીં, સમય મિશ્રિત ફળદાયી રહેશે

2 મહિનો પહેલા
  • સિંહ રાશિને વધારાની આવક થઈ શકે છે, નોકરીમાં પ્રમોશનના યોગ પણ છે
  • મેષ સહિત પાંચ રાશિ માટે દિવસ સામાન્ય

છ જુલાઈ, મંગળવારનો દિવસ સાત રાશિ માટે સારો રહેશે. વૃષભ રાશિના જાતકોને લેવડ દેવડમાં ફાયદો થશે. મિથુન રાશિના નોકરિયાત વર્ગનું જરૂરિયાત પ્રમાણે કામ પૂરું થશે. કર્ક રાશિના નોકરિયાત તથા બિઝનેસ કરતાં વર્ગ માટે દિવસ સારો રહેશે. સિંહ રાશિને વધારાની આવક થશે. નોકરિયાત વર્ગને ટ્રાન્સફર તથા પ્રમોશનની શક્યતા છે.

કન્યા રાશિ માટે દિવસ ફાયદાકારક રહેશે. અટકેલા પૈસા મળશે. વૃશ્ચિક રાશિના નોકરિયાત વર્ગને પ્રગતિની તકો મળશે. આર્થિક દૃષ્ટિકોણથી દિવસ સારો જશે. ધન રાશિની સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાનો અંત આવશે. આ ઉપરાંત મેષ. તુલા, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

6 જુલાઈ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં વધારે કામથી રાહત મેળવવા માટે આજનો દિવસ મનોરંજન તથા પરિવાર સાથે પસાર થશે. જેથી શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિ જળવાયેલી રહેશે. જો કોઈ નિર્ણય લેવો પડે તો હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે દેખાડાના ચક્કરમાં ખોટા ખર્ચ થઈ શકે છે. કોઈના કારણે ખોટું બોલવાનો આરોપ પણ ભારે પડી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો. આવું કરવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વર્તમાન સ્થિતિ ઉપર જ ધ્યાન આપો.

લવઃ- પારિવારિક વાતાવરણને સુખદ જાળવી રાખવામા જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમીને લગતી સ્વાસ્થ્ય પરેશાની રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજે થોડો સમય મિશ્રિત ફળ આપનાર રહેશે. આ વાતને ધ્યાનમા રાખવી જરૂરી છે કે અન્ય લોકોનું માન-સન્માન પ્રાપ્ત કરવાનું છે કો અન્ય લોકોને માન-સન્માન આપવું પણ પડશે. આ સમયે રોકાણને લગતી યોજનાઓ ખૂબ જ ફળદાયક રહેશે.

નેગેટિવઃ- વ્યક્તિગત કાર્યો સાથે-સાથે એવું પણ ધ્યાન રાખવું કે ઘરના વડીલોને ઇગ્નોર ન કરો. પાડોસી કે મિત્રો સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. આ પ્રકારની કોઈ ઝંઝટમાં પડો નહીં તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે થોડો સુધાર આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકશો. બાળકોમાં નિયમિતતા લાવવા માટે થોડા કાયદાઓ પણ બનશે. જેથી તેમની દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે. તમારા વ્યક્તિગત કાર્યોમાં પણ સફળતા મેળવવા માટે ભરપૂર મહેનત કરો.

નેગેટિવઃ- અટવાયેલું કોઈપણ પેમેન્ટ આવવાના કોઈ અણસાર નથી. હાલ ધૈર્ય રાખવું જ યોગ્ય છે. વિતેલી નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. આ સમય નિર્ણય લેવામાં પણ મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે ગતિવિધિઓ ધીમી રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે ભાવનાત્મક પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી પરેશાનીઓની નિયમિત દેખરેખ કરાવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહી શકે છે. તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તથા લોકોનો સહયોગ તમારા માટે લાભદાયી પરિસ્થિતિ બનાવી રહ્યો છે. તમારી પ્રતિભાના બળે તમે તમારી અલગ ઓળખ બનાવવામાં પણ સફળ રહી શકો છો.

નેગેટિવઃ- વધારે કામ વચ્ચે તમે થોડો સમય પોતાના પરિવાર અને મિત્રો માટે પણ જરૂર કાઢો. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં આવશો નહીં. વાતો કરતી સમયે ધ્યાન રાખો કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન થાય.

વ્યવસાયઃ- નોકરી તથા વેપાર બંને જગ્યાએ વાતાવરણ અનુકૂળ રહેશે.

લવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાકનો અનુભવ થઈ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ સામાજિક સંસ્થામાં તમારો યોગ્ય સહયોગ તમને સન્માનિત કરી શકે છે. આજે ખર્ચ વધારે રહી શકે છે. આ ખર્ચ સારો અને પડકાર માટેનો રહેશે. એટલે ગભરાશો નહીં. થોડી નવી જાણકારીઓ પણ આ સમયે તમને મળી શકે છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીને લગતા સુખદ સમાચાર મળવાથી મનમાં થોડું વૈરાગ્યની સ્થિતિ રહેશે. થોડા સમય માટે આત્મવિશ્વાસ પણ ડગમગાઈ શકે છે. આ સમયે તમારી ઇચ્છા પૂર્તિ માટે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું.

વ્યવસાયઃ- વ્યવસાયિક વિઘ્ન ઘણી હદે દૂર થઈ શકે છે.

લવઃ- લવ અફેરના મામલે સાવધાન રહો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે બધા કામ સમય પ્રમાણે પૂર્ણ થવાથી મનમાં સંતોષનો ભાવ રહી શકે છે. મેલજોલનો સમય છે. તમારા સંપર્કોને વધારે મજબૂત બનાવો. જો કોઈ રૂપિયા અટવાયેલાં છે તો આજે તેની વસૂલી માટે કોશિશ કરતાં રહો.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરો. જેના કારણે નુકસાન થવાની શક્યતા છે. પીઠ પાછળ તમારી આલોચના થઈ શકે છે જેથી તમારી અંદર નકારાત્મકતા પણ આવી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- તમારા અંગત અને વ્યવસાયિક કાર્યોમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી યોગ્ય વ્યવસ્થા બની રહેશે.

લવઃ- તમારી બધી યોજનાઓમા જીવનસાથી તથા પરિવારના લોકોને જરૂર સામેલ કરો.

સ્વાસ્થ્યઃ- આજે થોડી નબળાઈ અનુભવ થઈ શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- કોઈ મિત્ર સાથે મુલાકાત થશે તથા જૂની યાદ પણ તાજા થઈ શકે છે. જો કોઈ કોર્ટ કેસ કે વ્યક્તિગત વિવાદ ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષમાં રહી શકે છે. એટલે પહેલાંથી જ તેના અંગે સંપૂર્ણ જાણકારી લેવી.

નેગેટિવઃ- આજે વધારે મેલજોલથી દૂર રહો. કોઈને પણ માંગ્યા વિના સલાહ આપશો નહીં. નહીંતર તેનું નુકસાન ભોગવવું પડી શકે છે. બાળકોના અભ્યાસ અને કરિયરને લઇને પણ તેમની સાથે ચર્ચા-વિચારણાં કરવી જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં છેલ્લાં થોડા દિવસોમાં સુધાર તો આવી રહ્યો છે, પરંતુ હાલ મન પ્રમાણે પરિણામ મળવામાં થોડી રાહ જોવી પડી શકે છે.

લવઃ- ઘરના કોઈ મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સમય ચર્ચા-વિચારણાં તથા આત્મ નિરીક્ષણ કરવાનો છે. તમે તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. જો કોઈ સ્થાન પરિવર્તનને લગતી યોજના બની રહી છે તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે તેમને શરૂ કરવી પણ જરૂરી છે. અહંકાર અને અતિ આત્મવિશ્વાસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. ક્યારેક વધારે ડિસિપ્લિન થવું અને દખલ કરવી પણ અન્ય લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વસ્થ રહેવા માટે સંતુલિત અને વ્યવસ્થિત દિનચર્યાનું પાલન કરવું જરૂરી છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- જો કોઈ જમીનને લગતી સમસ્યા ચાલી રહી છે તો આજે તેનો ઉકેલ મળવાની આશા છે. કામ પ્રત્યે સમર્પણની ભાવના તમને નવો માર્ગ શોધી આપી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ- તમારી કોઈ વસ્તુ ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારી વસ્તુઓને સાચવો. નકારાત્મક વિતેલી વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. કેમ કે તેનાથી તણાવ સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં થોડી નબળાઈ રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- બાળકોને લગતી કોઈ સમસ્યા ઉકેલાઈ જવાથી સુકૂન અને રાહત મળી શકે છે. તમારા કાર્યો તરફ ધ્યાન આપો. આ સમયે ભાઈ કે કોઈ નજીકના સંબંધીની પરેશાનીમાં તેમનો સહયોગ કરવો પડી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક થોડાં નકારાત્મક વિચાર હાવી થઈ શકે છે, પરંતુ તમે મનોબળ અને આત્મવિસ્વાસ દ્વારા તેમના ઉપર કાબૂ મેળવી શકો છો. આજે કોઈ નવી યોજના ન બનાવો તો સારું રહેશે.

વ્યવસાયઃ- જો કોઈ નવો વેપાર કે કામ શરૂ કર્યું છે, તો તેમાં વધારે મહેનત પછી જ સફળતા મળશે.

લવઃ- લવ પાર્ટનરના ખરાબ વ્યવહારના કારણે અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે વાસી ભોજન અને બહારનું ખાનપાન ટાળો

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે દૈનિક કાર્યોને ટાળીને તમારા અંગત જીવનના કાર્યો ઉપર જ ધ્યાન આપો. વ્યક્તિત્વ નિખારવા માટે કસરત કે જિમ કરી શકો છો. નજીકના લોકો સાથે ગેટ-ટુ-ગેધર થઈ શકે છે.

નેગેટિવઃ- આર્થિક રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર તરત નિર્ણય ન લઇને ફરી વિચાર કરવો જરૂરી છે. તમારી આર્થિક ગતિવિધિઓ અંગે વધારે દેખાડો ન કરો. કોઈના ઉપર વધારે ગુસ્સો કરવો તમારા માટે પણ માનહાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમારા ભાવી લક્ષ્ય પ્રત્યે એકાગ્રચિત્ત અને યોગ્ય રીતે કામ કરવાથી ખૂબ જ સફળતા મળી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સારી જળવાયેલી રહેશે. એટલે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલવામાં પણ પરિજનોનો સહયોગ મળી શકે છે. આ સમયે ભાઇઓ સાથે કોઈ મતભેદ થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. જોકે, થોડી જ વારમાં પરિસ્થિતિઓ સામાન્ય પણ થઈ જશે.

વ્યવસાયઃ- દિવસની શરૂઆતમાં કાર્યક્ષેત્ર પ્રત્યે થોડી ચિંતા રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ સામાન્યા વાતને લઇને થોડો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.