• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On Thursday, Capricorns Will Get A Sudden Benefit Related To Rupees And Expenses Will Increase To Improve Personal Matters But Income Will Also Increase.

ટેરોકાર્ડ રાશિફળ:ગુરુવારે મકર જાતકોને અચાનક રૂપિયાને લગતો ફાયદો મળશે અને વ્યક્તિગત બાબતોમાં સુધારો લાવવા ખર્ચ વધશે પરંતુ આવક પણ વધતી રહેશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ PAGE OF WANDS

કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થયેલી મદદને લીધે તમારી અંદર ઉત્સાહ વધશે. જે વાત તમને કઠિન લાગતી હતી તેને ઉકેલવાનો માર્ગ ભલે ન મળે પરંતુ પ્રયત્ન કરવાનો ઉત્સાહ જાળવી રાખજો, પરિસ્થિતિ ઝડપથી તમારી અનુકૂળ થઈ જશે. પોતાના જીવન પ્રત્યે હકારાત્મકતાનો અનુભવ કરશો જેનાથી મોટા લક્ષ્ય તરફ આગળ વધવું શક્ય બનશે.

કરિયરઃ- કામને લગતી આપવામાં આવેલ ડેડલાઈન પ્રમાણે કામ ન થવાને લીધે કેટલાક લોકો નારાજ થશે, પરંતુ નારાજગીને તમે ઝડપથી દૂર કરી દેશો.

લવઃ- પાર્ટનરની પ્રત્યે રાખવામાં આવેલ વિચારોમાં ફેરફાર લાવવાની જરૂર છે.

હેલ્થઃ- શરીરની ગરમી વધવાને લીધે તકલીફ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

-------------------------------

વૃષભ TEN OF CUPS

પરિવારના લોકો દ્વારા પ્રાપ્ત થયેલ સાથને લીધે અત્યાર સુધી જે માનસિક તણાવનો સામનો તમે એકલા જ કરી રહ્યા હતાં, તે દૂર થવા લાગશે. પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્ન ઝડપથી નક્કી થઈ શકે છે. વ્યક્તિગત જીવનની સાથે જ બીજા લોકોની પ્રગતિ થતી જોઈને તમને સારો અહેસાસ થશે. જેના કારણે કામની ગતિ થોડી ધીમી કરીને તમે જીવનનો આનંદ લેવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- કરિયરને લગતી બનાવવામાં આવેલી યોજના તમારી અપેક્ષા પ્રમાણે આગળ વધશે અત્યારે નવા કામની શરૂઆત ન કરશો.

લવઃ- પાર્ટનર્સ ધીરે-ધીરે પ્રયત્ન કરીને એક-બીજાની સાથે સંબંધો સુધારશે.

હેલ્થઃ- યૂરિનને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

-------------------------------

મિથુન TEN OF SWORDS

જેની તમે તીવ્ર ઈચ્છા ધરાવો છે તે કઠિન લાગવાથી માનસિક રીતે તમને તકલીફ રહી શકે છે. પોતાના સીમિત વિચારોથી બહાર નિકળીને કોઈ વ્યક્તિનો સાથ તમને મળી રહ્યો છે અને કયા પ્રકારે તમે પોતે જ જીવનને હકારાત્મક બનાવી રહ્યાં છે તે સમજવું પડશે.

કરિયરઃ- કરિયરને લગતી રાખવામાં આવેલી અપેક્ષાઓ મોટી છે પરંતુ તે પ્રમાણે તમે પ્રયત્ન નથી કરી રહ્યાં તેના લીધે ઉદાસી આવી શકે છે.

લવઃ- નકામા લગતા સંબંધોને જીવનથી બહાર ફેંકો અને પોતાના પર ધ્યાન આપો.

હેલ્થઃ- પેટ દર્દની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

-------------------------------

કર્ક TWO OF WANDS

તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય પર ટકી રહેવું ખૂબ જરૂરી છે. વારંવાર બદલવામાં આવેલ નિર્ણયને લીધે તમારી અંદર બેચેની પેદા થઈ શકે છે. સાથે જ લોકોનો તમારી ઉપર રાખેલ વિશ્વાસ પર ઓછો થવા લાગશે. જીવનની બાબતમાં કોઈ મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયથી કામ કરવું તમારી માટે જરૂરી છે. તમારી વધતી ઈચ્છાશક્તિને કારણે કઠિનાઈઓનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર રહો.

કરિયરઃ- કામને લગતી દરેક નાની વાત પર ધ્યાન આપવાને લીધે કામની ક્વોલિટી સુધરશે સાથે જ લોકોની પ્રશંસા પણ મળશે.

લવઃ- રિલેશનશીપને લગતો મોટો નિર્ણય લેવા માટે તમે અત્યારે સક્ષમ નથી. પોતાની નબળાઈને જાણીને ફેરફાર કરવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં બદલાવ લાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 6

-------------------------------

સિંહ NINE OF WANDS

આગામી કેટલાક દિવસોમાં મળનારી તક તમારી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, આ તકને લીધે તમે તમારી ક્ષમતાઓને સમજી શકશો. લોકો દ્વારા મળી રહેલ પ્રશંસાને લીધે પોતાને વધુ શ્રેષ્ઠ બનાવવાનો ઉત્સાહ પણ વધારી શકો છો. કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે તમારી માનસિક સમસ્યાને ધ્યાન રાખવી જરૂરી છે.

કરિયરઃ- પોતાના કાર્યક્ષેત્રમાં અને શ્રેષ્ઠ બનવા માટે કામને લગતી જવાબદારીઓ સ્વીકાર કરતા રહો.

લવઃ- પાર્ટનરને અનુભવાતી ઉદાસીને તમે પ્રયત્ન કરીને દૂર કરી શકો છો.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------

કન્યા KING OF WANDS

તમારી અંદર વધી રહેલી હકારાત્મકતાને લીધે તમારી આસપાસનું વાતાવરણ પણ બદલાતું જોવા મળશે. જે લોકો તમારાથી માનસિક રીતે જોડાયેલા છે તેમને તમે પ્રેરિત કરી શકશો. કામને લગતી ભાગદોડી કે જીવનમાં વધી રહેલી વ્યસ્તતાને લીધે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખશો.

કરિયરઃ- કામ માટે લોકોની સાથે સંબંધ બદલાતો જોવા મળશે. કોઈ પણ વ્યક્તિની પ્રત્યે કડવાશ પેદા ન થવા દો.

લવઃ- રિલેશનશીપમાં હકારાત્મકતા વધતી રહેશે.

હેલ્થઃ- દર્દની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-------------------------------

તુલા KNIGHT OF WANDS

લાગણીઓના પ્રભાવમાં આવીને કોઈ નિર્ણય બદલવાની જરૂર રહેશે. આ નિર્ણય બદલતી વખતે ઘણી હદે નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે પરંતુ કોઈપણ વ્યક્તિની સાથે સંબંધ ખરાબ ન થાય એ વાતનું ધ્યાન રાખજો. રૂપિયા સાથે જોડાયેવી વાતોને લીધે તણાવ ચાલતો રહેશે તેમ છતાં ક્ષમતા પ્રમાણે પ્રયાસ કરતા રહો. તમારા પ્રયત્નો દ્વારા જ આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ લોકો દ્વારા પ્રાપ્ત મળી રહેલી ટીકાઓ પર વિચાર જરૂર કરો.

લવઃ- પાર્ટનર દ્વારા કોઈ બાબતે તમારા પર દબાણ કરવામાં આવી શકે છે.

હેલ્થઃ- શારીરિક નબળાઈ અને તાવની તકલીફ રહી શકે છે. શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

-------------------------------

વૃશ્ચિક JUSTICE

કામને લગતી બાબતોમાં સંતુલન અનુભવવાને લીધે પરિવારની પ્રત્યે ધ્યાન આપી શકો છો. પારિવારિક જવાબદારીઓને નિભાવતી વખતે જે લોકો દ્વારા કટુ અનુભવ થઈ રહ્યો છે તેમની સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરજો. જે પ્રકારે તમારા દ્વારા સંવાદ કરવામાં આવશે એ પ્રકારે જ સંબંધોમાં સુધારો કરી શકશો.

કરિયરઃ- વેપારમાં જોડાયેલ લોકોને આજનો દિવસ વિશેષ ફળદાયી રહેશે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલ નિર્ણય લેતી વખતે વિચાર અને લાગણીઓ બંનેને મહત્વ આપવાની જરૂર છે.

હેલ્થઃ- શારીરિક નબળાઈ વધવાને લીધે બેચેની રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

-------------------------------

ધન QUEEN OF WANDS

નવા કામની શરૂઆત થતી જોવા મળે. અનેક પ્રશ્નોનો જવાબ તમને સરળતાથી મળી રહેવાથી મનમાં પેદા થયેલ નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવું તમારી માટે સરળ રહેશે. પસંદગીના લોકો સાથે સંબંધોને સુધારી શકો છો.

કરિયરઃ- કામને લગતો ટાર્ગેટ પૂરો કરી શકવાને લીધે તમે ઈન્સેન્ટિવ મેળવવાનો પ્રયાસ કરી શકો છો.

લવઃ- પાર્ટનરની સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરશો.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-------------------------------

મકર ACE OF PENTACLES

રૂપિયાને લગતો ફાયદો અચાનક મળી શકે છે. વ્યક્તિગત બાબતોમાં સુધારો લાવવા માટે કેટલોક ખર્ચ અચાનક વધી શકે છે. હાલના સમયમાં થનારા ખર્ચાને નકારાત્મક રીતે ન લેશો. જે પ્રકારે ખર્ચો થશે, એ જ પ્રકારે આર્થિક આવક પણ મળી શકે છે. એટલા માટે ચિંતા કરવાનું કોઈ કારણ નહીં રહે.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરનાર લોકોને કામ મળવાથી માનસિક શાંતિ મળી શકે છે.

લવઃ- પાર્ટનરની સાથે સંબંધોમાં સુધારો કરવામાં માટે ધીરે-ધીરે પ્રયત્ન કરતાં રહો.

હેલ્થઃ- વધુ થાક લાગવાને લીધે બેચેની અને ચિડ વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-------------------------------

કુંભ TEMPERANCE

જીવનમાં મળી રહેલાં અનુભવોનો સારી રીતે ઉપયોગ કરીને તમે પોતાનામાં સુધારો લાવવાનો પ્રયાસ કરી શકો છો. આધ્યાત્મિક વાતોની સાથે જ ભૌતિક સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ એટલી જ તીવ્ર થતી જોવા મળશે. તમારા દ્વારા મોટી ખરીદી થઈ શકે છે. પરંતુ આ નિર્ણયને લીધે આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન વધશે. કરિયર સાથે જોડાયેલ મહત્વપૂર્ણ નિર્ણય આગામી કેટલાક દિવસોમાં લઈ શકો છો.

લવઃ- રિલેશનશીપને લગતી નકામી ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ- શરીરને ડિહાઈડ્રેટ ન થવા દેશો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------------

મીન SIX OF WANDS

દિવસની શરૂઆતમાં અચાનક કોઈ મોટી સમસ્યા ઉકેલાતી જોવા મળશે જેના કારણે અત્યાર સુધી અનુભવાતી ઉદાસીનતા દૂર થશે. મિત્રોની સાથે વાતચીત કરીને ઉત્પન્ન થયેલા વિવાદોને દૂર કરી શકાય છે. તમારા દ્વારા કોઈપણ પ્રકારની લાપરવાહી ન થાય તે વાતનું ધ્યાન આપો.

કરિયરઃ- કામને લગતી કોઈ મહતેવપૂર્ણ વાતોને જાણતા-અજાણતા અવોઈડ કરવાને લીધે ફરીથી કરવું પડી શકે છે.

લવઃ- રિલેશનશીપમાં અચાનક ફેરફાર આવી શકે છે.

હેલ્થઃ- વજનને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4