બુધવારનું ટેરોકાર્ડ રાશિફળ:18મીએ વૃષભ જાતકોને સીમિત માત્રામાં આવક રહેવાથી રૂપિયાનો ઉપયોગ સાવધાનીથી કરવો પડશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ SEVEN OF CUPS

તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ નિર્ણય તમારી અંદર ડર પેદા કરી શકે છે. આ નિર્ણયને લગતા અત્યાર સુધી અનુભવ ન મળવાને લીધે વિશ્વાસ ઓછો થશે, પરંતુ નવી વાતોને શીખવાનો આ મોકો છે આ વાત ધ્યાનમાં રાખીને પ્રયત્ન ચાલું રાખજો. કામ ગમે એટલું કઠિન કેમ ન લાગે અ઼ડધુ છોડીને લક્ષ્યમાં પરિવર્તન લાવવાની ભૂલ ન કરો. કરિયરઃ- કામને લગતી ગંભીરતા વધવાને લીધે કામની નવી તકો તમે શોધી શકો છો.

લવઃ- રિલેશનશીપને લગતી મહત્વપૂર્ણ જાણકારી ઝડપથી મળી જશે.

હેલ્થઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

---------------------------------

વૃષભ KNIGHT OF PENTACLES

રૂપિયાનો ઉપયોગ સારી રીતે કરવાની જરૂર રહેશે. આજના દિવસે આર્થિક આવક સીમિત રહેશે જેના લીધે ભવિષ્યને લગતી કેટલીક વાતો વિશે ઠોસ નિર્ણય તમે લઈ શકો છો. ભવિષ્ય સાથે જોડાયેલી વાતો વિશે વિચાર કરીને વર્તમાનને બદલવાનો તમે પ્રયાસ કરશો. કરિયરઃ- કામને લગતી જે વાતોમાં સ્થિરતા આવી છે, અત્યારે બસ તેના પર જ ધ્યાન આપો.

લવઃ- રિલેશનશીપને લગતો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પરિવાર સાથે ચર્ચા કરવી જરૂરી છે.

હેલ્થઃ- પગમાં દુઃખાવો રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

---------------------------------

મિથુન THE DEVIL

તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ વિચારને અમલમાં લાવવાનો પ્રયાસ તમે કરશો. જીવનને લગતી હકારાત્મકતા લાગવાને લીધે મહત્વપૂર્ણ વાતોની ચર્ચા પરિવારના લોકોની સાથે તમે કરશો. જે વાતોમાં તમારા પ્રયત્ન દ્વારા બદલાવ જોવા મળી રહ્યો છે હાલના સમયમાં તેની પર જ ધ્યાન આપો.

કરિયરઃ- કરિયરને લગતી મહત્વપૂર્ણ અને અપેક્ષા પ્રમાણે તક તમને ઝડપથી મળી જશે.

લવઃ- રિલેશનશીપને લગતા કમિટમેન્ટ પ્રાપ્ત થશે.

હેલ્થઃ- પેટની બળતરા તકલીફનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-1

---------------------------------

કર્ક THE EMPEROR

મહેનત દ્વારા જ આજે નક્કી કરેલાં કામોને અંજામ સુધી લઈ જવા તમારી માટે શક્ય બનશે. બીજા લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે ચિંતા પેદા થઈ શકે છે. પોતાના દ્વારા રાખવામાં આવેલ અપેક્ષા મોટી છે જેને તમે ઓછા સમયમાં પૂરી કરવા માગો છો. વર્તમાન સાથે જોડાયેલી દરેક વાતમાં જાગરુકતા બનાવી રાખીને કામ કરવાની જરૂર છે. કરિયરઃ- કામ સાથે જોડાયેલી જે વાતો વાતોનો તણાવ લાગતો હતો તે દૂર થશે.

લવઃ- રિલેસનશીપને લગતી ચિંતા તમારા વિચારોને લીધે જ છે.

હેલ્થઃ- ઘુંટણની તકલીફ વધી શકે છે. શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

---------------------------------

સિંહ KING OF CUPS

કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે તેમની લાગણીઓને દુખવવામાં ન આવે તેનું ધ્યાન રાખજો. પરિવારના લોકોની સાથે ચર્ચા કરતી વખતે ભૂતકાળને લગતી વાતોનો ઉલ્લેખ આજના દિવસે ટાળજો. જો કોઈ વાતને લગતી ચર્ચા પેદા થાય તો તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે વિવાદ પેદા ન થાય તેનું ધ્યાન રાખજો. કરિયરઃ- વેપારમાં જોડાયેલ લોકોને મિત્રો દ્વારા કામની તક મળી શકે છે.

લવઃ- રિલેસનશીપને લગતી જે વાતોમાં ચિંતાનો અનુભવ થાય છે તે દૂર થવા લાગશે.

હેલ્થઃ- પેટના દુઃખાવાની તકલીફ ખોટા ખાન-પાનને લીધે થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

---------------------------------

કન્યા KING OF WANDS

તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ નિર્ણય પર ફરીથી વિચાર કરી શકાય છે. તમે ભલે નિર્ણય ન બદલો રંતુ કેટલીક વાતોનું અવલોકન કરીને દૂર દ્રષ્ટિ રાખીને કામ કરવાની જરૂર છે. હાલના સમયમાં વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન આપવાની જરૂર છે. બીજા લોકોની સમસ્યાઓને પોતાની ક્ષમતા પ્રમાણે જ ઉકેલવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામને લગતી કેટલીક વાતોમાં પોતાની અંદર સુધારો લાવવો જરૂરી રહેશે.

લવઃ- પરિવાર દ્વારા બતાવવામાં આવેલ સંબંધ પર વિચાર જરૂર કરો.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

---------------------------------

તુલા NINE OF PENTACLES

રૂપિયાની આવકમાં થયેલા વધારાને લીધે તમારો વિશ્વાસ અને અહંકાર પણ વધી શકે છે. જેને કારણે બીજા લોકોની સાથે વર્તન અચાનક બદલી શકો છો. ખર્ચ પર નિયંત્રણ રાખજો. પોતાની જીવનશૈલીને સુધારવા માટે કરવામાં આવેલ ખર્ચ બેકાર સાબિત થઈ શકે છે. કરિયરઃ- કામ સાથે જોડાયેલી કોઈપણ બાબતમાં સ્થિરતા પ્ાપ્ત કરવા માટે સંયમ રાખીને પ્રયાસ કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલાં સહયોગને લીધે પરિવારને લગતી સમસ્યાઓને દૂર કરવી સરળ રહેશે.

હેલ્થઃ- ખબામાં દુઃખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

---------------------------------

વૃશ્ચિક ACE OF CUPS

જે વાતોને લીધે તમે માનસિક શાંતિ પ્રાપ્ત થઈ રહી છે. એ વાતો પર જ ધ્યાન આપવાનો પ્રયાસ કરો. પરિવારની કોઈ નજીકની વ્યક્તિ દ્વાર ખુશખબર મળી શકે છે. પોતાની જીવનશૈલીમાં થોડો બદલાવ લાવીને નવી વાતો શીખવાનો પ્રયાસ કરજો.

કરિયરઃ- કામને લગતી કોઈપણ વાતમાં મોટું રિસ્ક લેવું રિસ્કી રહેશે.

લવઃ- પાર્ટનરની સાથે સંવાદ સુધારવાને લીધે એકબીજાની સમસ્યાઓને ઉકેલવી સરળ રહેશે.

હેલ્થઃ- સુગરને લગતી તકલીફ થવાની શક્યતા પેદા થઈ રહી છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

---------------------------------

ધન KNIGHT OF CUPS

જૂના લોકોની સાથે થયેલી મુલાકાતને લીધે એક-બીજાના જીવનમાં આવેલ પરિવર્તનનો અહેસાસ થશે. નવા લોકોની સાથે ઈમોશનલી રીતે જોડાવાનો પ્રયાસ તમે કરશો. જૂના કોઈપણ સંબંધને લગતી કોઈ કડવાહટ દૂર થઈ શકે છે.

કરિયરઃ- કામને લગતા રાખવામાં આવેલ ટાર્ગેટ પૂરાં કરતી વખતે એકાગ્રતા વધારવાની જરૂર છે.

લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત થઈ રહેલી પ્રપોઝલ વિશે વિચાર જરૂર કરો.

હેલ્થઃ- શરીર ડિહાઈડ્રેટ થતું જોવા મળશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 8

---------------------------------

મકર NINE OF WANDS

મનમાં જે વાતો વિશે ડર લાગી રહ્યો છે તેનો સામનો આજે કરવાની જરૂર છે. તમારા વિચાર અને ડરને કારણે તમે પોતાની માટે અડચણરૂપ બની રહ્યાં છો. દરેક સમયે દરેક વાત વિશેની જાણાકરી પ્રાપ્ત હોવી કે દરેક પ્રશ્નનો જવાબ મેળવવો શક્ય નથી હતો. એટલા માટે સ્વભાવમાં નરમાશ લાવીને પરિસ્થિતિ જેવી છે તેવી જ તેન સ્વીકાર કરીને આગળ વધો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી ચિંતા રહી શકે છે.

લવઃ- ભૂતકાળમાં પાર્ટનર દ્વારા પ્રાપ્ત થયેલાં કડવા અનુભવોને લીધે એક-બીજાની પ્રત્યે રાખવામાં આવેલ વિશ્વાસ ઓછો થઈ શકે છે.

હેલ્થઃ- માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-1

---------------------------------

કુંભ THE MOON

મનમાં પેદા થઈ રહેલી દુવિધાને દૂર કરવા માટે કોઈ વ્યક્તિની મહત્વપૂર્ણ સલાહ આજે તમને મળશે. ભલે માનસિક રીતે અનુભવાતી તકલીફ પૂરી રીતે દૂર ન થાય પરંતુ તેને દૂર કરવાનો રસ્તો તમને જરૂર મળશે. પોતાના વ્યક્તિત્વની હકારાત્મક વાતો પર ધ્યાન આપીને નકારાત્મક વાતોમાં ફેરફાર લાવાવનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામની જગ્યાએ થયેલી કોઈ ભૂલનું મૂલ્યાંકન આજે તમે કરી શકો છો.

લવઃ- બીજા લોકોનો વધતો હસ્તક્ષેપ સંબંધને તોડી શકે છે.

હેલ્થઃ- આજે સ્વાસ્થ્ય સારું રહે પરંતુ બદલાતી સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

---------------------------------

મીન TWO OF CUPS

લોકો સાથેના સંબંધોમાં સુધારો થશે. એક-બીજાની પ્રત્યે અનુભવાતી નારાજગીને દૂર કરવા માટે બંને પક્ષ દ્વારા સામનો થઈ શકે છે. હાલના સમયમાં કોઈપણ વ્યક્તિની સાથે આર્થિક વ્યવહાર કરવાનું ટાળજો, જ્યાં સુધી તમે વાતોને સ્પષ્ટ રીતે બોલી ન શકતા હોવ ત્યાં સુધી. રૂપિયાને લીધે કોઈપણ પ્રકારની થયેલી ગલતફેમી પેદા ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો.

કરિયરઃ- કલા ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને પરિચિત વ્યક્તિ દ્વારા મોટા પ્રોજેક્ટ મળી શકે છે.

લવઃ- લગ્ને લગતો નિર્ણય તમારી મરજી પ્રમાણે થશે.

હેલ્થઃ- પગના દુઃખાવા અને માંસપેશીઓમાં ખેચ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3