• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On Sunday, The Natives Will Be Excited And Excited About The Preparations For The Festivals, This Time The Planetary Position Will Be In The Party.

15 નવેમ્બરનું રાશિફળ:રવિવારે જાતકોમાં તહેવારોની તૈયારીને લઇને ઉમંગ અને જોશ રહેશે, આ સમયે ગ્રહ સ્થિતિ પક્ષમાં રહેશે, અશુભ યોગથી સંભાળવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15 નવેમ્બર રવિવારના રોજ વિશાખા નક્ષત્ર હોવાને કારણે ઉત્પાત નામનો અશુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ કારણે છ રાશિઓના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે. એસ્ટ્રોલોજર ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે અમુક લોકોએ લેતીદેતીમાં અને મોટા નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ. અશુભ યોગને કારણે ધનહાનિ અને વિવાદ થવાની આશંકા છે. કામકાજમાં મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે, જેને કારણે આખો દિવસ તણાવ અને દોડધામ પણ રહી શકે છે. આ સિવાય અન્ય છ રાશિના જાતકો ગ્રહોના અશુભ પ્રભાવથી બચી જશે. આ રાશિઓના જાતકોએ વિચારેલાં કાર્યો પૂર્ણ થશે.

15 નવેમ્બર, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ સંસ્થા સાથે જોડાવાનો પ્રસ્તાવ મળી શકે છે. આ તલને હાથમાંથી જવા દેશો નહીં. તેની સાથે જ તમારા પોતાના કાર્યો પ્રત્યે પણ જાગરૂત રહો અને તમારી યોજનાઓને ગુપ્ત રાખીને આગળ વધો.

નેગેટિવઃ- આ સમયે કોઇ કામને અનુરૂપ પરિણામ ન મળવાથી તણાવ લેશો નહીં પરંતુ ધૈર્ય જાળવી રાખો. નજીકના ભવિષ્યમાં તમને તમારી આ મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- તમારા વ્યક્તિગત કાર્યોના કારણે આજે વ્યવસાયમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મોટાભાગનો સમય નજીકના સંબંધીઓ સાથે હળી-મળીને તથા કોઇ ધાર્મિક સમારોહમાં જવામાં પસાર થશે. ઘણાં લાંબા સમય પછી પોતાના લોકોને મળવાથી સુખ અને ઉત્સાહ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ સમયે તમારા સ્વભાવમાં લચીલાપણું તથા ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. કેમ કે, ક્યારેક તમારા સ્વભાવમાં શંકા અને વહેમ જેવી સ્થિતિ ઊભી થવાથી તમારા પોતાના માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં છેલ્લાં દિવસોમાં તમે જે પરિવર્તન કર્યાં છે, તે લાભદાયક સાબિત થશે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ જાળવી રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- જો કોઇ સ્થાને રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. પ્રોપર્ટી કે અન્ય કોઇપણ કાર્યને લગતા વિઘ્ન કોઇ મિત્ર દ્વારા ઉકેલાઇ શકે છે, એટલે કોશિશ કરો.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. તેમની સંગત કરવાથી તમારી પણ માનહાનિ થઇ શકે છે. ખોટાં કાર્યોમાં રૂપિયા ખર્ચ થઇ શકે છે. આ સમયે ઘરના વડીલોને તમારી દેખરેખની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત ન થવાથી તણાવ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી સમસ્યા રહેશે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યાં હતાં, હવે તે કાર્યો પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. આજે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમારા પક્ષમાં છે, તમને તમારી મહેનત અને પરાક્રમ પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આ સમયે તમારા વિચારોનો પોઝિટિવ બનાવીને રાખવા જરૂરી છે. સ્વભાવમાં શંકા અને સંશય જેવી સ્થિતિ તમારા અને બીજા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આજે આર્થિક સ્થિતિ પણ થોડી નબળી રહેશે.

વ્યવસાયઃ- કોઇ અજાણ વ્યક્તિ સાથે મિત્રતા વધશે અને તેની કોઇ મહત્ત્વપૂર્ણ સલાહ તમારા વ્યવસાય માટે લાભદાયક રહેશે.

લવઃ- ઘરના બધા સભ્યો વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને થાઇરોઇડને લગતી તપાસ કરાવો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક સભ્યો સાથે સુખ-સુવિધાને લગતી શોપિંગ કરવામાં સમય પસાર થશે. ખર્ચ વધારે રહેશે. પરંતુ બધાના સુખ મળવાથી તેની નિરાશા ઓછી રહેશે. કોઇ સંબંધીને ત્યાંથી શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારોની સંકીર્ણતા પારિવારિક લોકોને પરેશાન કરી શકે છે. સમય સાતે તમારા સ્વભાવને પણ બદલવો જરૂરી છે. બાળકોના મનોરંજન સાથે-સાથે તમારી શિક્ષા ઉપર પણ ધ્યાન આપવું જોઇએ.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઇ નિર્ણય લેવામાં પરેશાની રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જીના કારણે તાવ અને શરદી રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- જો જમીન, ભવન વગેરેમાં રોકાણને લગતી કોઇ યોજના બની રહી છે, તો તેના અંગે તરત અમલ કરો કેમ કે, તે રોકાણ તમારા માટે ભાગ્યોદય કારક રહેશે. ઘરના યુવા તથા બાળકો પારિવારિક જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરી લેશે.

નેગેટિવઃ- કોઇ સમયે વિચારોમાં નકારાત્મકતા આવી શકે છે. તમારી અંદર પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય અને સારા લોકો સાથે સમય પસાર કરો. અન્યની ભાવનાઓને સમજીને તેમનું સન્માન કરો.

વ્યવસાયઃ- વ્યાપારી લોકો રિટેલની અપેક્ષા હોલસેલના કાર્યોમાં વધારે ડીલ કરે.

લવઃ- પતિ-પત્ની બંને જ વ્યસ્તતાના કારણે ઘરમાં સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- રાજનીતિ અને સામાજિક પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે. આ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેવાથી તમારા માન-સન્માન તથા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નજીકના ભવિષ્યમાં આ સંપર્ક ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- તમારા સરળ સ્વભાવના કારણે કોઇ વ્યક્તિ તમને વાતોમાં ફસાવીને પોતાનું કામ કઢાવી શકે છે. આ સમયે અન્યની ભાવનાને સમજવામાં ભૂલ કરશો નહીં. સાવધાન રહો. બિનજરૂરી ખર્ચ ઉપર પણ અંકુશ રાખો.

વ્યવસાયઃ- વર્તમાન સમય સંપૂર્ણ રીતે તમારા વેપાર ઉપર ફોકસ કરવાનો છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા વિચારોને પોઝિટિવ રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ઘરમાં તહેવારને લગતી તૈયારીઓનો જોશ અને ઉમંગ રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. એટલે સમયનો બગાડ ન કરીને તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સમય પસાર કરો.

નેગેટિવઃ- તમારા વિચાર અને વ્યવહારને પોઝિટિવ રાખો, ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ તમારા માટે જ પરેશાનીઓ ઊભી કરી શકે છે. આ સમયે યાત્રાને લગતી કોઇપણ યોજના બનાવતી વખતે તેના દરેક સ્તરે વિચાર કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સારી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ કરવાની સાથે-સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ અનુકૂળ બનવાથી આત્મવિશ્વાસ અને મનોબળમાં પણ વધારો થશે. અનુભવી તથા વડીલ લોકો સાથે થોડો સમય પસાર કરો. જેથી તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીમાં વધારે નિખાર આવશે.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારનું ઉધાર લેવા કે રોકાણ કરવામાં તમારા રૂપિયા લગાવશો નહીં. કેમ કે, આ કાર્યો માટે સમય અનુકૂળ નથી. આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- ગ્રહ નક્ષત્ર તમારા માટે થોડાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ બનાવી રહ્યા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે બાળકો કે ઘરની કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત તથા ગેસની સમસ્યા રહેશે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આજે દિવસભર પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતાથી પૂર્ણ કરો. યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહેશે. કોઇ ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- પરિવાર તથા બાળકોના મામલે વધારે ટોકાટોકી કરશો નહીં. તેમને તેમના અનુભવના આધારે કાર્ય કરવા દો. જેથી તેમાં આત્મવિશ્વાસની ભાવના જાગૃત થશે. ભાઇઓ સાથે સંબંધ મધુર રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

વ્યવસાયઃ- કોઇપણ નવા કામને શરૂ કરવા માટે દિવસ ઉત્તમ નથી.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં તણાવની અસર પરિવાર ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે રૂટીન દિનચર્યાથી અલગ થોડો સમય એકાંત અથવા ધાર્મિક સ્થળમાં પસાર કરો. તેનાથી તમને આત્મિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. આજે બધા પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય ટાળો.

નેગેટિવઃ- પારિવારિક ખર્ચ વધાર રહેશે, એટલે ખોટા ખર્ચ ઉપર અંકુશ જાળવી રાખવું જરૂરી છે. પારિવારિક મામલે જીવનસાથીનો સહયોગ કરવો પણ જરૂરી છે, નહીંતર વધારે કામની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય પ્રણાલી તથા ગતિવિધિઓમાં પારિવારિક લોકોનો સહયોગ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. કોઇપણ વાતમાં તણાવ લેવાની જગ્યાએ સમજદારીથી વસ્તુઓને સામાન્ય કરવાની કોશિશ કરો. તમારી યોગ્યતા અને સમજદારી દ્વારા તેમાં સફળ પણ રહેશો.

નેગેટિવઃ- તમારા કોઇ વ્યક્તિગત કાર્યમાં વિઘ્ન આવી જવાથી માનસિક તણાવ હાવી રહેશે. તમારી સમસ્યાઓને જાતે જ ઉકેલો. કોઇ અન્ય વ્યક્તિ પાસે કોઇ આશા રાખશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઠીક નથી.

લવઃ- ઘરના કોઇ સભ્યના લગ્નને લગતી યોજના બનશે

સ્વાસ્થ્યઃ- કોઇ જૂના રોગથી છુટકારો મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...