• Home
  • Dharm Darshan
  • Jyotish
  • On Sunday, the lord Mercury of Gemini and Virgo will change the sign, will affect the twelve signs of the zodiac.

ગ્રહ પરિવર્તન / રવિવારે મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ રાશિ બદલશે, બારેય રાશિ ઉપર અસર કરશે

X

  • મેષ રાશિ માટે બુધ લાભદાયક રહેશે, કર્ક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 01:08 PM IST

રવિવાર, 24 મેના રોજ બુધ ગ્રહ વૃષભથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 18 જૂને આ ગ્રહ વક્રી થશે અને 12 જુલાઈએ ફરીથી માર્ગી થઇ જશે. 1 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં જશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે મિથુન બુધના સ્વામિત્વ ધરાવતી રાશિ છે. એટલે મિથુન રાશિના લોકોને બુધના કારણે વિશેષ લાભ મળશે. આ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. જાણો બધી જ 12 રાશિઓ ઉપર બુધની અસર કેવી થશે.....

મેષઃ- તમારા માટે તૃતીય બુધ લાભ આપનાર રહેશે. લાભના નવા યોગ બનશે. વિઘ્નો દૂર થશે. સાથીનો સહયોગ મળશે.
વૃષભઃ- આ રાશિ માટે બુધ દ્વિતીય રહેશે. તમારા માટે પક્ષનો સમય રહેશે. જૂની સમસ્યાઓથી છુટકારો મળશે. ધન સંબંધી કાર્યોમાં મજબૂતી મળશે.
મિથુનઃ- આ રાશિ માટે બુધ વિશેષ લાભ આપનાર રહેશે. ઉન્નતિ મળી શકે છે. ધનલાભ મળવાના યોગ બનશે.
કર્કઃ- તમારા માટે બારમો બુધ વિઘ્નો વધારનાર રહેશે. સાવધાન રહીને કામ કરવું પડશે. ધન સંબંધી કાર્યોમાં ધૈર્ય જાળવી રાખવું.
સિંહઃ- આ લોકો માટે બુધ અગિયારમા ભાવનો થઇ જશે. કામ વધી જશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. કાર્ય પૂર્ણ થશે.
કન્યાઃ- તમારા માટે બુધ દશમ થઇ રહ્યો છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. ધનલાભ મળી શકે છે.
તુલાઃ- આ રાશિના લોકો માટે બુધની નવમ સ્થિતિ શુભ રહેશે. ઘર-પરિવારમાં સુખ જળવાયેલું રહેશે. ધનલાભ મળવાથી મન પ્રસન્ન રહેશે.
વૃશ્ચિકઃ- આ લોકો માટે આઠમા ભાવનો બુધ પરેશાનીઓ વધારનાર રહેશે. વધારે સાવધાન રહેવું પડશે. હાનિ થવાના યોગ બની રહ્યા છે. આળસથી બચવું.
ધનઃ- આ રાશિથી બુધ સાતમા ભાવનો રહેશે. આ લોકો જેટલી મહેનત કરશે તેટલો લાભ પ્રાપ્ત કરી શકશે. કાર્ય સફળ થશે.
મકરઃ- તમારા માટે બુધ દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર રહેશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. કાર્ય વધારે રહેશે.
કુંભઃ- તમારા માટે આ ગ્રહ પંચમ રહેશે. કોઇ ખાસ કામ પૂર્ણ થઇ શકે છે. પ્રભાવમાં વૃદ્ધિ થશે. ધનલાભ મળી શકે છે. અધૂરા કાર્યો પૂર્ણ થવાના યોગ છે.
મીનઃ- આ રાશિના લોકો માટે બુધ ચોથા ભાવનો રહેશે. જેના કારણે બિનજરૂરી ચિંતાઓ વધશે. નુકસાન થવાની સંભાવના છે. વિવાદોથી બચવાની કોશિશ કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી