8 જાન્યુઆરી, રવિવારનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે તમારું ધ્યાન આર્થિક મામલાઓ પર રહેશે. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. નજીકના મિત્રો અને સંબંધીઓનો સારો સહયોગ મળી રહેશે. ઘરમાં કોઈ સારા કામની યોજના બની શકે છે. કોઈપણ અજાણ વ્યક્તિ પર ભરોસો ન કરો અને ન તેમની વાતોમાં ફસાઓ. અંગત કાર્યોની સાથે-સાથે પારિવારિક કામ પણ કરવા જરૂરી છે.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ રંગઃ- 9
---------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આધ્યાત્મ અને ધર્મ-કર્મમાં રસ વધશે. તમારા વ્યક્તિત્વમાં પણ હકારાત્મક ફેરફાર આવશે. તમને તમારી પ્રતિભા અને ક્ષમતા બીજાને દેખાડવાની તક મળી શકે છે. સંતાનની હકારાત્મક ગતિવિધિઓથી શિથિલતા બની રહેસે. નજીકના મિત્રો અને સંબંધીઓની સાથે સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખજો. તમારે બસ બીજા લોકોની મદદ માટે વધારે વિવેકપૂર્ણ બનવું પડશે.
શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ રંગઃ- 3
---------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, કોઈપણ કામમાં દિલના બદલે મનનો અવાજ સાંભળજો. પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને કામ કરવાથી તમારી અનેક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. કોઈપણ પ્રકારની યાત્રાથી બચજો કારણ કે કોઈ હકારાત્મક પરિણામ મળે તેવું નથી લાગતું. નુકસાનની સ્થિતિ પેદા થઈ રહી છે. તણાવને તમે પોતાના પર હાવી ન થવા દેશો. તે તમારી કાર્યક્ષમતાઓને અસર કરી શકે છે. વેપાર સાથે જોડાયેલ કામોનું હકારાત્મક પરિણામ મળી શકે છે. શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
---------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે પોતાના આત્મવિશ્વાસના બળને મજબૂત બનાવી શકો છો. તે તમારા માટે ફાયદાકારક રહેશે. સાવધાન રહેજો અતિ આત્મવિશ્વાસ તમારી માટે નુકસાનદાયક સાબિત થશે. એટલા માટે જરૂરી છે તે તમે પોતાના વ્યવહાર પર વિચાર કરો. ધાર્મિક કાર્યોમાં દેખાડો ન કરશો.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
---------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આજે ગ્રહોની સ્થિતિ તમે પોતાના વિશે વિચારવા અને પોતાના માટે કામ કરવાનો સંદેશ આપી રહી છે. આ સમયે લેવામાં આવેલ સમજદારી ભર્યો નિર્ણય નજીકના ભવિષ્યમાં લાભદાયી સિદ્ધ થઈ શકે છે. ધર્મ-કર્મ અને આધ્યાત્મિક કાર્યોમાં પણ આસ્થા વધશે. સાથે જ ગ્રહ સ્થિતિ બતાવી રહી છે કે અહંકાર અને ક્રોધની સ્થિતિમાં ન ફસાશો તેનાથી સંબંધો ખરાબ થઈ શકે છે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
---------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, તમારું ધ્યાન માર્કેટિંગ અને મીડિયા સાથે જોડાયેલાં કાર્યો પર રાખો. આ સમયે કોઈપણ ફોન કોલને અવોઈડ ન કરો, કારણ કે કોઈ મહત્વપૂર્ણ કામના સમાચાર મળી શકે છે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા આત્મવિશ્વાસ અને મનોબળને વધારવામાં મદદ કરશે. કોઈપણ યોજના બનાવતી વખતે બીજાના નિર્ણયને વધુ પ્રાથમિકતા ન આપો. નહીં તો તમે કોઈની વાતોમાં ફસાઈ શકો છો. આજે તમારા ભાઈ-બહેન કે નજીકના સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારનો અણબનાવ થઈ શકે છે.
શું કરવું - ગૌમાતાને લીલુ ઘાસ ખવડાવો
શુભ રંગઃ- જાંબલી
શુભ અંકઃ- 8
---------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, સામાજિક સીમાઓ વધશે. તમારું વ્યક્તિત્વ પણ સારા માટે બદલાઈ શકે છે. જો કોઈ કોર્ટ કેસ હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ખરીદીમાં સમય વિતાવો અને બાળકો અને પરિવાર સાથે મસ્તી કરો. આર્થિક પક્ષને મજબૂત રાખવા માટે પોતાના ખર્ચ પર કંટ્રોલ રાખવો જરૂરી છે. કેટલાક લોકો તમારી સફળતાથી ઈર્ષા અનુભવે અને તમને બદનામ કરી શકે છે.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
---------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, પોતાની અંગત વાતોને કોઈની સામે પ્રગટ ન કરો. ગુપચુપ કરવામાં આવેલ કામ તમને સફળતા અપાવી શકે છે. કોઈ ખૂબ જ કઠિન કામ અચાનક થવાથી મન પ્રસન્ન રહેશે. તમારો સામાન અને દસ્તાવેજ સંભાળીને રાખો. તમે ઘરની દેખભાળ કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો બજેટનું ધ્યાન રાખજો. વ્યાવસાચિક તણાવની અસર ઘર પર ન પડે તેનું ધ્યાન રાખજો.
શું કરવું - ગણેશજીને મોદક ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
---------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, કેટલાક ખાસ લોકો સાથે તમારો સંપર્ક આવવાથી તમારી વિચારસણીમાં હકારાત્મક ફેરફાર આવશે. પોતાના કામમાં જાગરુકતા અને એકાગ્રતા રાખવાથી સફળતા જરૂર મળી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી આલોચના તમને હતાશ કરી શકે છે. એટલા માટે કોઈની પર વધુ ભરોસો ન કરો અને પોતાની યોજનાઓની ઘોષણા કરો. આ સમયે ખર્ચ વધુ થઈ શકે છે. પાર્ટનરશીપના કારોબારમાં પારદર્શિતા રાખજો.
શું કરવું - હનુમાનજીને સિંદૂર ચઢાવો.
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.