તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉપાસના:શનિ જયંતીએ ઘરમાં રહીને જ શનિના દસ નામનો જાપ કરો, દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો

4 મહિનો પહેલા
  • શનિને વાદળી ફૂલ ચઢાવો, કાળા તલ અને તેલનું દાન કરો

આજે શનિ જયંતી છે. આ વર્ષે નેશનલ લોકડાઉનના કારણે શનિદેવના મંદિર બંધ રહેશે. આવી સ્થિતિમાં ઘરે રહીને જ શનિપૂજા કરો. પૂજામાં શનિના 10 નામનો જાપ કરો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જ્યોતિષમાં શનિને ક્રૂર ગ્રહ કહેવામાં આવ્યો છે. કુંડળીમાં આ ગ્રહના દોષ દૂર કરવા માટે શનિ જયંતીએ તેલ અને કાળા તલનું દાન કરવું.

શનિદેવના 10 નામઃ-

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

આ મંત્રમાં શનિના 10 નામ જણાવવામાં આવ્યાં છે. આ નામ કોણસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાન્તક, યમ, સૌરિ, શનૈશ્ચર, મંદ અને પિપ્પલાદ છે. આ નામનો જાપ સવારે અથવા સાંજે સૂર્યાસ્ત બાદ કરી શકાય છે. ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં ભગવાનની પૂજા કરો. પૂજામાં શનિદેવનું ધ્યાન કરો. ધૂપ-દીપ પ્રગટાવો. ફૂલ-પ્રસાદ ચઢાવો. ત્યાર બાદ શનિના 10 નામવાળા મંત્રનો જાપ 108વાર કરો. જો મંત્રનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકો નહીં તો શનિના 10 નામ પણ 108વાર બોલી શકો છો. જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. શનિને વાદળી ફૂલ ચઢાવો. જરૂરિયાતમંદ લોકોને કાળા તલ અને તેલનું દાન કરો.

શનિ જયંતીએ હનુમાનજીની પૂજા પણ કરો. હનુમાનજીની પૂજાથી પણ શનિદોષ દૂર કરી શકાય છે. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શનિ મકર રાશિમાં વક્રી છેઃ-
આ સમયે શનિ મકર રાશિમાં સ્થિત છે અને વક્રી પણ છે. શનિ જયંતીએ શનિ પોતાની જ રાશિમાં છે. આ એક શુભ યોગ છે. મકર રાશિના શનિના કારણે ધન, મકર અને કુંભ રાશિ ઉપર સાડાસાતી છે. મિથુન અને તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા છે. આ લોકોએ પોતાના કામ પૂર્ણ જવાબદારી સાથે કરવા જોઇએ. કોઇનું ખરાબ કરવું નહીં. નહિંતર શનિના કારણે હાનિ થઇ શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો