તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગ્રહ પરિવર્તન:22 સપ્ટેમ્બરે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે, બારેય રાશિઓ ઉપર તેની અસર થશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાહુ-કેતુ હંમેશાં વક્રી રહે છે, આ બંને ગ્રહ એકરાશિમાં લગભગ 18 મહિના રહે છે
  • મેષ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે, વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

આ મહિને બે છાયા ગ્રહ રાહુ-કેતુ 18 મહિના પછી રાશિ બદલી રહ્યા છે. આ રાશિ પરિવર્તન 22 સપ્ટેમ્બરના રોજ થશે. શનિ પછી રાહુ-કેતુ જ એક રાશિમાં સૌથી વધારે સમય સુધી રહે છે. આ બંને ગ્રહ હંમેશાં વક્રી રહે છે. એટલે પાછળ તરફ ચાલે છે. રાહુ મિથુનથી વૃષભ રાશિમાં અને કેતુ ધનથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે રાહુ-કેતુ 18 વર્ષ પછી વૃષભ અને વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. આવતાં 18 મહિના એટલે 14 માર્ચ 2022 સુધી રાશિ બદલશે નહીં. રાહુનો પ્રવેશ વૃષભમાં થશે, તેનો સ્વામી શુક્ર છે. શુક્ર રાહુનો મિત્ર છે. કેતુનો પ્રવેશ વૃશ્ચિક રાશિમાં થશે. આ રાશિનો સ્વામી મંગળ છે, જે કેતુ માટે અનુકૂળ છે. જાણો બારેય રાશિઓ ઉપર રાહુ-કેતુની અસર કેવી થશે....

મેષ:- રાહુ-કેતુના કારણે આવક વધશે, પરંતુ ચામડીને લગતી સમસ્યાઓ થઇ શકે છે. પરિવારમાં વિવાદ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

વૃષભ:- રાહુનો પ્રવેશ આ રાશિમાં થશે અને કેતુની દૃષ્ટિ રાશિ ઉપર રહેશે. આ સમય સાવધાન રહેવાનો છે. પરેશાનીઓ વધશે, પરંતુ આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે નહીં. ચિંતાઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. હિંમત રહેશે. રોગમાં વધારો થઇ શકે છે.

મિથુન:- રાહુ આ રાશિથી વૃષભમાં પ્રવેશ કરશે. જેથી જાતકો શાંતિ અનુભવ કરશે અને પરિવારમાં સુખ પ્રાપ્ત થશે. આર્થિક મામલે તરક્કી થશે અને બાળકોથી સુખ પ્રાપ્ત થશે. નવા કાર્યોની યોજના બનશે.

કર્ક:- રાહુ અને કેતુના કારણે વિશેષ ફરક પડશે નહીં. કોઇ મુશ્કેલીઓ આવવાની સંભાવના નથી. વાહનનો પ્રયોગ સાવધાનીથી કરવો. અજાણ્યો ભય બની રહેશે. રાહુ વિવાદોમાં વિજય અપાવશે અને કેતુથી ધન પ્રાપ્તિની સંભાવના છે.

સિંહ:- રાહુ અને કેતુ ચોથા ભાવમાં રહેવાથી નિર્માણ કાર્યમાં ખર્ચ થવાની સંભાવના છે. ન ગમતાં કાર્યો કરવા પડી શકે છે. કોઇ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની સંભાવના છે. વીજળી ઉપકરણોથી સાવધાન રહો. વેપારમાં પણ દગો મળી શકે છે. વિવાદિત મામલાઓમાં પડવું નહીં.

કન્યા:- રાહુ-કેતુના કારણે નિરાશા દૂર થશે અને અલગ થયેલાં લોકેને મળવાનો અવસર પ્રાપ્ત થશે. વિદેશમાં રહેતાં લોકોને લાભ થશે અને આવકમાં સુધાર થશે. દેવામાંથી મુક્તિ મેળવવાના ઉપાય પ્રાપ્ત થશે. ઘરમાં સુધાર કાર્ય થશે અને વિવાદોનો ઉકેલ મળશે. સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે.

તુલા:- રાહુ-કેતુના કારણે થોડી સમસ્યાઓ વધી શકે છે. નિરાશા હવી થશે અને કાર્ય સમયે પૂર્ણ થશે નહીં. વાહનના પ્રયોગમાં સાવધાની રાખો અને વિવાદોથી દૂર રહો. ઘરેલું વિવાદ બહાર આવી શકે છે. જોખમી કાર્યોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

વૃશ્ચિક:- રાશિમાં કેતુનો પ્રવેશ થશે અને રાહુની દૃષ્ટિ રહેશે. આ યોગમાં અનેક પ્રકારના કાર્ય એકસાથે કરવા પડી શકે છે. યોજનાઓ સફળ થશે. ઘરમા કોઇ માંગલિક ઉત્સવ થશે. જવાબદારીઓમાં વધારો થશે. સંતાનથી સુખ પ્રાપ્ત થશે. નાક-કાનમાં ઈજા કે રોગ થવાની સંભાવના છે.

ધન:- કેતુ રાશિથી બહાર આવી જશે અને રાહુની દૃષ્ટિ પણ દૂર થશે. સમય બધી જ રીતે અનુકૂળ રહેશે. દુશ્મન ઊભો થવાનો પ્રયાસ કરશે અને તેનું દમન પણ થશે. ચિંતાઓ દૂર થશે અને તમે ધાર્મિક કાર્યોમાં જોડાશો. યાત્રાનો યોગ પણ બનશે. નવા મકાન ખરીદવાની યોજના બનશે.

મકર:- રાહુ અને કેતુની કોઇ ખરાબ અસર પડશે નહીં. આ સમય અનુકૂળ જ રહેશે. થોડો માનસિક તણાવ રહી શકે છે. આ સિવાય ઘૂંટણમાં દુખાવો થતા અજ્ઞાત ભયની ચિંતા રહેશે. સંતાન પાસેથી સુખ પ્રાપ્ત થશે અને જમીન ખરીદવાનું મન થઇ શકે છે.

કુંભ:- રાહુ-કેતુના કારણે થોડી મુશ્કેલીઓ આર્થિક રૂપથી આવી શકે છે. ઘુંટણ, સાંધાના રોગ પરેશાન કરી શકે છે. ઊંઘ વધારે આવશે. પરિવાર પાસેથી ઓછી મદદ મળશે. બાળકો પરેશાન કરી શકે છે. ડિસેમ્બર પછી ધનની આવકમાં વધારો થશે.

મીન:- રાહુથી લાભની સ્થિતિ વધારે બનશે. આ સ્થિતિ ખરાબ આદતો તરફ વધારે આકર્ષિત કરશે. સાવધાન રહો. યાત્રાઓ વધારે થશે. પ્રમોશન સાથે સ્થાળાંતરણના યોગ બનશે. કામ-કાજ વધારવાની ઇચ્છા રહેશે. ખર્ચ વધારે થવાથી પરેશાની વધી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો