• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On Saturday, The Ups And Downs Related To The Rupee Will Quickly Stabilize For The Cancer Natives, It Will Be Possible To Achieve Big Goals With Their Own Efforts.

ટેરોકાર્ડ રાશિફળ:શનિવારે કર્ક રાશિવાળાને રૂપિયાને લગતા ઊતાર-ચઢાવમાં ઝડપથી સ્થિરતા આવશે, પોતાના પ્રયાસોથી મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવા શક્ય બનશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ THE SUN

આગામી કેટલાક મહિનાઓ માટે બનાવવામાં આવેલ યોજના ઉપર કામ કરવાની શરૂઆત તમારા દ્વારા થઈ શકે છે. જેની માટે અનુભવી લોકોનું માર્ગદર્શન મળવાને લીધે મનમાં ઉત્પન્ન થઈ રહેલી શંકા દૂર થશે. તમારી આસપાસ હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહી રહ્યો છે તેથી તમે દરેક કઠિન સમયનો સામનો પૂરી તાકાતથી કરશો.

કરિયરઃ-કરિયરમાં લેવામાં આવેલ નાના-મોટા રિસ્કને લીધે મોટો ફાયદો થઈ શકે છે.

લવઃ- પાર્ટનરને લગતી વાતેને સારી રીતે જાણવાનો પ્રયાસ કરશો તો જ એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે.

હેલ્થઃ- સ્વાસ્થ્યને કોઈપણ તકલીફ હોય તો ડોક્ટર પાસે જ ઈલાજ કરાવો.+

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

--------------------------------

વૃષભ SEVEN OF SWORDS

હાલના સમયમાં વ્યક્તિગત જીવનપર ધ્યાન આપવું તમારી માટે જરૂરી છે. પોતાનું કોઈ નુકસાન ન થાય તે વાતની તકેદારી રાખજો. રૂપિયાને લગતા કરવામાં આવેલ વ્યવહારને લીધે ગલતફેમીઓ પેદા થશે, જેને લીધે માનહાનિ થઈ શકે છે. સતર્ક રહેવું.

કરિયરઃ-માર્કેટિંગમાં જોડાયેલાં લોકોને કામની ડેડલાઈન પર ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- સંબંધોમાં ઉત્પન્ન થતા ઊતાર-ચઢાવને લીધે પરિવારમાં અશાંતિનું વાતાવરણ પેદા થઈ શકે છે.

હેલ્થઃ- પેટને લગતું કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન સ્વાસ્થ્યને લગતી બીજી તકલીફ ઊભી કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

--------------------------------

મિથુન NINE OF SWORDS

મનમાં ઉત્પન્ન થઈ રહેલાં પ્રશ્નોનો જવાબ શોધવો તમારી માટે ખૂબ જ જરૂરી છે. જેની માટે લોકોની સામે પોતાની લાગણીઓને સારી રીતે રજૂ કરવી જરૂરી છે. જે વ્યક્તિની સાથે વાતચીત કરીને મનને રાહત મળતી હોય તેની સાથે થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરશો તો નકારાત્મક વાતોની અસર ઓછી થઈ જશે.

કરિયરઃ- કામને લગતા દસ્તાવેજ પૂરાં ન હોવાથી કામ વચ્ચે જ અટવાઈ શકે છે.

લવઃ- સંબંધોને લગતા નિર્ણય પર ટકી રહેવાનો પ્રયાસ કરતાં રહો, જેની માટે પાર્ટનરનો સાથ તમને મળતો રહેશે.

હેલ્થઃ-ઊંઘને લગતી બેચેની વધી શકે છે, જેને લીધે થાક લાગી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------------

કર્ક TWO OF PENTACLES

પૈસાને લગતા ઊતાર-ચઢાવમાં ઝડપથી સ્થિરતા આવશે. તમારા પ્રયાસોને લીધે મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવા શક્ય છે. તમારી ઈચ્છાશક્તિ પ્રબળ બનતી જોવા મળશે જેના લીધે કોઈ જૂની ઈચ્છા પૂરી કરવી તમારી માટે આસાન રહેશે.

કરિયરઃ- કરિયરને લગતા લીધેલા નિર્ણયને લીધે ભાગ-દોડી વધી શકે છે, પરંતુ આર્થિક આવક વધારવાની તક મળી રહેશે.

લવઃ- રિલેશનશીપને લગતા નિર્ણયને લીધે બીજા લોકોની નારાજગી વધી શકે છે.

હેલ્થઃ- પેટદર્દની સમસ્યા પેદા થઈ શકે છે. ખાન-પાનનું ધ્યાન રાખવું પડશે.

શુભ રંગઃ- લોલો

શુભ અંકઃ- 7

--------------------------------

સિંહ TWO OF CUPS

લોકોની સાથે જોડાયેલાં રહેવાને લીધે એકતાની ભાવના દૂર થશે, પરંતુ તમારા વ્યક્તિત્વનું સર્કલ બનાવી રાખવું પણ જરૂરી છે એ વાતને સમજો. પરિવારના કોઈ વ્યક્તિની અંગત વાતોની ચર્ચા બીજા લોકો સાથે ન કરવી. નહીં તો સંબંધો બગડશે અને તમારી માટે નવી સમસ્યા પેદા થશે.

કરિયરઃ- ડોક્ટરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના કામમાં વધુ તણાવ રહેશે.

લવઃ- સંબંધોને ઈગ્નોર ન કરશો નહીં તો ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે.

હેલ્થઃ- લો-બીપી અને સુગરની સમસ્યા પેદા થવાની શક્યતા છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------------------------

કન્યા QUEEN OF PENTACLES

રૂપિયાને લગતા નિર્ણય લેતાં પહેલાં કોઈ વ્યક્તિની સાથે ચર્ચા કરવી તમારી માટે જરૂરી છે. ઊતાવળમાં કરવામાં આવેલ નિર્ણયને કારણે રૂપિયાને લગતો તણાવ રહેશે. પરંતુ તમારું નુકસાન નહીં થાય. મોટી માત્રામાં રોકાણ કરવાની યોજના હાલના સમયમાં બિલકુલ ન બનાવો. પોતાની ક્ષમતા પ્રમાણે આર્થિક પક્ષમાં સ્થિરતા લાવો અને તેને મજબૂત બનાવતા રહો.

કરિયરઃ- ઓફિસમાં મળેલી નવી જવાબદારીને લીધે ઊંચા હોદ્દા પર કામ કરતાં લોકો સાથે કામ કરવાની તક મળશે.

લવઃ- અંગત સંબંધોની ચિંતા બીજા લોકોને લીધે થાય છે. પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થઃ- સુગરને લગતી તકલીફ ન થાય એ વાતનું ધ્યાન તમારે રાખવું જરૂરી છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------------------------

તુલા THE EMPEROR

કેટલીક વાતોને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ માનસિક રીતે તમે સ્થિર રહેવાની લીધે કોઈપણ વાતનો તણાવ નહીં અનુભવો. જીવનમાં ઉત્પન્ન થતી કોઈપણ પરિસ્થિતિનો ઉકેલ શોધવાની ક્ષમતા તમારામાં છે.

કરિયરઃ- મહેનતથી કામમાં રાખવામાં આવેલ ટાર્ગેટ પૂરાં કરી શકાય છે. માત્ર લક્ષ્ય પર ધ્યાન આપો.

લવઃ- પરિવારને લગતી ચિંતા વધી શકે છે.

હેલ્થઃ- વડીલોને હાંડકાનો દુઃખાવો અને ઘુંટણોને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

--------------------------------

વૃશ્ચિક TEMPERANCE

તમે કરેલાં કોઈપણ નિર્ણયને લીધે આવી રહેલાં ફેરફારની સાથે સમજૂતી કરી શકવી તમને કઠિન લાગશે, પરંતુ આગામી કેટલાક દિવસોમાં તમને પરિસ્થિતિને ઉકેલવાનો માર્ગ મળી શકે છે. પોતાની ભાવનાઓને કંટ્રાલમાં રાખીને લોકોની સાથે વાતચીત કરવાની જરૂર છે.

કરિયરઃ- કામની જગ્યાએ થયેલી ટીકાને લીધે કામમાં રસ નહીં રહે.

લવઃ- પાર્ટનરના દ્રષ્ટિકોણને સમજવા માટે તેમને પોતાની વાતો ખુલીને બોલવાનો મોકો આપવો પડશે.

હેલ્થઃ- શરીરમાં ડિહાઈડ્રેશન વધવાની શક્યતા વધી રહી છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

--------------------------------

ધન SEVEN OF CUPS

તમને લાગતા ડરનો સામનો કરવો તમારી માટે ખૂબ જ જરૂરી છે તો જ જીવનમાં તમે પરિવર્તન જોઈ શકશો. જે લોકોની સાથે વાતચીત પૂરી રીતે બંદ થઈ ગઈ હતી તેમની નારાજગીના કારણોને સમજવાનો પ્રયાસ કરવો પડશે. સંબંધોમાં કડવાશ છે પરંતુ નકારાત્મકતા નથી એ વાત સજો.

કરિયરઃ-કામની જગ્યાએ વધતી સ્પર્ધાને લીધે કોઈ વ્યક્તિ તમારું નુકસાન કરી શકે છે. સતર્ક રહો.

લવઃ- સંબંધોની પ્રત્યે સમાધાન કરવાની જરૂર લાગશે.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી કોઈને કોઈ ગડબડીને લીધે ચિંતા રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------------------------

મકર FOUR OF CUPS

કામને લગતી જે તક વિશે તમે વિચારી રહ્યાં છો તેની સાથે જ નવા માર્ગને અપનાવવા માટે પણ સ્વભાવમાં નરમાશ રાખવી તમારી માટે જરૂરી છે. જીવનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી શકે છે. પરંતુ આ બદલાવ તમને શ્રેષ્ઠ બનાવશે. પરિવારના કેટલાક લોકો પ્રત્યે નકારાત્મકતા પેદા થશે. હાલના સમયમાં તેમની સાથે થોડું અંતર રાખો

કરિયરઃ- કામમાં રાખવામાં આવેલ ટાર્ગેટ પોતાની ક્ષમતા પ્રમાણે છે કે નહીં તે વાતનું અવલોકન કરવું જરૂરી છે.

લવઃ- પાર્ટનર દ્વારા ભૂતકાળમાં બોલવામાં આવેલ વાતોની અસર હજી સંબંધો પર જોવા મળશે.

હેલ્થઃ- શરીરને ડિટોક્સ કરવાની જરૂર છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

--------------------------------

કુંભ PAGE OF CUPS

પરિવારના કોઈ વ્યક્તિના વર્તનમાં અચાનક ચેન્જ આવી જશે જેને લીધે મનમાં પેદા થઈ રહેલીં શંકા દૂર થઈ શકે છે. જે લોકોનો સાથ તમને મળી રહ્યો છે, તેમની મદદ લઈને વ્યક્તિગત જીવનને સુધારવાનો પ્રયાસ કરતાં રહો. હાલના સમયમાં સ્વાસ્ત્ય પર ધ્યાન આપવું તમારી માટે જરૂરી છે. કરિયરઃ- વિદેશને લગતા કામને આગળ વધારતી વખતે તે કામથી થનારા ફાયદા વિશે પણ ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલ દરેક વાતનો ખોટો અર્થ નિકળી શકે છે. તેથી હાલના સમયમાં વધારે સંવાદ ન કરવો.

હેલ્થઃ- કમર દર્દની સમસ્યા અચાનક વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------------------

મીન THE EMPRESS

કામની ગતિની સાથે જીવનમાં ડિસિપ્લિન જાળવી રાખવું તમારી માટે જરૂરી છે. જેટલું ધ્યાન તમે કામ પર આપો છો, એટલું જ ધ્યાન પરિવાર પર પણ આપવાની જરૂર રહેશે. જે પ્રકારે તમારો વ્યક્તિગત સંબંધ સુધરી જશે એ જ રીતે તમને લાગતી બેચેની પણ દૂર કરીને માત્ર મહત્વપૂર્ણ વાતો પર ધ્યાન આપવું શક્ય બનશે.

કરિયરઃ- ઉચ્ચ પદને લીધે નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે. જે તમારા વ્યક્તિત્વને સુધારશે.

લવઃ- સંબંધો અને પાર્ટનર સાથે જોડાયેલી વાતોને સમજવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ- એસીડીટીને નિયંત્રણમાં લાવવી જરૂરી છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 6