7 જાન્યુઆરીનું ટેરોકાર્ડ રાશિફળ:શનિવારે વૃશ્ચિક જાતકોને વગદાર લોકો સાથે મળવાનું થાય અને કામમાં મદદ મળશે, મીન જાતકોને લક્ષ્ય સરળતાથી પૂરાં થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ TWO OF CUPS

તમારા સાથે જોડાયેલાં લોકો સાથે ચર્ચા કરીને વર્તમાન સમયને સમજવાનો પ્રયાસ કરો. લોકોના વિચારોને જ્યાં સુધી તમે જાણી નહીં શકો ત્યાં સુધી એક બીજાની સાથે સંવાદ સુધારવો તમારી માટે શક્ય નથી. પરિવારના લોકોને સમય આપવાની જરૂર છે. પરિવારની જે સમસ્યા છે તેને પ્રાધાન્ય આપો.

કરિયરઃ- કામની જગ્યાએ આપવામાં આવેલી જવાબદારી ગંભીરતાથી લેવાની જરૂર છે.

લવઃ- સંબંધો સુધારવા માટે હળી-મળીને પ્રયાસ કરો.

હેલ્થઃ- શરદી-ખાંસીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અઁકઃ-3

-----------------------------

વૃષભ THE SUN

લોકોને આપવામાં આવેલ વચનનું પાલન કરવું તમારી માટે જરૂરી છે. સીમિત વિચારોની અસરથી બહાર આવી નવી વાતોનો અનુભવ લેવો તમારી માટે શક્ય બનશે. જે વાતો અત્યાર સુધી કઠિન લાગતી હતી, તેને ઉકેલવાનો માર્ગ તમારા પ્રયત્નો દ્વારા જ તમે શોધી શકો છો. હાથમાં આવેલ દરેક કામમાં યશ મળી શકે છે.

કરિયરઃ- કામને લગતો રસ વધવાને લીધે તમારા સ્કિલ્સને શ્રેષ્ઠ બનાવવા પ્રયત્ન કરશો.

લવઃ- પાર્ટનરની સાથે વાતચીત કરીને પરિવારને લગતા નિર્ણય લો.

હેલ્થઃ- એસીડીટિની તકલીફને કંટ્રોલમાં લાવવાની જરૂર છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અઁકઃ-1

-----------------------------

મિથુન QUEEN OF PENTACLES

રૂપિયાને લગતી વાતોને ગંભીરતાથી વિચાર કરીને કેટલાક નિર્ણયો તમારા દ્વારા બદલવામાં આવશે. રૂપિયા સાથે જોડાયેલી ચિંતાને લીધે તમે મહેનત વધારી શકો છો. હાલની પરિસ્થિતિને નકારાત્મક ન સમજશો.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈ વ્યક્તિની સાથે સરખામણી થવાથી પોતાની કાબેલિયતને સાબિત કરવા માટે તમે પ્રયત્ન કરશો.

લવઃ- રિલેશનશીપને લગતો નિર્ણય સમજી-વિચારીને લેવાની જરૂર છે.

હેલ્થઃ- એલર્જીની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અઁકઃ-2

-----------------------------

કર્ક THE HERMIT

એકાંતમાં સમય વિતાવીને કામ સાથે જોડાયેલી દરેક વાતને સમજવાની જરૂર છે. આજના દિવસે વ્યસ્તતા વધતી જોવા મળશે. કામને લગતી બનાવવામાં આવેલી યોજનામાં સફળતા મળશે. વ્યક્તિગત જીવન વિશે હાલના સમયમાં વિચાર ન કરો. જે પ્રકારે કરિયરમાં સ્થિરતા પ્રાપ્ત થશે એ જ પ્રકારે પોતાના પ્રત્યે વિશ્વાસ વધતો રહેશે.

કરિયરઃ- કામની જગ્યાએ વિશિષ્ટ સ્થાન મેળવવા માટે તમે મહેનત કરશો.

લવઃ- અપેક્ષા પ્રમાણે પ્રેમ-પાત્ર તમને ઝડપથી મળી જશે.

હેલ્થઃ- ઊંઘને લગતી સમસ્યા થવાથી નબળાઈ રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અઁકઃ-5

-----------------------------

સિંહ DEATH

અચાનકથી કોઈ વ્યક્તિ સાથે થયેલી મુલાકાત તમારા આનંદને વધારી દેશે. દિવસની શરૂઆત ભાગદોડી સાથે થશે. પરંતુ કામને લીધે સમાધાન મળતું દેખાશે. પરિવારના લોકોની સાથે પેદા થઈ રહેલાં વિવાદ તમારા દ્વારા ઉકેલવામાં આવશે. મિત્ર કે પરિવારની સાથે બદલાતા સંબંધોને લીધે માનસિક તકલીફ થશે.

કરિયરઃ- વેપારી વર્ગને કોઈપણ પ્રકારના વ્યવહાર કરતી વખતે દસ્તાવેજને સારી રીતે વાંચી લેવાં.

લવઃ- પાર્ટનર દ્વારા કઠોર વર્તન કરવામાં આવી શકે છે.

હેલ્થઃ- બાળકોના સ્વાસ્થ્યને લગતી ચિંતા વધી શકે છે. શુભ રંગઃ- ગુલાબી

શુભ અઁકઃ-4

-----------------------------

કન્યા THREE OF SWORDS

જૂની વાતો વિશે વિચાર કરીને તમે પોતાની માટે તકલીફ ઊભી કરી શકો છો. પોતાના વિચાર અને નિર્ણયને લીધે બીજા લોકો પર દબાણ ન બને એ વાતનું ધ્યાન રાખજો. કોઈપણ વ્યક્તિની સાથે વાતચીત કરતી વખતે તેમની માનસિક અવસ્થાને સમજવાની જરૂર છે.

કરિયરઃ- કામની જગ્યાએ લોકો સાથે વિવાદ પેદા થઈ શકે છે. પોતાના પક્ષને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે.

લવઃ- રિલેશનશીપને લગતી જે વાતોને તમે અવોઈડ કરી રહ્યાં હતાં તેની પ્રત્યે ધ્યાન આપજો.

હેલ્થઃ- બીપીને લગતી સમસ્યાને કંટ્રોલમાં રાખવી જરૂરી છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અઁકઃ- 9

-----------------------------

તુલા QUEEN OF SWORDS

બીજા લોકો પર વધેલી નિર્ભરતાને ઓછી કરીને વ્યક્તિગત જીવનને લગતા નિર્ણય લેવાનો તમે પ્રયત્ન કરશો. કોઈ એક જ વાત પર પૂર્ણ ફોકસ રાખવાની જરૂર છે. માનસિક રીતે પેદા થઈ રહેલી દુવિધા તમારી માટે અપયશનું કારણ ન બને તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામની જગ્યાએ લેવામાં આવેલ મોટા રિસ્કને લીધે શીખવા મળશે પરંતુ રૂપિયાને લગતું નુકસાન થઈ શકે છે. લવઃ- લગ્ન જીવન સ્થિર હોવા છતાં પણ કોઈ વ્યક્તિની પ્રત્યે આકર્ષણ વધી શકે છે.

હેલ્થઃ- પગના દુઃખાવા અને ઘુંટણને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અઁકઃ-8

-----------------------------

વૃશ્ચિક SIX OF CUPS

કામની ગતિને વધારવા માટે કેટલાક ફેરફાર લાવવાની જરૂર રહેશે. લોકોની સાથે સુધરતા સંબંધોને લીધે તમને મદદ સરળતાથી મળી શકે છે. પ્રભાવશાળી લોકોની સાથે મળવાનું થશે. પરિવારના લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો આસાન રહેશે. તેમના દ્વારા દેખાડવામાં આવેલ વિશ્વાસનો ખોટો ફાયદો ન ઊઠાવાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- સરકારી કામ સાથે જોડાયેલ લોકોને પ્રશંસા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા બનાવવામાં આવેલી યોજનામાં તેમનો સાથ આપો.

હેલ્થઃ- ગળાની ખારાશ અને ખાંસીની તકલીફ થશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અઁકઃ- 5

-----------------------------

ધન THE HIGH PRIESTESS

સ્વભાવના હકારાત્મક અને નકારાત્મક પહેલૂઓ વિશે જાગરુકતા દેખાડવાની જરૂર છે. ગુસ્સામાં લેવામાં આવેલ નિર્ણયને લીધે તમે પોતાનું પણ નુકસાન કરી શકે છો. હાલના સમયમાં ઈમોશનલ રીતે ઊતાર-ચઢાવ વારંવાર આવી શકે છે. લાગણીઓને પ્રાધાન્ય આપીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાની ભૂલ ન કરો.

કરિયરઃ- કામને લગતા રાખવામાં આવેલ ટાર્ગેટને પૂરો કરવા માટે ડેડીકેશનને વધારવાની જરૂર છે.

લવઃ- પાર્ટનર દ્વારા છુપાવવામાં આવેલી વાતો સામે આવી શકે છે.

હેલ્થઃ- કફ અને છાતીને લગતા વિકાર તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અઁકઃ-6

-----------------------------

મકર NINE OF CUPS

જીવનની ભાગદોડીથી પોતાની જાતને થોડા દૂર રાખીને આરામ કરવાની જરૂર છે. માનસિક સ્વરૂપે થાકનો અનુભવ થશે. પોતાની જવાબદારીઓને કોઈપણ વ્યક્તિની સાથે વહેંચવાનો પ્રયાસ કરજો. જો જવાબદારીઓ વહેંચવી શક્ય ન હોય તો ઈમોશનલી થનારી તકલીફ વિશે ચર્ચા કરવી જરૂરી રહેશે.

કરિયરઃ- ઓછા પ્રયત્નોમાં સરળતાથી યશ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની પ્રત્યે ડેડીકેશન વધતું લાગશે.

હેલ્થઃ- શરીર પર વધી રહેલો સોજો તકલીફનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અઁકઃ-7

-----------------------------

કુંભ KNIGHT OF SWORDS

જૂના અનુભવનો ઉપયોગ કરીને વર્તમાનમાં ફેરફાર લાવાવનો પ્રયાસ કરી શકો છો. તેમ છતાં કેટલીક ભૂલો ફરીથી થઈ શકે છે. મનમાં પેદા થઈ રહેલી ઇનસિક્યોરિટીને સારી રીતે સમજીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરતા રહો.

કરિયરઃ- માત્ર કરિયરને લગતી વાતોને પ્રાધાન્ય આપીને નિર્ણય લેવો તે ભાવનાત્મક રીતે તકલીફ પેદા કરી શકે છે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલી વાતો મહત્વપૂર્ણ છે, માત્ર એ વાતો પર ધ્યાન આપો.

હેલ્થઃ- ગેસ અને અપચાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અઁકઃ-8

-----------------------------

મીન THE DEVIL

તમારા દ્વારા રાખવામાં આવેલ કોઈ લક્ષ્યની પ્રાપ્તિ અચાનક થઈ શકે છે. મનમાં વધતો ઉત્સાહ નવી વાતોને શીખવા માટે ઉપયુક્ત સાબિત થશે. આર્થિક પરિસ્થિતિ સુધરતી જોવા મળશે, પરંતુ નવા ખર્ચ પેદા ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામને લગતા લોકો દ્વારા મળી રહેલી સલાહ પર ધ્યાન આપજો.

લવઃ- લગ્નને લગતા નિર્ણય લેતા પહેલાં પોતાની અપેક્ષાઓને સ્પષ્ટ રીતે બોલવી જરૂરી છે.

હેલ્થઃ- સ્વાસ્થ્યમાં સુધારો થતો જશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અઁકઃ-6