• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On Saturday, Number 5 Natives Can Get A Happy Resolution Of Long Standing Issues And Time Will Be Very Favorable For Number 8 Natives.

7 જાન્યુઆરીનું અંક ભવિષ્યફળ:શનિવારે અંક 5ના જાતકો લાંબા સમયથી ચાલતા મામલાઓનો સુખદ ઉકેલ મેળવી શકે છે અને અંક 8વાળા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, મિત્રોની મદદથી કોઈ ગુંચવાયેલું કામ ઉકેલાઈ જશે. આ સમયે તમારા વિરાધીઓ પણ તમારી તરફ દોસ્તીનો હાથ લંબાવશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે ફોન પર વાત કરો અને પોતાનું કામ નવી રીતે કરો. ઘર અને કામની વચ્ચે તાલમેળ બેસડવામાં કઠિનાઈ આવે. જોખમી કાર્યોથી દૂર રહો. બિઝનેસમાં નવા લોકો સાથે સંપર્ક થાય, જેનાથી તમારું પ્રમોશન થશે.

શું કરવું - ગુરુ કે વડીલોના આશીર્વાદ લો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

---------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, દિવસની શરૂઆત સુખદ ગતિવિધિઓ સાથે થશે. વ્યસ્તતા હોવા છતાં ઘર અને પરિવાર તમારી પહેલી પ્રાથમિકતા રહેશે. નૈતિક મૂલ્યો અને અધ્યાત્મમાં તમારી વિશેષ રૂચિ રહેશે. જૂના વિચારોને બદલે નાવા વિચારોને પ્રાથમિકતા આપો. પરિવર્તન કરવાનો આ યોગ્ય સમય નથી. જમીન સાથે જોડાયેલાં મામલા શાંતિ અને ગંભીરતાથી ઉકેલવાનો પ્રયાસ કરો.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

---------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, ગ્રહોની સ્થિતિ તમારી માટે અનુકૂળ રહેશે. એક યાત્રાનો કાર્યક્રમ બને જે આરામદાયક અને આનંદદાયક રહેશે. સામાજિક મર્યાદાઓ વધશે. તમે બધાની આશાઓ પર ખરા ઊતારશો. ઘરના વડીલ કે અનુભવી લોકો યોગ્ય માર્ગદર્શન આપશે. બપોર પછી સમયની ગતિ અલગ રહેશે. રૂપિયા ક્યાંક અટવાઈ શકે છે. સમસ્યાનું સમાધાન નહીં થવાને લીધે તમે બેચેન અને માનસિક રીતે તણાવમાં રહેશો.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 16

---------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આજે તમે ભગવાનની પૂજા અને યોગ જેવા કાર્યોમાં જોડાયેલાં રહી શકે છો અને તમને માનસિક શાંતિનો અનુભવ પણ થશે. કોઈ પ્રિયજન પાસેથી સુંદર ભેટ મળી શકે છે. આ સમયે તમને તમારી મહેનતનું સારું ફળ મળશે. આ સમયે પોતાના ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેજો અને પોતાના વિચારોને બધાની સામે પ્રગટ કરો. શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 12

---------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, આજે તમે લાંબા સમયથી ચાલી આવતા કોઈ મામલાઓને ઉકેલવામાં સફળ થશો કે ખૂબ જ કુશળતા અને શાંતિથી કામ કરશો. બાળકો તમારી વાત સાંભળશે. યુવા વર્ગ ઈન્ટરવ્યૂમાં સારું પ્રદર્શન કરી શકશે. ધ્યાન રાખજો કે તમે પોતાની વાણીથી પરેશાનીમાં પડી શકો છો. કોઈ રિસ્ક ન લો. કોઈ સંબંધીની ઈર્ષામાં તમારું મન પરેશાન રહેશે. રાજકીય મામલાઓમાં ગતિ આવશે. પરિવાર સાથે વસ્ત્રો કે ઘરેણાં ખરીદી શકો છો.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

---------------------------

અંકઃ- 6

ણેશજી કહે છે કે, આ સમયે તમે પોતાના ઘનિષ્ઠ સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન આપશો. જે લોકો અભ્યાસ કરી રહ્યાં છે તેઓ પોતાના લક્ષ્ય પર ધ્યાન આપે અને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સફળ રહેશે. કેટલાક કઠિન અને સાહસિક નિર્ણયો તમને સફળતા અપાવશે. રોકાણને લગતા કામમાં વધારે સાવધાની રાખવી પડશે. તમે સાજિશ કે વિરોધાભાસની સ્થિતિમાં ફસાઈ શકો છો. યાત્રા ટાળી દેજો.

શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.

શુભ રંગઃ- જાંબલી

શુભ અંકઃ- 6

---------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, જો તમે ઈન્ટરવ્યૂમાં હાજર રહેવાના હો તો તમને સફળતા મળશે. દિવસ શાંતિ અને શાંતિ ભર્યો રહેશે. આ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ કામ નહીં થાય પરંતુ કોઈ વિશેષ કામની રૂપરેખા તૈયાર થશે. કોઈપણ સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે અને લાપરવાહીને કારણે કોઈ સારું કામ બગડી શકે છે. બીજાના કામમાં કોઈપણ પ્રકારની દખલ ન કરો. કરિયર અને વેપારમાં સ્થિરતા આવશે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

---------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આજે તમારો સમય ખૂબ જ અનુકૂળ રહેશે. આપસી સંવાદથી સ્થિતિઓ સામાન્ય થઈ શકે છે. એક આદર્શ વ્યક્તિથી પ્રેરિત થઈ તમે ઊર્જા અને પ્રભુત્વનો અનુભવ કરશો. ઊતાવળને લીધે તમારું કોઈ કામ બગડી શકે છે. આ સમયે ધૈર્ય રાખવાની જરૂર છે. તમને કોઈ નવું કામ મળી શકે છે. પોતાની કોઈપણ વ્યાવસાયિક યોજના અને ગતિવિધિઓ વિશે કોઈને વાત ન કરો.

શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આજે કોઈ ધાર્મિક કાર્ય કે યોજના સાથે જોડાશો. પરિવાર અને મિત્રોની સાથે થોડો સારો સમય વિતાવશો અને તમારી પાસે પોતાના જીવનની ગુણવત્તા સુધારવા માટે કેટલાક સિદ્ધાંતો અને એક વ્યાપક દ્રષ્ટિકોણ હશે. બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન વ્યતિથ રહેશે. ઘરના વડીલોની યોગ્ય દેખભાળ ન કરવાથી આત્મઘૃણા થઈ શકે છે. એટલે તેમની માટે સમય ફાળવો.

શું કરવું - ગૌ માતાને લીલુ ઘાસ ખવડાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 11