શનિવાર, 18 માર્ચનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે ભાગ્ય તમારી સાથે છે, પરિવારની તરફથી પ્રસન્નતાની સ્થિતિઓ બની રહેશે. તમે કોઈ એવા કામને અંજામ આપી શકો છો, જેનાથી તમારા પરિવારનું નામ રોશન થશે. આજે રોકાયેલ ધન પાછું મળશે તથા ધનનું રોકાણ થશે.
શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.
શુભ રંગઃ- જાંબડીયો
શુભ અંકઃ- 2
-------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આજે નોકરીમાં સારી માન-પ્રતિષ્ઠાની સાથે સફળતા મળશે. પ્રમોશન અને તેને લગતી વાતચીત આજે થશે. પુત્ર સંતાન દ્વારા સરાહનીય કામ આજે થશે. મિત્ર કે પરિવારના લોકોની સાથે તમારી સારી યાત્રા થશે, એક-બીજાની સાથે સારો સમય વ્યતીત થશે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 6
-------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે છે. વ્યવસાય તથા ધન માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. પેટને લગતી પરેશાનીઓ થાય, ખાન-પાનમાં થોડું ધ્યાન રાખો નહીં તો ગેસના વિકાર થઈ શકે છે. આજે ભાગ્યનો સાથ મળશે.
શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
-------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે તમારી પ્રતિભાથી તમારું ભાગ્ય જાગૃત થશે અને તમને બધા કાર્યોમાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં સંવેદનશીલતા જોવા મળશે એટલા માટે તમે આજે થોડું સમજી-વિચારીને બોલો. મહત્વપૂર્ણ વાતોને પોતાના પાર્ટનર સાથે જરૂર શેયર કરો. આજના દિવસે તમે વડીલો તથા સજ્જન વ્યક્તિઓનો આદર સત્કાર કરવામાં અગ્રહણી રહેશો. શું કરવું - ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
-------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, ઘણા લોકો સાથે આજે વાર્તાલાપ થશે, મધુર સંબંધ બનશે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ મળી શકે છે, કોઈ પ્રકારનો સાચો કે ખોટો આરોપ તમારી ઉપર લાગી શકે છે. આજે તમારા સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે તમને કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ તથા માર્ગદર્શન કરશે.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
-------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે ભાગ્ય તમારો સાથ આપશે. માનસિક સુસ્તી આજે તમારી સમાપ્ત થઈ જશે અને તમને દરેક દિશામાંથી શુભ સમાચારો મળતાં રહેશે. પ્રગતિ માટે તમે તનતોડ મહેનત કરશો. આજે ભા્ગ્યનો સાથ મળશે. કામ-કામજમાં લાભદાયક સ્થિતિ રહેશે.
શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 2
-------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજે ચતુરાઈનો પરિચય આપીને કાર્યમાં સફળ થશો. જરૂરિયાતથી વધુ ગુસ્સો પરેશાની વધારશે. સંતાનની મદદ સુખ વધારશે. ઈશ્વરનું ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળશે. શૈક્ષણિક મોર્ચે લગાતાર પ્રયાસ કરવાને લીધે કેટલાક ખાસ વ્યક્તિઓનું માર્ગદર્શન તમને મળી શકે છે.
શું કરવું -ગણેશજીને મોદકનો ભોગ લગાવો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
-------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, આજે દામપત્ય જીવનમાં મધુરતાં રહેશે. પરિવાર કે પ્રેમીજનોની સાથે સારો સમય વિતશે. માંગલિક કાર્યોમાં સહભાગી થવાનું સૌભાગ્ય આજે તમને મળશે, જેના કારણે પોતાના સંબંધીઓ અને મિત્રોને મળવાની તક પણ મળશે. આર્થિક સ્તરે સ્થિતિ સંતોષજનક રહેશે.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
-------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વિચારો યોજનાબદ્ધ રહેશે એટલા માટે કામકાજમાં સફળતા મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન આપો. મિત્રોની સાથે સારો સમય વ્યતીત થશે. ગુસ્સાને પોતાના પર હાવી ન થવા દો, તેમ છતાં દિવસ સારો વિતશે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.