તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જ્યોતિષ:17 ઓક્ટોબરે સૂર્ય પોતાના શત્રુ ગ્રહ શુક્રની તુલા રાશિમાં પ્રવેશ કરશે, 30 દિવસનું આ ભ્રમણ બારેય રાશિને શુભાશુભ ફળ આપશે

9 દિવસ પહેલા

જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ગ્રહ મંડળનો સૌથી અગત્યનો ગ્રહ સૂર્ય જેને રાજાનું પદ આપવામાં આવેલ છે, જે સિંહ રાશિનો સ્વામી અને મેષ રાશિમાં ઉચ્ચત્વ અને તુલા રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે સૂર્ય, ચંદ્ર કદાપી વક્રી થતા નથી જે સૂર્ય ગ્રહ મૂળભૂત કારકત્વ માન-સન્માન, પ્રતિષ્ઠા, યશ, આયુ, આરોગ્ય, આત્મવિશ્વાસ, સત્ય વચન, પિતા, સત્તા, નેતા, સરકારી નોકરી, કોઠાસુજ વગેરેનો કારક ગ્રહ છે તે સૂર્ય ગ્રહ તા.17 ઓકટોબરના રોજ પોતાના શત્રુ ગ્રહ શુક્રની તુલા રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી 30 દિવસ માટે ભ્રમણ કરશે. આ ભ્રમણ દરમિયાન લોકોમાં આત્મબળની ખામી જોવા મળે, આંખને લગતા રોગોમાં વધારો જોવા મળે. સૂર્ય આત્માનો કારક છે આત્મા વિના જેમ શરીર નિર્બળ બને તેમ સૂર્ય વગર સમગ્ર સૃષ્ટિ નિર્બળ બને સૂર્ય પ્રાણશક્તિ ગરમી, માનવ જીવન આપે છે માટે જ્યોતિષમાં તેને પિતાનો કારક ગણવામાં આવ્યો છે, હૃદયને લગતી બીમારીમાં અને કરોડરજ્જુને લગતા રોગોમાં, રક્ત વિકાર, ટીબી અને આંખોને લગતી બીમારીમાં કાળજી રાખવાની રહે. આ ભ્રમણ દરમિયાન સૂર્ય ઉપાસના કરવી, સૂર્યોદય પહેલા જાગવું અને સૂર્યને અર્ધ્ય આપવું અને સૂર્ય મંત્ર જાપ અને દાન કરવું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. આ ભ્રમણ બારેય રાશિઓ માટે કેવું રહેશે તે અંગે જણાવતા જ્યોતિષી પૂર્વીબેન જોષીના જણાવ્યા પ્રમાણે.....

મેષ (અ,લ,ઈ)- આત્મબળમાં વધારો જોવા મળે, ભાગીદારીને લગતાં કાર્યમાં સાચવવું, જીવનસાથીની તબિયતની કાળજી રાખવી, લગ્ન જીવનમાં સંઘર્ષથી દૂર રહેવું.

વૃષભ (બ,વ,ઉ)- શત્રુઓથી સાવચેત રહેવું જરૂરી બની રહે, કામકાજમા શુભ પરિણામ ધીમી ગતિએ મળતા જણાય, બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખવું, હૃદયને લગતી બીમારીમાં કાળજી રાખવી.

મિથુન (ક,છ,ધ)- સંતાનો સાથે સંઘર્ષ રહે. સંબંધોમાં સાચવવું, શેર બજારો રોકાણ લાંબા સમય માટેનું લાભ આપનાર રહે, આત્મબળમાં કમી જણાય. લગ્ન જીવન મધ્યમ રહે.

કર્ક (હ,ડ)- અટકેલા કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે, સહકર્મી સાથે વાદ-વિવાદથી દૂર રહેવું, જમીનને લગતા કાર્યોમાં ઉતાવળ ન કરવી, હૃદયને લગતી તકલીફમાં સાવચેતી રાખવી.

સિંહ (મ,ટ)- કાર્યક્ષેત્રે સાહસ પરાક્રમ અને ઉત્સાહ સાથે આગળ વધી શકાય, નવા કામકાજમાં આયોજન સાથે આગળ વધવું, બિનજરૂરી મુસાફરી કરવી નહીં, શુભ સમય.

કન્યા (પ,ઠ,ણ)- પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહેવું, વાણી પર નિયંત્રણ જરૂરી બની રહે, વધુ વિશ્વાસે ના ચાલવું, હાડકાંને લગતી બીમારીમાં કાળજી રાખવી.

તુલા (ર,ત)- ભૌતિકતા તરફનું વલણ વધારે જોવા મળે, ભાગીદારીને લગતાં કાર્યોમાં લાભ જણાય, કામકાજ ક્ષેત્રે જીવનસાથીની મદદ પ્રાપ્ત થાય, આકસ્મિક ધનલાભ જોવા મળે.

વૃશ્ચિક (ન,ય)- વિદેશને લગતા કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે, કામકાજ ક્ષેત્રે સાવધાની જરૂરી બની રહે, વાહન ચલાવતા કાળજી રાખવી, મુસાફરી ટાળવી, સ્વાસ્થ્યની દરકાર લેવી.

ધન (ભ,ધ,ફ,ઢ)- ધ્યેય પ્રાપ્તિ માટેનું શુભ સમયે, કાર્યક્ષેત્રે નવી ઓફર મળી શકે, લોટરી સટ્ટામાં લાભ જણાય, પિતા, ઉચ્ચ અધિકારી વગેરે સાથે વાદ-વિવાદમાં પડવું નહીં.

મકર (ખ,જ)- સુખ-સમૃદ્ધિ યશ માન પ્રતિષ્ઠામાં વધારો આપનાર સમય સાબિત થાય, આવકના નવા સાધનો વધારી શકાય, કામકાજો ક્ષેત્રે વાદ-વિવાદથી દૂર રહેવું.

કુંભ (ગ,સ,શ):- આધ્યાત્મિકતા તરફનું વલણ વધારે જોવા મળે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંઘર્ષ રહે, કામકાજ ક્ષેત્રે પરેશાની આવી શકે અપમાન સહન કરવું પડે, દરેક ક્ષેત્રે સાવધાની જરૂરી બની રહે.

મીન (દ,ચ,ઝ,થ):- મહેનતથી સફળતા મળે, વિલ-વારસાનાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે, ગેરકાનૂની કાર્યોથી દૂર રહેવું, વાણી પર નિયંત્રણ રાખવું, ખાણી-પીણીમાં કાળજી રાખવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો