દેવગુરુ બૃહસ્પતિ માર્ગી થશે:24 નવેમ્બરે ગુરુ ગ્રહ માર્ગી થઈને હંસ પંચ મહાપુરુષ યોગ બનાવશે, મીન રાશિના જાતકોને આર્થિક ફાયદો થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

24 નવેમ્બર 2022ના રોજ ગુરુ ગ્રહ મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે. મીન રાશિ ગુરુની જ રાશિ છે. વૈદિક જ્યોતિષમાં ગુરુનું ગોચર કરવું અને ગતિ બદલવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા 9 ગ્રહોમાં ગુરુ એક મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. ગુરુના ગોચરનું બધી જ રાશિના જાતકો ઉપર ખૂબ જ ખાસ પ્રભાવ પડે છે. ગુરુ શુભતા, લગ્નજીવન, ધર્મ અને ભાગ્યનો કારક ગ્રહ છે. ગુરુ શુભ ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. જેમની કુંડળીમાં ગુરુ ગ્રહ સારા ભાવમાં રહે છે તેઓ હંમેશાં શુભફળ જ પ્રદાન કરે છે. ગુરુના કારણે જાતકના જીવનમાં સુખ આવે છે. ગુરુ 24 નવેમ્બરના રોજ પોતાની સ્વરાશિ મીનમાં માર્ગી થવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ બારેય રાશિના જાતકો ઉપર પડશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા 9 ગ્રહોમાં ગુરુ એક મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ શુભતા, લગ્નજીવન, ધર્મ અને ભાગ્યનો કારક ગ્રહ છે. તેને શુભફળ આપનાર ગ્રહ પણ કહેવામાં આવે છે. આ ગ્રહ વર્ષમાં એક જ વાર રાશિ બદલે છે. પંચાંગ પ્રમાણે ગુરુ 24 નવેમ્બર 2022ના રોજ સવારે 04.36 કલાકે મીન રાશિમાં માર્ગી થઈ જશે.

ગુરુ માર્ગી થવાથી બધી રાશિના જાતકો ઉપર ખૂબ જ ખાસ પ્રભાવ પડે છે. જ્યોતિષ શાસ્ત્રની માન્યતા છે કે જે જાતકોની કુંડળીમાં ગુરુ સારા ભાવમાં રહે છે. તેઓ હંમેશાં શુભફળ જ પ્રદાન કરે છે. ગુરુના કારણે જાતકોના જીવનમાં સુખ આવે છે.

ગુરુ ગ્રહનું પોતાની જ રાશિમાં માર્ગી થવું શુભ
ગુરુ 24 નવેમ્બર 2022ના રોજ સવારે 04.36 કલાકે મીન રાશિમાં માર્ગી થઈ જશે. જ્યોતિષમાં ગુરુ ગ્રહને ધર્મ, લગ્ન, માન-સન્માન અને શુભતા પ્રદાન કરનાર ગ્રહ માનવામાં આવે છે. ગુરુનું પોતાની જ રાશિમાં માર્ગી થવું જાતકોની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં, બધા પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવામાં મદદગાર રહેશે. જે લોકો લગ્ન યોગ્ય છે અને કોઈ નવું કામ કે વેપાર શરૂ કરવા ઇચ્છે છે તેમના માટે ગુરુનું માર્ગી થવું વરદાન સમાન છે. આ સિવાય જે લોકો નોકરીની શોધ માટે છેલ્લાં કેટલાંક દિવસોથી કોશિશ કરી રહ્યા છે તેમને સફળતા મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગુરુનું પોતાની જ રાશિમાં માર્ગી થવું ખૂબ જ સારો સંકેત છે. ગુરુનું માર્ગી થવું અમુક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલી શકે છે.

ગુરુનું માર્ગી થવું અને મીન રાશિ પર પ્રભાવ
ગુરુ 24 નવેમ્બરના રોજ પોતાની જ રાશિ મીનમાં માર્ગી થવાનો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બારેય રાશિના લોકોને કોઈને કોઈ ગ્રહનું સ્વામિત્વ પ્રાપ્ત છે. આ ક્રમમાં દેવગુરુ બૃહસ્પતિને મીન રાશિનું સ્વામિત્વ મળેલું છે. મીન રાશિના જાતકો માટે ગુરુ પહેલાં અને દસમા ભાવના સ્વામી છે. ગુરુ પહેલાં ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે. સાથે જ, ગુરુ ઉપર શનિની દૃષ્ટિ પણ પડી રહી છે. આ કારણે મીન રાશિના જાતકોના કરિયર અને જીવનમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે. શુભફળની પ્રાપ્તિ શક્ય છે. ધર્મ તરફ તમારો રસ વધશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે.

મીન રાશિમાં ગુરુના માર્ગી થવાથી વિશેષ યોગ બનશે
24 નવેમ્બરના રોજ ગુરુના સ્વરાશિ મીનમાં માર્ગી થવાથી હંસ પંચ મહાપુરુષ નામનો યોગ બનશે. આ યોગ ધન, વેપાર અને કરિયરમાં વધારો કરે છે. વૈદિક જ્યોતિષ ગણતરી પ્રમાણે હંસ પંચ મહાપુરૂષ યોગથી જાતકોને કાર્યોમાં સફળતા અને બુદ્ધિ કૌશલમાં તીવ્ર વિકાસ જોવા મળે છે. આ યોગ ભાગ્યમાં વધારો અને વેપારમાં પ્રગતિના સંકેત આપનાર રહેશે.

ગુરુનું નડતર દુર કરવા નીચેના ઉપાયો કરવા

  • દર ગુરુવારે ચણાની દાળનું સેવન કરવું.
  • ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળનું દાન કરવું.
  • 'ઓમ હ્રીમ હ્રામ કલીમ કલીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ ' આ મંત્ર રોજ દીવો ધૂપ કરી ૧૦૮ વાર કરવા.
  • સવારે ઉઠતાની સાથે જ કપાળ પર કોરી હળદર અને ચંદનના પાવડરનો ચાંલ્લો કરવો.
  • સોનાની ધાતુમાં અસલ પોખરાજ જેને અંગ્રેજીમાં યેલો સેફાયર કહે છે તે પણ ધારણ કરવાથી લાભ થાય છે. અને હા મધ્યમ વર્ગના જાતકો માટે રતનની ખાસ વાત કે જો તમે પોખરાજ ખરીદવા માટે સક્ષમ ના હોવ તો તેનું ઉપરત્ન સેત્રીન પણ પેહરી શકાય
અન્ય સમાચારો પણ છે...