શનિવાર, 4 માર્ચેનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે તમે પોતાની અંદર આત્મવિસ્વાસ અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. મિત્રોની સાથે ફરવા અને મનોરંજન કરવામાં સમય પસાર થશે. ખોટા કાર્યોમાં ખર્ચ થશે. કોઈ મિત્રને રૂપિયાની મદદ કરવી પડશે. સંતાનને લઈને કોઈ વાતને લઈને મનમાં ચિંતા રહેશે. કાર્યક્ષેત્રમાં તમારું જોર કર્મચારીઓ પર રહેશે. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
------------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, તમારું પૂરું ધ્યાન આર્થિક ગતિવિધિઓને મજબૂત કરવા પર રહેશે. ગૃહ સુધાર સાથે જોડાયેલી યોજનાઓ બનશે. વાસ્તુના નિયમોનું પાલન કરશો તો યોગ્ય પરિણામ મળશે. વિપરિત લિંગની કોઈ વ્યક્તિને ઉધાર રૂપિયા આપતી વખતે સાવધાન રહો. કારણ કે રૂપિયા પાછા મળવાની શક્યતા નથી. આ સમયે કાર્યક્ષેત્રમાં ધ્યાન નહીં લાગે.
શું કરવું - ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 3
------------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, દૈનિક જીવનમાં થાક વધુ રહેવાથી આજે તમે આરામ અને કલાત્મક ગતિવિધિઓમાં સમય પસાર કરશો. પોતાની છુપાયેલી પ્રતિભાનો ઉપયોગ કરીને તમે પોતાને ફરીથી શક્તિવાન બનાવી લેશો. મનમાં નકારાત્મક વિચારો પેદા થઈ શકે છે અને પોતાના કાકાવાળા ભાઈને સાથે સંબંધો મધુર બની શકે છે. પાર્ટનરશીપના કાર્યોમાં સફળતા મળશે.
શું કરવું - યોગ-પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
------------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, દિલથી નહીં દિમાગથી કામ લો. તમારા આવકના સાધનોમાં સુધારો થશે તથા આર્થિક ગતિવિધિઓમાં સુધારો થશે. કોઈપણ યોજના બનાવવામાં ઊતાવળ ન કરો. ભાવુકતામં આવીને નિર્ણય લેવો તમારી માટે નુકસાનદાય રહેશે. આ સમયે ખોટા ખર્ચા પણ વધે. જો કોઈ નવું કામ શરૂ કરવું હોય તો સમય સારો છે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
------------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહોની સ્થિતિ પૂરી રીતે તમારા પક્ષમાં છે. ક્યારેક તમારો અહંકાર અને અતિ આત્મવિશ્વાસ તમને સમાજથી અલગ કરી દેશે. બાળકોની ગતિવિધિઓ અને સાથે જ તેમની નજર રાખવી પણ જરૂરી છે. આજે કોઈપણ વ્યક્તિની સાથે પાર્ટનરશીપ ન કરો. પાર્ટનર સાથે તણાવ વધી શકે છે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
------------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે તમારો મોટાભાગનો સમય બાહ્ય ગતિવિધિઓમાં વિતશે. નવા લોકો સાથે સંપર્ક પણ વધશે. કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક આયોજનમાં જવાની તક મળે. જૂઠી મિત્રતાથી દૂર રહો. પારિવારિક વ્યવસાયમાં ઉન્નતિ થઈ શકે છે. પારિવારિક વ્યવસ્થા બનાવી રાખવામાં જીવનસાથીની મદદ મળશે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- જાંબડીયો
શુભ અંકઃ- 8
------------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, તમે પોતાની મહાત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે કઠોર મહેનત કરી રહ્યાં છો અને તમે સફળ થશો. તમારું ધ્યાન આર્થિક સ્થિતિને મજબૂત કરવા પર રહેશે. યુવાનો ઝડપથી અમીર બનવાની ઈચ્છાથી કોઈ ખોટું પગલું ભરી શકે છે. ધૈર્યથી પોતાના કાર્યોને પૂરાં કરો.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
------------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, આજે તમે પોતાની ચાણક્ય નીતિથી કોઈપણ કામ પૂરું કરી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સંબંધોનો વધુ લાભ ઊઠાવો. ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ મુદ્દો ફરીથી સામે આવશે. જેનાથી તણાવ વધશે. ઘરના વડીલોનો સહયોગ તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે.
શું કરવું - ગણેશજીને મોદકનો ભોગ લગાવો.
શુભ રંગઃ-ગુલાબી શુભ અંકઃ- 2
------------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, તમારો આદર્શવાદી અને સીમિત સ્વભાવ સમાજમાં તમારું સન્માન વધારશે. તમારું ધ્યાન આધ્યાત્મ સાથે જોડાયેલી કોઈ વસ્તુ તરફ જવા માટે ઉત્સુક રહેશે. સંતાનના નકારાત્મક પ્રભાવ અને ગતિવિધિઓથી પરેશાની વધી શકે છે. આ સમયે તમારી આવકના સાધનો સારા રહેશે. વ્યાવસાયિક ગતિવિધિઓ ચાલતી રહેશે.
શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.