પંચશક્તિના પ્રમુખ સૂ્યદેવની પૂજાનું પર્વ:મકર સંક્રાંતિ પર પાણીને લાલ ચંદન અને તલમાં મેળવીને અર્ઘ્ય આપવાથી મળે છે પુણ્ય

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૂર્યદેવ ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તો મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં મકર સંક્રાતંતિ પર ભગવાન ગણેશ, શિવ, વિષ્ણુ, દેવી લક્ષ્મી અને સૂર્યની સાધના સંયુક્ત રીતે કરવાનું પણ પ્રાચીન ધર્મ ગ્રંથોમાં મહત્વ બતાવ્યું છે. કારણ, સંસારને ચલાવનારી પંચ શક્તિની આરાધનાથી જ આ દિવસે ગ્રહોને પોતાની અનુકૂળ બનાવી શકાય છે. આવો જાણીએ મકર સંક્રાંતિનું મહત્વ અને આ દિવસ અને પર્વ સાથે જોડાયેલી ખાસ વાતો....

શું છે સંક્રાંતિઃ-

પંચાંગની ગણના પ્રમાણે 14 જાન્યુઆરી 2023ની રાત્રે 8 વાગીને 58 મિનિટે સૂર્ય રાશિ બદલી રહ્યો છે. એક વર્ષમાં સૂર્ય 12 રાશિઓમાં ગોચર કરે છે અને જે રાશિમાં પ્રવેશ કરે છે, તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. યેટલા માટે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ સાંજે થશે પરંતુ તેનો પુણ્યકાળ સ્નાન-દાન 15 જાન્યુઆરીએ કરવામાં આવશે.

તલ અને ખિચ઼ડીનું પણ મહત્વ

મકર સંક્રાંતિના દિવસે નારાયણની તલના તેલથી પૂજા કરવાનું ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ખિચડી અને તલના લાડુ ખાવાની પરંપરા પણ છે. દેશમાં અલગ-અલગ જગ્યાએ આ પર્વનું અલગ-અલગ નામોથી ઉજવણી કરવામાં આવે છે.

પંજાબ તથા જમ્મૂ-કાશ્મીરમાં લોહરીના નામથી મકર સંક્રાંતિ પર્વ મનાવામાં આવે છે, તો દક્ષિણ ભારતના રાજ્ય કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં આ પર્વને પોંગલ કહેવામાં આવે છે. વિશેષ વાત એ છે કે તમિલ પંચાંગનું નવું વર્ષ પોંગલથી જ શરૂ થાય છે.

આ રીતે મંત્રોચ્ચાર સાથે કરો પૂજા

આ અવસરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. મકર સંક્રાંતિના પ્રસંગે વાસણમાં પાણી, સિંદૂર, લાલ ફૂલ અને તલ મેળવીને સૂર્યને અર્ઘ્ય આપો. સૂર્ય દેવનું ધ્યાન કરીને ત્રણવાર 'ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नम:' મંત્ર બોલીને જળ અર્પિત કરો.

નારાયણ કવચ પાઠ અને સ્નાન-દાન કરો

માન્યતા છે કે મકર સંક્રાંતિના અવસરે સૂર્યદેવ મકર રાશિમાં આવે છે તો સૂર્ય પુત્ર શનિ દેવ પણ તેમની તલના તેલથી પૂજા કરે છે. મકર સંક્રાંતિ પૂજા-પાઠના દિવસે શ્રી નારાયણ કવચ, આદિત્ય હૃદય સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પૂરા મનોયોગ સાથે અને વિધિ-વિધાનથી કરવું ફળદાયી રહે છે.

ભગવાન સૂર્યની પૂજા પછી તલ, અડદ દાળ, ચોખા, ગોળ, વસ્ત્ર વગેરે કોઈ સુપાત્રને દાન કરો. આ દિવસે ભગવાનને તલ અને ખિચડીનો ભોગ પણ લગાવો.