કારતક મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ 19 નવેમ્બર એટલે આજે છે. પૂનમ તિથિ હોવાથી આ દિવસે સ્નાન-દાન અને અન્ય ધાર્મિક કાર્યોની પરંપરા છે. આખા વર્ષમાં માત્ર પૂનમ તિથિ એવી હોય છે જ્યારે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. ચંદ્ર જળ તત્વનો ગ્રહ છે. એટલે આ દિવસે નદી કે પવિત્ર જળમાં સ્નાનનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
કારતક પૂનમ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાનો દિવસ છે. એટલે આ પર્વમાં લોકો પવિત્ર ગંગામાં ડુબકી મારીને અને જરૂરિયાતમંદ લોકોને દાન આપીને પુણ્ય પ્રાપ્ત કરે છે. સાથે જ, પુરાણોમાં આ દિવસે હવન, દાન, જાપ, તપ અને અન્ય ધાર્મિક કાર્યોનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં આ દિવસે સ્નાન કરીને અને ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાથી ભક્તોને સૌભાગ્ય મળે છે.
સૂર્ય-ચંદ્રના શુભયોગથી પુણ્ય વધે છે
વૈદિક વિશ્વવિદ્યાલય ભીલવાડાના ડો. મૃત્યુંજય તિવારી જણાવે છે કે કારતક મહિનાની પૂનમના દિવસે સર્વાર્થસિદ્ધિ અને વર્ધમાન યોગ બની રહ્યો છે. આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. ત્યાં જ, સૂર્ય સાથે કેતુ અને ચંદ્ર સાથે રાહુની યુતિ આધ્યાત્મિક ઊર્જા વધારનારી રહેશે. સૂર્ય-ચંદ્રનો સમસપ્તક યોગ બનવાથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન આપવાથી અનેકગણું શુભ ફળ મળશે. ડો. તિવારીના જણાવ્યા પ્રમાણે જ્યાં ગોચરમાં શુભ ગ્રહોથી પૂર્ણિમા પર્વનું મહત્ત્વ વધી ગયું છે ત્યાં, અદૃશ્ય ચક્રાર્ધમાં બધા ગ્રહોની સ્થિતિથી દેશ અને વિશ્વમાં આત્મધાતી હુમલાઓ અને ભયનું વાતાવરણ પણ બનશે.
વેદ પુરાણોમાં મહત્ત્વ
ડો. તિવારીના જણાવ્યા પ્રમાણે વેદોમાં કારતક મહિનાને ઉર્જ નામ આપવામાં આવ્યું છે. એટલે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ આ મહિનો આધ્યાત્મિક ઊર્જાને વધારનાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન નારાયણે મસ્ત્ય અવતાર લીધો હતો. આ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર એટલે માછલી સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. કારતક મહિનાની પૂર્ણિમાએ ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના અસુરને માર્યો હતો ત્યારથી ભગવાન શંકરને ત્રિપુરારી કહેવામાં આવે છે અને આ પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે. મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી મહારાજ યુધિષ્ઠિરે આ દિવસે ભીષ્મને ધર્મોપદેશ આપ્યો હતો. આ દિવસે ગુરુ નાનક જયંતિ અને દીપદાન કરી દેવ દિવાળી ઊજવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.