બુધ ઉદય:29 જુલાઈએ બુધ ગ્રહ ઉદય થઈને મેષ, કર્ક અને સિંહ રાશિમાં રાજયોગ બનાવશે, 8 રાશિના જાતકોને ધનલાભ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 જુલાઈ, શુક્રવારે બુધ ગ્રહ કર્ક રાશિમાં ઉદય થશે, આ ગ્રહનો ઉદય સારા દિવસો લાવશે
  • બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, ધન અને વેપારનો કારક ગ્રહ છે.

બુધ ગ્રહને જ્યોતિષમાં ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. જોકે, બુધ ખૂબ જ નાનો ગ્રહ છે, પરંતુ બુધ ગ્રહની સ્થિતિમાં થોડું પણ પરિવર્તન જીવન ઉપર મોટી અસર કરી શકે છે. હાલમાં જ 17 જુલાઈએ બુધ ગ્રહએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આ ગ્રહ આ સમયે અસ્ત પણ છે. 29 જુલાઈ, શુક્રવારે બુધ ગ્રહ ઉદય થશે.

કોઈપણ ગ્રહ અસ્ત ક્યારે થાય છે
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તે અસ્ત થઈ જાય છે. ગ્રહના અસ્ત થવાથી તેની શક્તિઓ ઘટે છે અને તે અશુભ ફળ આપવા લાગે છે. 29 જુલાઈના રોજ બુધના ઉદય થતાં જ 8 રાશિના લોકોને શુભ ફળ મળવા લાગશે.

બુધનો ઉદય આ રાશિના લોકો માટે શુભ
મેષ
- આ રાશિમાં બુધ બીજા સ્થાને ઉજય થઈને રાજયોગ બનાવશે. જેને જ્યોતિષમાં ધન અને વાણીનું સ્થાન કહેવામાં આવે છે. એટલે આ સમયગાળા દરમિયાન તમને અચાનક ધનલાભના યોગ બનશે. સાથે જ, જો તમારા રૂપિયા કોઈ સ્થાને અટવાયેલાં છે તો તે આ દિવસોમાં પાછા મળી શકે છે. ત્યાં જ, આ સમયે તમે આર્થિક રીતે મજબૂત બનશો. સાથે જ, જે લોકોનું કરિયર વાણી સાથે જોડાયેલું છે. જેમ કે- વકીલ, શિક્ષક, મીડિયા, માર્કેટિંગ વગેરે તેમને આ સમયે લાભ મળી શકે છે.

મિથુન- બુધનો ઉદય મિથુન રાશિના લોકોને શુભ ફળ આપશે. આ જાતકોને ધનલાભ થશે. અચાનક રૂપિયા પણ મળશે. સાથે જ આવક પણ વધશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. વેપારીઓને ખાસ લાભ થશે. તેમને મોટો ઓર્ડર મળી શકે છે. આ રાશિના જાતકોને તેમની વાણીના બળે કામ મળી શકે છે.

કર્ક- આ લોકોની કુંડળીમાં બુધ દેવ ઉદય થઈને રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. બુધ દેવ તમારા 11માં ભાવમાં ઉદય થશે. જેને આવક અને લાભનું સ્થાન કહેવામાં આવે છે. આ સમયે તમારી આવકમાં સારો વધારો થશે. સાથે જ વેપારમાં સારો ધનલાભ થઈ શકે છે. નવા વ્યવસાયિક સંબંધ બની શકે છે અને કારોબારનો વિસ્તાર થઈ શકે છે. રોકાણ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમને વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે.

સિંહઃ- આ રાશિના લોકોની ગોચર કુંડળીમાં બુધ ઉદય થઈને રાજયોગ બનાવશે. બુધ ગ્રહ તમારી રાશિથી દશમા સ્થાને ઉદય થશે. જેને કર્મ અને જોબનું સ્થાન કહેવામાં આવે છે. એટલે આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારું પ્રમોશન અને આવક પણ વધી શકે છે. આ સમયે તમને કારોબારમાં સફળતા મળી શકે છે. તમારો કારોબાર વિદેશ સાથે જોડાયેલો હોય તો તમને સારો ધનલાભ થઈ શકે છે.

બુધના ઉદય થતાં જ 8 રાશિના લોકોને શુભ ફળ મળવા લાગશે
બુધના ઉદય થતાં જ 8 રાશિના લોકોને શુભ ફળ મળવા લાગશે

કન્યાઃ- બુધનો ઉદય આ જાતકોને નોકરી અને વેપારમાં લાભ અપાવશે. તેમની આવકમાં નફો થશે. ઉન્નતિ મળશે. નવી તકનીકો દ્વારા રૂપિયા મળશે. લવ લાઇફ પણ સારી રહેશે. કુલ મળીને આ સમયગાળો આ રાશિના લોકો માટે ખૂબ જ લાભનો રહેશે. શેરબજારમાં પણ લાભ મળી શકે છે.

તુલાઃ- બુધનો ઉદય તુલા રાશિના લોકોને કરિયરમાં મોટો લાભ આપશે. તેમને નવી નોકરીનો લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને આવક વધવાની શક્યતા છે. વેપારીઓનું નેટવર્ક વધશે. લાભ વધશે. તમારા કામના વખાણ પણ થશે.

વૃશ્ચિકઃ- આ રાશિના લોકોને બુધના ઉદય થવાથી સંપત્તિ લાભ મળી શકે છે. આ દરમિયાન કરિયર પણ ઝડપથી આગળ વધશે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે જે સફળ પણ રહેશે. સંતાન સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ પહેલાં કરતા વધું સારું રહેશે.

મકરઃ- આ રાશિના લોકોના આર્થિક સ્તરમાં સુધાર આવશે. રૂપિયાની અછતથી જો કોઈ કામ અટવાયેલું હોય તો તે પૂર્ણ થઈ શકે છે. જીવનસાથી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે. કુલ મળીને બુધનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ રહેશે.