મંગળવારનું અંક ભવિષ્યફળ:3 જાન્યુઆરીએ અંક 8ના જાતકોને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત સફળ રહેશે અને કોઈ જૂની મહત્વકાંક્ષા પૂરી કરી શકો છો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

3 જાન્યુઆરી, મંગળવારનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, અટવાયેલાં નાણાંમાંથી એક નાનકડો ભાગ તમને પાછો મળી શકે છે. મનમાં સંતોષનો ભાવ રહેશે. તમારા માટે આગળ વધવાનો સમય છે. બીજા પર શક કરવાથી સંબંધો બગડી શકે છે, એટલા માટે તમારા વિચારો નરમ રાખો. વિપરિત પરિસ્થિતિમાં અભિભૂત ન થશો. વર્તમાન વ્યવસાય પર ધ્યાન આપો. કોઈપણ સમસ્યામાં જીવનસાથીની સલાહ લેશો તો યોગ્ય માર્ગદર્શન મળશે.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, બપોરની સ્થિતિ અનુકૂળ રહેશે. એટલા માટે દિવસની શરૂઆતમાં જ પોતાના કાર્યોની રૂપરેખા તૈયાર કરી લો. પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં તમારો સમય વિતશે. મનમાં ઊર્જા અને પ્રસન્નતા રહેશે. આ દરમિયાન કોઈ સંબંધી સાથે અણબનાવ થઈ શકે છે. પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખો. પરેશાની પેદા થાય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. તમારો કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. કારોબાર સાથે જોડાયેલ કોઈ પરેશાની હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લો.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, તમારા ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ અને સરળ સ્વભાવને લીધે સમાજમાં તમારું માન-સન્માન વધશે. સામાજિક કાર્યોમાં તમે વિશેષ યોગદાન આપી શકો. પારિવારિક વિવાદ કે અસહમતિને ઉકેલવાનો આ યોગ્ય સમય છે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા અપ્રિય સમાચાર મળવાથી નિરાશા રહેશે. આ દરમિયાન લાગણીઓ પર કંટ્રોલ રાખવો જરૂરી છે. કોઈ નવી યોજના શરૂ ન કરો. વ્યાપારિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ નથી પારિવારિક બાબતોમાં દખલ દેવાને લીધે ઘરનો માહોલ તણાવપૂર્ણ રહેશે.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો,

શુભ રંગઃ- મરૂણ

શુભ અંકઃ- 3

--------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, કોઈ જૂના મિત્ર સાથે મળવાથી ખુશી પ્રાપ્ત થશે. પોતાની કેટલીક રસપ્રદ ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી તમને આનંદ પ્રાપ્ત થાય. મદદ માટે બીજા પર આધારિક રહેવાને બદલે પોતાના કામને નૈતિકતા અને દક્ષતાથી કરો. ઘરમાં વડીલોનું સન્માન જાળવી રાખવાની જવાબદારી તમારી છે. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટો કઠોર મહેનત કરવી પડશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, આજનો દિવસ સમાન્ય રહેશે. સંતાન સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે. વિવાદિત સંપત્તિનો મામલો વડીલોની મદદથી ઉકેલવાનો પ્રયાસ કરો. આ સમયે તમે કોઈ નવી જવાબદારી લઈ શકો છો જે ચિંતાનું કારણ છે. રોકાણ કરતાં પહેલાં સારી રીતે તપાસ કરી લેજો. વાતને સમજ્યા વગર કોઈની સાથે ઝઘડો ન કરો. તેનાથી તમારી બેચેની વધી શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ વ્યાવસાયિક નિર્ણય લેવા માટે હાલનો સમય અનુકૂળ નથી.

શું કરવું - ભગવાન ગણેશજીની આરાધના કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, આજે મોટાભાગના કામ સારી રીતે તશે, જેનાથી મનને સંતોષ મળશે. પારિવારિક સુખ-સુવિધાઓ માટેની ખરીદી પાછળ ખર્ચ વધશે. આ દરમિયાન રૂપિયાની લેન-દેન કે ઉધાર લેવા-આપવાથી દૂર રહેવું. કોઈની સાથે વાત કરતી વખતે સારી ભાષાનો ઉપયોગ કરો. વિવાદ જેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે. હાલ કોઈ નિર્ણય લેવામાં થોડી પરેશાની આવી શકે છે. વેપારમાં વર્તમાન ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, તમારું ધૈર્ય તમારી દિનચર્યાને સારી રીતે કામ કરવામાં મદદરૂપ થશે. સંતાનના પ્રવેશને લગતી કોઈ સમસ્યા દૂર થઈ શકે છે. થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં વિતાવવાથી તમને માનસિક શાંતિ મળી શકે છે. ક્યારેક-ક્યારેક આળસ અને આળસને લીધે તમે પોતાના કામ ટાળવાનો પ્રયાસ કરશો. પોતાના કામ સમયસર પૂરાં કરજો. તમારા કોઈ નિર્ણય લેવામાં પરેશાની આવતી હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. વ્યવસાયમાં આ સમયે ધ્યાન આપવાની જરૂર છે.

શું કરવું - સૂર્યને જળ અર્પિત કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, કોઈ પ્રભાવશાળી વ્યક્તિની નજીક આવશો. આજના દિવસે તમારી કોઈ મહાત્વાકાંક્ષા પૂરી થઈ શકે છે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો તેની પર ધ્યાન આપો. ભાવુક થઈને તમે કોઈ ખોટો નિ્ણય લઈ શકો છો, એટલા માટે પોતાના વિચારોને વ્યાવહારિક રાખો. ઘણીવાર મન અશુદ્ધ હોય તેવું લાગશે. મીડિયા અને માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોને સારી સફળતા મળી શકે છે. પત્ની સાથે સારો તાલમેળ રહેશે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આજે કામ વધુ રહેશે, પરંતુ મનના ધાર્યા પ્રમાણે સફળતા મળશે અને ઉત્સાહ પણ વધશે. તણાવ દૂર થવાને લીધે તમે ઠોસ અને મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય લેવામાં સક્ષમ હશો. થોડો સમય હકારાત્મક અને રસના કાર્યોમાં ચોક્કસ વિતાવો. આળસ કે લાપરવાહીને પોતાના પર હાવી ન થવા દો. કોઈ બીજા વ્યક્તિને પોતાના કામમાં દખલ ન કરવા દેશો. આખો દિવસ વ્યસ્ત રહેવા છતાં પરિવારની સાથે ખુશીથી સમય વિતાવી શકશો.

શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 12