આ વર્ષે શનિ એક જ વાર રાશિ બદલશે અને 17 જાન્યુઆરીથી પોતાની જ રાશિ અર્થાત્ કુંભમાં રહેશે. જેનાથી ધન રાશિવાળાની સાડાસાતી સમાપ્ત થશે. મિથુન અને તુલા રાશિના લોકોને ઢૈય્યાથી રાહત મળશે. આ દરમિયાન આ ગ્રહ 140 દિવસ સુધી વક્રી અને 33 દિવસ અસ્ત રહેશે. શનિની ચાલમાં ફેફાર થવાથી તેની અસર દેશ-દુનિયા સહિત બધી રાશિના જાતકો પર પડશે.
મીન રાશિ પર શરૂ થશે સાડાસાતી
શનિ કુંભ રાશિમાં આવતાં જ મીન રાશિ પર સાડાસાતી શરૂ થઈ જશે અને ધન રાશિવાળાને તેનાથી રાહત મળશે. આ જ રીતે આખું વર્ષ મકર, કુંભ અને મીન રાશિવાળા લોકો પર શનિની સાડાસાતીની અસર રહેશે. જેમાં મકર રાશિવાળાને જોબ અને બિઝનેસમાં પ્રમોશન મળવાના યોગ બનશે. પરંતુ કુંભ અને મીન રાશિવાળા લોકો પરેશાન થઈ શકે છે. આ બંને રાશિના લોકોને કોઈ કારણસર ચોટ લાગી શકે છે. કામકાજમાં અણગમતા ફેરફાર થવાની પણ આશંકા છે.
કર્ક અને વૃશ્ચિક રાશિ પર રહેશે ઢૈય્યા
શનિના રાશિ પરિવર્તનથી મિથુન અને તુલા રાશિના લોકોને ઢૈય્યાથી રાહત મળશે અને આ રાશિના લોકોને ફાયદો થશે. પરંતુ કર્ક અને વૃશ્ચિક રાશિવાળા પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. જેનાથી આ બે રાશિના લોકોને ટ્રાન્સફર થવા, નોકરી અને બિઝનેસમાં જવાબદારી બદલાવાના પણ યોગ બનશે. ભાગ-દોડી વધી શકે છે. વિવાદ થઈ શકે છે. કામમાં વધુ મહેનત કર્યા પછી જ સફળતા મળી શકશે. એટલા માટે આ રાશિના લોકોને સંભાળીને રહેવું પડશે.
દેશ-દુનિયા માટે કેવો રહેશે શનિ
શનિ કુંભ રાશિમાં આવવાથી દેશમાં કંસ્ટ્રક્શન વધશે. પશ્ચિમી દેશોમાં વિવાદ વધી શકે છે. નાણાકીય સ્થિતમાં સુધારો થશે. નીચલા વર્ગના લોકો માટે રોજગારની તકો ઊભી થશે. એવા લોકોને પદ અને અધિકાર પણ મળી શકે છે. જો કે પડોશી દેશો સાથે જોડાયેલ ભારતની સીમાઓ પર તણાવ અને વિવાદ ચાલતો રહેશે. શનિના પ્રભાવથી દેશમાં મોટા કાયદાકીય નિર્ણયો થઈ શકે છે. ગેરકાયદેસર કામ કરતા લોકોને સજા મળી શકે છે. લાંબા સમયથી મહેનત કરી રહેલાં લોકોને આ વર્ષે સફળતા મળવાની પૂરી સંભાવના છે.
અશુભ અસરથી બચવા માટે કરો હનુમાનજીની પૂજા
ગ્રંથોમાં જણાવ્યું છે કે શનિની અશુભ અસરને ઓછી કરવા માટે દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ. મંગળવારે હનુમાનજીની પૂજાથી પણ શનિદોષ ઓછો થાય છે. શનિવારે કાંસાની પ્લેટ કે વાટકીમાં તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જોઈને પછી શનિદેવને પ્રણામ કરીને તેલથી ભરેલ કાંસાનું વાસણ દાન કરી દો. સાથે જ કાળા તલ, કામળો, અડદ, લોખંડના વાસણ અને જૂતા-ચપ્પલનું દાન પણ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.