વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી ધીમા ગ્રહનો દરજ્જો પ્રાપ્ત છે. શનિ એક રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષ લે છે. શનિને કર્મ અને લાભ ભાવનો અધિકાર આપવામાં આવ્યો છે, ત્યાં જ એ રાજનીતિ, રહસ્ય, તંત્ર, ગુપ્તવિદ્યા, તેલ વગેરેનો કારક ગ્રહ છે. રાજનીતિમાં શનિને જનતાનો કારક કહેવામાં આવે છે. શનિદેવની કૃપા વિના કોઈપણ વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે નહીં. 17 જાન્યુઆરી 2023ના રોજ શનિદેવ 3 દશક પછી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના આ ગોચરથી પાંચ રાશિના જાતકો વર્ષ દરમિયાન પીડિત રહી શકે છે.
સાડાસાતી શું છે?
તમારી જન્મ રાશિ (ચન્દ્ર રાશિ)થી ગોચરમાં શનિ બારમા, પહેલા અને બીજા ભાવમાં જ્યારે ભ્રમણ કરે છે તો સાડાસાત વર્ષના સમયને શનિની સાડાસાતી કહેવાય છે. શનિની સાડાસાતી માનસિક, શારીરિક અને આર્થિક દૃષ્ટિએ કષ્ટદાયી અને દુઃખદાયી હોય છે. શનિની સાડાસાતી સાંભળતાં જ લોકો ચિંતિત અને ડરી જાય છે. સાડાસાતીમાં અસંતોષ, નિરાશા, આળસ, માનસિક તાણ, વિવાદ, રોગ-દેવાનું કષ્ટ અને આગથી હાનિ, ઘર-પરિવારમાં વડીલોનાં મૃત્યુ જેવા અશુભ ફળ પ્રાપ્ત થાય છે.
એવું પણ જોવામાં આવ્યું છે કે સંપૂર્ણ સાડાસાત વર્ષ પીડા આપનારાં હોતાં નથી. સાડાસાતીના સમયમાં કેટલાક લોકોના લગ્ન, સંતાન પ્રાપ્તિ, નોકરી-વ્યવસાયમાં પ્રગતિ, ચૂંટણીમાં વિજય, વિદેશયાત્રા વગેરે શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.
શનિની ઢૈયા શું છે?
જ્યારે શનિ ગોચર કાળમાં રાશિથી ચોથા કે આઠમા ભાવમાં વિરાજમાન હોય તો એ સ્થિતિમાં શનિની ઢૈયા કહેવાય છે, જોકે ચોથા ભાવથી માનસિક સુખ અને આઠમા ભાવથી દુર્ઘટનાનો વિચાર કરવામાં આવે છે ત્યારે જ્યારે પણ તમારી ચંદ્ર રાશિથી શનિ આ ભાવમાં ગોચર કરે છે તો એને શનિની ઢૈયા કહેવામાં આવે છે. એક સાડાસાતી ત્રણ ઢૈયાથી મળીને બને છે, કારણ કે શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી ચાલે છે. જેમની રાશિ પર ઢૈયા ચાલી રહી હોય તેમણે નાની-નાની વાતોમાં ગુસ્સો કરવાથી બચવું, નહીંતર કામ વધારે ખરાબ થઇ શકે છે. નોકરી કરનારા લોકોએ અધિકારીઓનો સાથ મળી શકે છે, આકરી મહેનત પછી પોઝિટિવ ફળ મળી શકે છે.
વર્તમાનમાં આ રાશિના જાતકો પર સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે
વર્તમાનમાં શનિ પોતાની સામાન્ય રાશિ મકરમાં ગોચર કરી રહ્યા છે ત્યારે તેના પ્રભાવને કારણે મિથુન અને તુલા રાશિના જાતકો પર ઢૈયા ચાલી રહી છે. ત્યાં જ ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર સાડાસાતી ચાલી રહી છે. શનિ જ્યારે 17 જાન્યુઆરીના રોજ કુંભમાં પ્રવેશ કરશે ત્યારે મિથુન અને તુલા રાશિના જાતકો પરથી ઢૈયા દૂર થશે. ત્યાં જ ધન રાશિના જાતકો શનિની સાડાસાતીના કાળથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જશે.
વર્ષ 2023માં આ રાશિના લોકો પર સાડાસાતી અને ઢૈયા રહેશે
17 જાન્યુઆરી 2023થી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોની ઢૈયા શરૂ થશે. કર્ક રાશિના આઠમા ભાવમાં ત્યાં વૃશ્ચિક રાશિના ચોથા ભાવથી શનિનું ગોચર શરૂ થશે. આ સિવાય મકર રાશિની સાડાસાતીનો અંતિમ તબક્કો, કુંભ જાતકોનો મધ્ય અને મીન રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે.
શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે?
આ પરંપરા પાછળ અનેક કથાઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે, રાવણે બધા ગ્રહોને પોતાના આધીન કરી લીધા હતાં. રાવણ શનિદેવને ખૂબ જ સજા આપતા હતા, જેને કારણે શનિદેવને ખૂબ જ પીડા થતી હતી. જ્યારે હનુમાનજી લંકા પહોંચ્યા ત્યારે તેમણે શનિદેવના શરીર પર લગાવવા માટે તેલ આપ્યું. આ તેલ લગાવવાથી શનિદેવની પીડા દૂર થઈ ગઈ હતી.
એક અન્ય કથા પ્રમાણે, એકવાર શનિદેવને પોતાની શક્તિઓ પર ઘમંડ થઈ ગયો ત્યારે તેઓ હનુમાનજી સાથે યુદ્ધ કરવા પહોંચી ગયા. હનુમાનજીએ શનિને યુદ્ધમાં પરાજિત કરી દીધા. હનુમાનજીના પ્રહારોથી શનિને ખૂબ જ પીડા થઈ રહી હતી. તે હનુમાનજીએ શનિને શરીર ઉપર લગાવવા માટે તેલ આપ્યું હતું. તેલ લગાવ્યા પછી શનિદેવની પીડા શાંત થઈ ગઈ હતી. આવી જ માન્યતાઓના કારણે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રચલિત છે.
શનિપૂજામાં ધ્યાન રાખવામાં આવતી વાતો
જ્યોતિષમાં શનિને પશ્ચિમ દિશાનો સ્વામી જણાવવામાં આવે છે. આ કારણે તેમની પૂજા કે મંત્રજાપ કરતી સમયે પશ્ચિમ દિશા તરફ મુખ હોવું જોઈએ. કાળા કપડાં પહેરી શકો છો. કાળા આસનનો ઉપયોગ કરવો જોઈએ. તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ ન કરો, કેમ કે આ સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાના દુશ્મન છે. શનિની પૂજામાં લોખંડના વાસણનો ઉપયોગ કરો. લોખંડ કે માટીનો દીવો પ્રગટાવો. લોખંડના વાસણમાં તેલ ભરીને શનિદેવને ચઢાવો. શનિ મંત્ર ૐ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.