• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On January 12, The Number 1 Natives Will Get The Support Of A Special Person Due To Favorable Planetary Positions, Which Will Strengthen Them Emotionally.

ગુરુવારનું અંક ભવિષ્યફળ:12 જાન્યુઆરીએ અંક 1ના જાતકોને ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેવાથી કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળશે, જે ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

12 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ મળવાથી તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. યુવા વર્ગ પોતાની મહેનત અને યોગ્યતાથી લક્ષ્યને પૂરું કરવામાં સફળ થશે. ભાઈઓની વચ્ચે કોઈ પારિવારિક વિવાદને લઈને તણાવ રહી શકે છે. એક-બીજા સાથે સંબંધોમાં અંતર ન વધે તેનું ધ્યાન રાખો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનથી કામ કરો.

શું કરવું - ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, ફોન કે ઈમેઈલના માધ્યમથી તમને કોઈ જાણકારી મળી શકે છે જે તમારી માટે ફાયદાકારક સાબિત થશે. તમે પોતાની પ્રતિભા અને ક્ષમતાથી દરેક પડકારનો સ્વીકાર કરશો. મહિલાઓ પોતાના કર્તવ્યો પ્રત્યે જાગરુક રહેશે. ભાવુકતાને બદલે વ્યવહારિક અને થોડો સ્વાર્થી ભાવ પોતાની અંદર લાવો. પરિચિત લોકો સાથે વ્યવહાર કરતી વખતે થોડું અંતર રાખવું જરૂરી છે.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- બાદામી

શુભ અંકઃ- 11

------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, સમય મિશ્રફળદાયી રહેશે. બીજા પાસે અપેક્ષા રાખવાને બદલે જો તમે પોતાના કાર્યોનું નિષ્પાદન કરશો તો તે તમારી માટે ઉપયુક્ત રહેશે. ઘરમાં લગ્ન યોગ્ય વ્યક્તિનો સંબંધ આગળ વધી શકે છે. ખોટા કાર્યોમાં વ્યર્થની સ્થિતિ રહેશે. ક્યારેક-ક્યારેક આળસ અને મોજ-મસ્તીમાં સમય બરબાદ કરવો તમારી માટે મહત્વની સફળતા ખોઈ નાખવા સમાન રહે.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, જો કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો વાતચીતના માધ્યમથી ચાલી રહેલાં કોઈ વિવાદને ઉકેલી શકાય છે. કોઈ મહત્વપૂર્ણ સલાહ પણ મળી શકે છે. પારિવારિક વ્યવસ્થાને સારી રાખવામાં તમે સફળ થશો. કોઈ મિત્રની આર્થિક સમસ્યાઓમાં મદદ કરવી છે, પરંતુ તમે બજેટનું પણ ધ્યાન રાખો. કોઈપણ સમસ્યામાં કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ લઈ શકાય છે. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી ન કરો.

શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, વર્તમાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે તો તમે પોતાની અંદર ગજબની શાંતિ અને ઊર્જા અનુભવશો. કોઈ નાના મહેમાનના આગમનના શુભ સમાચાર મળી શકે છે. પોતાના પ્રતિસ્પર્ધીઓની હરકતોથી સાવધાન રહો. યુવાઓને મનચાહ્યું પરિણામ ન મળવાને કારણે પોતાના પ્રોજેક્ટને લઈને તણાવ પણ ચાલતો રહેશે. વેપારમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 21

------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, તમે તમારી દિનચર્યામાં જે ફેરફાર કર્યો છે, તેનાથી તમે ઘણા હકારાત્મક મહેસૂસ કરશો. કોઈની પરેશાનીમાં દખલ અંદાજી ન કરો. તે સંબંધોને ખરાબ કરી શકે છે. કોઈની પાસે રૂપિયા ઉધાર ન લો. આ સમયે વધુ પરેશાન રહેવું ઉચિત નથી. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ ચાલતું રહેશે. પતિ-પત્નીએ એક-બીજા સાથે તાલમેળ બનાવીને ઘરની યોગ્ય વ્યવસ્થા રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, નાણાકીય ચિંતા દૂર થવાથી તણાવ દૂર થશે અને જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ પણ બનશે. અચાનક કોઈ એવી વ્યક્તિ સાથે સંપર્ક થશે જે તમારી માટે ફાયદાકારક સાબિત થશે. ઊતાવળમાં કોઈ નિર્ણય ન કરો. સાવધાન રહો કે કેટલાક લોકો ઈર્ષાની ભાવનાથી માનહાનિકારક કે અફવાહ ફેલાવનારી ગતિવિધિઓમાં ભાગ લઈ શકે છે. પોતાની વ્યાવસાયિક ગતિવિધિઓને ગુપ્ત રાખવી જરૂરી છે. વાહન સાવધાનીથી ચલાવવું.

શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આજે પરિવાર ભવિષ્ય સાથે જોડાયેલી કોઈ યોજના પર કામ કરશે. પાછલાં કેટલાક સમયથી ચાલી આવતી ભાગદોડીથી તમને રાહત મળી શકે છે. સાથે જ ઘરના વડીલોનો અનુભવ અને સલાહનું પાલન કરો. વ્યાપારિક અને વ્યક્તિગત ખરીદી કરતી વખતે પોતાના બજેટનું ધ્યાન રાખજો. પડોશીઓ સાથે નાની બાબતે ઝઘડો થઈ શકે છે. વ્યાપારિક નિર્ણય લેતી વખતે કોઈની સલાહ જરૂર લેજો. શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.

શુભ રંગઃ-ક્રીમ

શુભ અંકઃ- 16

------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, કોઈ અનુભવી અને ધાર્મિક કાર્યો કરનાર વ્યક્તિ સાથે મુલાકાત તમારી માનસિકતામાં હકારાત્મક ફેરફાર લાવશે.પાછલા કેટલાક સમયથી જે કામ કરવાનો તમે પ્રયાસ કરી રહ્યાં હતા, તેનું સારું પરિણામ મળી શકે છે. કોઈપણ નવું રોકાણ કરતાં પહેલાં તેના ફાયદા અને નુકસાન વિશે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો. ગુસ્સો કરવાને બદલે ધૈર્ય અને સંયમથી કામ લો. ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની પરેશાન રહી શકે છે.

શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 12