11 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજનો દિવસ જીવનમાં સોનેરી પલ લઈને આવશે. બુદ્ધિ કૌશલથી કરવામાં આવેલ કામ પૂરું થશે. પોતાના વેપારને વધારવા માટે ઘરના સદસ્યોની સાથે બેસીને ચર્ચા કરો. સોફ્ટવેયર કંપનીઓમાં કામ કરનાર લોકો માટે દિવસ સારો છે.
શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
----------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે આજે કેટલીક આદતોમાં સુધારો લાવવાથી તમારો દિવસ શ્રેષ્ઠ રહેશે. જૂના રોકાણથી મળેલી ધનરાશિથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની જશે. પ્રભુની આરાધનામાં મન લાગશે. ગૃહસ્થ જીવનમાં પ્રેમ અને સમજદારીની સાથે રોમાન્સ પણ રહેશે.
શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 3
----------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજે તમારું વ્યક્તિત્વ ખુશ્બુની જેમ ચારેય તરફ મહેકશે. તમને પોતાની પ્રતિભા અને યોગ્યતાને સાબિત કરવાની તક મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલ લોકોને પ્રમોશન મળવાના સંકેત મળી રહ્યાં છે. આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં હોવ તો કેટલાક મામલાઓમાં રાહત મળશે. શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
----------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે લોકોને તેમના વિચારો પ્રગટ કરવાથી રોકશો નહીં. પોતાની ગુણવત્તામાં નિરંતર વધારો કરવાનો પ્રયાસ ચાલું રાખો. સાહિત્યકારોને કોઈ ખુશખબર મળી શકે છે. સમયનો સદઉપયોગ કરો અને ખરાબ સંગતથી દૂર રહો. યુવા વર્ગે માતા-પિતાની વાતોનું પાલન કરવું.
શું કરવું - ગણેશજીની પૂજા-આરાધના કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
----------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આજે તમારી વાણી જ તમારું વરદાન છે. કપડાંના વેપારીઓ માટે નિરાશાભર્યો દિવસ રહી શકે છે. ઊતાવળે લાભ કમાવાના ચક્કરમાં ખોટી રીત ન અપનાવશો. પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે. મહિલાઓ ઘરની સાફ-સફાઈમાં વ્યસ્ત રહેશે.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
----------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે તમારા કામમાં કોઈ નવા પરિવર્તન લાવવા માટે તૈયાર રહો. વર્ક ફ્રોમ હોમ હોય તો કામકાજમાં થોડી પરિપક્વતા અને ગંભીરતા દેખાડો. કામ-કાજમાં વધારો થવાના અણસાર છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કરિયર સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- જાંબુડીયો
શુભ અંકઃ- 8
----------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજે દિવસની શરૂઆતમાં થોડી આળસ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયાસોને એક ઓળખ પ્રાપ્ત થશે. ફાઈનાન્સ સાથે જોડાયેલ મામલાઓમાં સાવધાની રાખવાની જરૂર છે. હોલસેલના વેપારીઓને આ સમયે મોટી માત્રામાં માલ ડંપ ન કરવો જોઈએ.
શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
----------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, તમે ઘરવાળાની આશાઓ ઉપર ખરાં ઊતરશો. ઉપહાર-સન્માનનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં તમારે તમારા ટાર્ગેટ પર ફોકસ રાખવું પડશે. આર્થિક તંગીથી બચવા માટે નકામા ખર્ચ પર રોક લગાવવો જરૂરી છે. ટકરાવની સ્થિતિ તમારી માટે હિતકારક નથી.
શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
----------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે તમને તમારા વિચારોમાં પરિવર્તન જોવા મળશે. ઉત્સાહપૂર્વક વ્યાવસાયિક યોજનાઓને પૂરી કરશો. જૂના રોકાણનું સારું રિટર્ન્સ મળવાની શક્યતા છે. યુવાનોને કરિયરમાં શ્રેષ્ઠ વિકલ્પની તલાશ રહેશે. લગ્નની ચર્ચાઓ સફળ થતી દેખાશે.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.