તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:22 ફેબ્રુઆરી ક્રૂર ગ્રહ મંગળનો વૃષભ રાશિમાં પ્રવેશ થશે, બારેય રાશિના જાતકો ઉપર અસર થશે

2 મહિનો પહેલા

વૈદિક જ્યોતિષમાં લાલ ગ્રહ મંગળને એક મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. જેને જ્યોતિષમાં ક્રૂર ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે અને આ ઊર્જા, સાહસ, યોદ્ધા વગેરેનો કારક હોય છે. એટલે મંગળને શક્તિશાળી અને અગ્નિ તત્વનો કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળ દેવ જ કોઇ વ્યક્તિને માનસિક રૂપથી સક્રિય, શારીરિક રૂપથી બળવાન, દઢ નિશ્ચયી અને મહત્ત્વકાંક્ષી બનાવે છે. તેના શુભ પ્રભાવથી જાતકની પર્સનાલિટી આકર્ષક, નેતૃત્વ ક્ષમતા અને સાહસમાં વધારો કરે છે. એવામાં આ મંગળ ગ્રહ 22 ફેબ્રુઆરી 2021, સોમવારે સવારે 5 વાગીને 2 મિનિટે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી મંગળના વૃષભ રાશિમાં આ સ્થાન પરિવર્તનની અસર બધી રાશિઓ ઉપર કોઇને કોઇ રીતે થશે.

મેષઃ- મંગળ તમારા બીજા સ્થાન ઉપર ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમને આર્થિક રીતે લાભ મળશે. સાસરિયા પક્ષથી પણ ધનલાભ થવાના સંકેત છે. સાથે જ તમારી પાસે અનાજની ખામી રહેશે. મંગળના શુભફળ મેળવવા માટે ધાર્મિક કાર્યોમાં તમારો સહયોગ આપો.

વૃષભઃ- મંગળ તમારા પહેલાં સ્થાને ગોચર કરશે. મંગળનું આ ગોચર તમારા પહેલાં સ્થાન એટલે લગ્ન સ્થાન ઉપર રહેશે. મંગળના આ ગોચરથી તમને ભરપૂર યશ-સન્માન મળશે. તમને ધનલાભ પણ થશે. મંગળના શુભફળ મેળવવા માટે મંદિરમાં મસૂરની દાળથી બનેલી કોઇ વસ્તુ દાન કરો અથવા માત્ર મસૂરની દાળ દાન કરો.

મિથુનઃ- મંગળ તમારા બારમાં સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ આ દરમિયાન થોડો ગુસ્સો આવી શકે છે. તમને તમારા દુશ્મનોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. મંગળ યંત્ર ધારણ કરવો.

કર્કઃ- મંગળ તમારા અગિયારમા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. ભાઈ-બહેનો પાસેથી મદદ મેળવવામાં પણ થોડું મોડું થઇ શકે છે. આ દરમિયાન મંગળના અશુભ ફળથી બચવા માટે અને શુભફળ મેળવવા માટે તલના લાડવા મંદિરમાં દાન કરો.

સિંહઃ- મંગળ તમારા દસમા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ દરમિયાન તમને સંતાન સુખ મેળવવામાં પણ થોડી પરેશાની આવી શકે છે. જો કોઇ સંતાન હોય તો તેણે કોઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કન્યાઃ- મંગળ તમારા નવમા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમારા ભાગ્યમાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે. તમારું જીવન સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહેશે.

તુલાઃ- મંગળ તમારા આઠમા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

વૃશ્ચિકઃ- મંગળ તમારા સાતમા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમને ગણિત વિષયમાં રસ વધશે. જીવનસાથીનો તમને પૂર્ણ સહયોગ મળશે. તમારા બાળકની ઉન્નતિ થશે અને તમને જીવનમાં આગળ વધવા માટે અનેક અવસર પ્રાપ્ત થશે.

ધનઃ- મંગળ તમારા છઠ્ઠા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમારા મિત્રોની સંખ્યામાં વધારો થઇ શકે છે. તમે તમારા પરિવાર અંગેની જવાબદારી પૂર્ણ કરવામાં સફળ રહેશો. તમને સંતાન સુખ પ્રાપ્ત થશે.

મકરઃ- મંગળ તમારા પાંચમા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમને વિદ્યાનો લાભ મળવામાં થોડી પરેશાની આવી શકે છે. સંતાન સુખ મેળવવા માટે તમારે મહેનત કરવી પડી શકે છે.

કુંભઃ- મંગળ તમારા ચોથા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી તમને જમીન અને વાહનનું સુખ મળશે. માતા પાસેથી મદદ મળી શકે છે.

મીનઃ- મંગળ તમારા ત્રીજા સ્થાને ગોચર કરશે. મંગળના આ ગોચરના પ્રભાવથી ભાઈ-બહેનો સાથે તમારા સંબંધ ઠીક જળવાયેલાં રહેશે. તમે તમારી મહેનત પ્રમાણે જીવનમાં ઉન્નતિ કરી શકશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લગ્નજીવન સુખમય રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો