• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • On December 4, Cancer Natives Will Be Able To Achieve Great Financial Gains Through Efforts, The Company Of Family And Friends Will Be Happy.

બુધવારનું ટેરોકાર્ડ રાશિફળ:4 ડિસેમ્બરે કર્ક જાતકોને પ્રયત્નો દ્વારા મોટો આર્થિક લાભ પ્રાપ્ત કરવો શક્ય બનશે, પરિવાર અને મિત્રોનો સાથ મળવાથી મન પ્રસન્ન રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ FIVE OF SWORDS

જીવન સાથે જોડાયેલી દરેક કઠિન વાતનો વિચાર કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરજો. બીજા લોકોને માત આપતી વખતે તમારા દ્વારા કઠિન વ્યવહાર થઈ શકે છે જેને લીધે તમે પણ દુઃખી થશો. તમારા સ્વભાવની વિરુદ્ધ વર્તન ન થાય તેનું ધ્યાન રાખજો. અહંકાર અને ક્રોધને કંટ્રોલમાં રાખીને કામ કરજો.

કરિયરઃ- કામ પર વધુ ધ્યાન આપવાને લીધે પ્રતિસ્પર્ધી કરતાં પોતાને શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરશો.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલી ચિંતા હાલના સમયમાં બિલકુલ ન કરશો.

હેલ્થઃ- પેટ દર્દ અને પેટને લગતું ઈન્ફેક્શન ન થાય તેનું દ્યાન રાખજો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------------------

વૃષભ THE MAGICIAN

જે લોકોની મદ મળી રહી હોય તેમનો સાથ મળવાને લીધે મોટી સમસ્યાઓનો હાલ શોધી શકવો સંભવ બનશે. હાલના સમયમાં તમે બીજા લોકો પર ઘણી હદે નિર્ભર બની રહ્યાં છો, પરંતુ આ નકારાત્મક વાત નથી. તમને પ્રાપ્ત થઈ રહેલાં દરેક સોર્સનો યોગ્ય ઉપયોગ કરી જીવનને શ્રેષ્ઠ બનાવવું તમારી માટે સંભવ બનશે.

કરિયરઃ- કામની જગ્યાએ પ્રાપ્ત થઈ રહેલાં પ્રમોશનથી તમારો ઉત્સાહ વધશે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલો સાથ અને પ્રેમ તમારી માટે હકારાત્મક રહેશે.

હેલ્થઃ- કમરનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

--------------------------

મિથુન SEVEN OF PENTACLES

જીવન સાથે જોડાયેલી વાતોનો વિચાર કરવાને બદલે કંઈક કામ કરવા પર ભાર આપો. જે ઈમોશનલ વાતો તમને તકલીફ આપી રહી છે તેનો ઉકેલ તમે પોતે જ લાવી શકો છો. એટલા માટે રોક-ટોક વગર પ્રયત્ન કરતાં રહો. કોઈ વ્યક્તિ સાથે સંબંધો સુધારીને ગાઢ બનાવવા તમારી માટે શક્ય બનશે.

કરિયરઃ- કરિયરની પસંદગી કરતી વખતે રૂપિયાને લગતી બાબતોનું કેટલું મહત્વ આપવું તે સારી રીતે સમજવું પડશે.

લવઃ- સંબંધોમાં જે તકલીફ હોય તેનો ઉકેલ તમારી પાસે જ છે.

હેલ્થઃ- ત્વચાને લગતા વિકાર વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

--------------------------

કર્ક ACE OF PENTACLES

તમારા પ્રયત્નો દ્વારા મોટો આર્થિક લાભ પ્રાપ્ત કરવો તમારી માટે શક્ય બનશે. પરિવારના સંબંધોને સુધારવાના પ્રયાસથી જીવનના જે પહેલૂ હકારાત્મક લાગે છે, તેની પર ધ્યાન આપવાનો પ્રયાસ કરજો. મિત્રો દ્વારા મળતા સાથથી મન પ્રસન્ન રહેશે. જે વાતોને લીધે ડર લાગતો હતો તે પણ ઘણી હદે ઓછો થશે.

કરિયરઃ- પોતાના કામને શ્રેષ્ઠ રીતે કરવાનો ઉત્સાહ આજે જળવાઈ રહેશે.

લવઃ- પાર્ટનરની લાગણીઓની સાથે પોતાનું પણ ધ્યાન રાખવા પ્રયત્ન કરો.

હેલ્થઃ- એસીડીટીની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 2

--------------------------

સિંહ NINE OF CUPS

જૂની વાતોનો વિચાર કરીને વર્તમાનને લગતા કામ કરવા પર ભાર આપશો. વ્યક્તિગત જીવનને લગતી વાતો સુધરતી જોવા મળશે જેના કારણે માત્ર આનંદ આપનારી વાતો પર ધ્યાન તમે આપી શકો છો.

કરિયરઃ- વેપારી વર્ગને અચાનક મોટી માત્રામાં ધનલાભ થઈ શકે છે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલી વાતોથી તમે પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરશો.

હેલ્થઃ- વજન અચાનક વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------------------

કન્યા PAGE OF CUPS

જીવનમાં અનુભવાતા દરેક પરિવર્તન પર ધ્યાન આપતા રહો. અંગત જીવનને લગતી બાબતોમાં ફેરફાર થોડા દિવસોમાં જોવા મળશે. એટલા માટે સ્વભાવમાં નરમાશ લાવીને પરિસ્થિતિને સારી રીતે સમજવી જરૂરી રહેશે. પરિવારના જે લોકોની પ્રત્યે નારાજગી હતી તેમની સાથે અત્યારે અંતર રાખો. કરિયરઃ- કામનો તણાવ ચાલતો રહેશે પરંતુ કામ સમય પહેલાં જ પૂરું કરી શકાય છે.

લવઃ- સંબંધોને લગતી જે વાતોમાં નકારાત્મકતા લાગતી હતી તેને જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે.

હેલ્થઃ- વધતા વજનને કંટ્રોલ કરવા ખાન-પાનનું ધ્યાન આપો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------------

તુલા SEVEN OF CUPS

બીજા લોકો પર વધી રહેલી નિર્ભરતાને લીધે કોઈપણ નિર્ણયને પોતાની મરજી પ્રમાણે લઈ શકવો તમારી માટે શક્ય નથી. સ્વભાવમાં પેદા થઈ રહેલી ચંચળતાને લીધે કોઈપણ એક વાત પર ફોકસ રાખીને કામ કરવું કઠિન લાગશે. જીવનમાં ડિસિપ્લિન રાખવું તમારી માટે જરૂરી છે.

કરિયરઃ- કામને લગતો બદલાવ હાલના સમયમાં બિલકુલ ન કરશો.

લવઃ- સંબંધોમાં તમારી ભૂલને લીધે સમસ્યા પેદા થઈ શકે છે.

હેલ્થઃ- જીવનમાં વધી રહેલી ભાગદોડીને લીધે બદનદર્દની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

વૃશ્ચિક THE MOON

દરેક બાબતમાં અનુભવાતી દુવિધા તમને માનસિક રીતે બેચેન બનાવશે. ઈમોશનલ તકલીફને ઉકેલવા માટે હાલના સમયમાં પોતાની વાતોને પ્રાધાન્ય આપવાની જરૂર છે. બીજા લૉકોને ખુશ કરવાનો પ્રયાસ તમને દુઃખી બનાવી શકે છે. પોતાની વાતોને સ્પષ્ટ રીતે ન બોલવાને લીધે દરેક રિલેશનશીપમાં તણાવ રહી શકે છે.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલ કોઈપણ નિર્ણય લેતી વખતે બીજા લોકોનું તમારા પર દબાણ ન થાય તેનું ધ્યાન રાખજો.

લવઃ- રિલેશનશીપને લગતી અપેક્ષાઓને પૂરી કરવી હાલના સમયમાં શક્ય નથી.

હેલ્થઃ- સાંધાના દુઃખાવાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

--------------------------

ધન KING OF CUPS

પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખીને બીજા લોકોની વાતોને સમજવાનો પ્રયાસ તમે કરશો. મનમાં પેદા થઈ રહેલી નકારાત્મક લાગણીઓને પ્રગટ કરતાં પહેલાં ફરીથી વિચાર કરો. બીજા લોકોની ક્ષમતા અને તમારી તેમની પાસે રાખેલી અપેક્ષામાં અસંતુલન ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- જે લોકોનોને વેપારની શરૂઆત કરવાની ઈચ્છા હોય તે ઝડપથી પૂરી થશે.

લવઃ- સંબંધોમાં ઊતાર-ચઢાવ ચાલતા રહેશે. તેમ છતાં પાર્ટનર એકબીજાને સાથ આપશે.

હેલ્થઃ- કિડની કે યૂરિનને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 8

--------------------------

મકર FOUR OF CUPS

જીવન સાથે જોડાયેલી દરેક વાતમાં ઉદાસીનતા અનુભવવાને લીધે કોઈપણ વાત પર પૂરી રીતે ધ્યાન આપીને નિર્ણય લેવો તમારી માટે કઠિન રહેશે. તમને થતા નકારાત્મક અનુભવોને લીધે તમે માનસિક રીતે નબળા હો તેવું લાગશે. વ્યક્તિગત જીવનને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ નવી તક મળવાથી કરિયરમાં મોટો ફેરફાર આવી શકે છે.

લવઃ- રિલેશનશીપ સાથે જોડાયેલી વાતોને ગંભીરતાથી લેવાની જરૂર છે.

હેલ્થઃ- લો-બીપીની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

--------------------------

કુંભ NINE OF PENTACLES

લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે તમારી અંદર વધતી એકલતા તમને નબળા બનાવી શકે છે. યોગ્ય લોકોનો સાથ મેળવવાનો પ્રયાસ કરો. જે લોકો દ્વારા માત્ર ટિપ્પણી કે આલોચના પ્રાપ્ત થઈ રહી છે એવા લોકોની સાથે હાલના સમયમાં કોઈપણ પ્રકારની ચર્ચા ન કરશો.

કરિયરઃ- મહિલાઓને કરિયરને શ્રેષ્ઠ બનાવવાનો ઝડપથી મોકો મળી શકે છે.

લવઃ- સંબંધોમાં જણાતી ઉદાસીનતા ઝડપથી દૂર થશે.

હેલ્થઃ- હોર્મોનલ ઈમ્બેલેન્સની તકલીફ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------------

મીન SEVEN OF WANDS

જૂની ભૂલોની અસર હાલ પણ તમારા જીવનમાં જોવા મળે. જેટલા ભૂતકાળને વાગોળશો, એટલી જ તકલીફ વધતી જશે. સંવાદ સુધારવાનો પ્રયાસ કરો. ભવિષ્યમાં તમે પોતાની જાતને ક્યાં જોવા માગો છો તેનો વિચાર કરીને વર્તમાનમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- આજે વેપારીઓને લાભ મળી શકે છે અને વિદ્યાર્થીઓને કરિયરની પસંદગી કરવામાં સફળતા મળી શકે છે.

લવઃ- રિલેશનશીપસાથે જોડાયેલી કઠિનાઈઓ તમારી ઊંઘને લીધે હોઈ શકે છે.

હેલ્થઃ- શરીર પર વધી રહેલા સોજાનું કારણ જાણવાનો પ્રયાસ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2