• Home
  • Dharm Darshan
  • Jyotish
  • On August 2, Mercury begins a 17 day orbit in Cancer, auspicious time for all except Taurus, Cancer, Pisces, Scorpio

ગ્રહ-નક્ષત્ર / 2 ઓગસ્ટના રોજ બુધ ગ્રહનું કર્ક રાશિમાં 17 દિવસનું પરિભ્રમણ શરૂ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, મીન સિવાય તમામ માટે શુભ સમય શરૂ

On August 2, Mercury begins a 17-day orbit in Cancer, auspicious time for all except Taurus, Cancer, Pisces, Scorpio
X
On August 2, Mercury begins a 17-day orbit in Cancer, auspicious time for all except Taurus, Cancer, Pisces, Scorpio

  • શનિવારથી શુક્ર મિથુન રાશિમાં 31 દિવસ, સૂર્ય કર્ક રાશિમાં 16 ઓગસ્ટ સુધી રહેશે

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 08:27 AM IST

2 ઓગસ્ટના ગ્રહ ગોચરમાં બુધ-કર્ક રાશિમાં સતત 17 દિવસ પરિભ્રમણ કરશે જ્યારે તા. 1 ઓગસ્ટથી શુક્ર-મિથુન રાશિમાં સતત 31 દિવસ પરિભ્રમણ કરશે. ત્યારે સૂર્ય-કર્ક રાશિમાં તા.16 ઓગસ્ટ સુધી ભ્રમણ કરશે. આ અંગે વધુ જણાવતાં અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ ભ્રમણના કારણે દિગ્ગજ લોકોના સ્કૅન્ડલ બહાર આવતાં વધુ જોવા મળે. અમેરિકા-ચીન વચ્ચે વધુ ઘર્ષણ જોવા મળે. અર્થતંત્રમાં કંઈક અંશે નાણાકીય વ્યવહારો વધે. ટેકનોલોજીના માઘ્યમથી છેતરપિંડી, ફ્રોડના કિસ્સાઓ વધે. આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિથી કેવું રહેશે તે અંગે નીચે દર્શાવેલ છે.

મેષ રાશિ (અ,લ,ઈ):- સામાજિક વ્યવહારમાં ગણતરીવાળો સ્વભાવ બને. લગ્નજીવનમાં નવો પ્રેમસંબંધ બંધાય. નાના ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે

વૃષભ રાશિ (બ,વ,ઊ):- પારિવારિક મત મતાંતર કે ઝઘડા થઈ શકે. ખર્ચામાં વધારો થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે.

મિથુન રાશિ( ક,છ,ઘ):- અધૂરા કાર્યો ધીમે-ધીમે પૂરા થાય. માતા સાથે બગડેલા સંબંધો સુધરે. લેખન-વાંચન-કૌશલ્યમાં વધુ રસ રુચિ વધે.

કર્ક રાશિ (હ,ડ):- ચામડીના દર્દો વકરે. નોકરિયાત વર્ગ માટે શુભ સમય. નવા કરારો કરવાથી વેપાર-વ્યવસાય વધે.

સિંહ રાશિ (મ,ટ):- યુવામિત્રોથી સહાય મળે. શેરબજારમાં ધન પ્રાપ્તિ થઇ શકે. કુટુંબમાં માંગલિક પ્રસંગ આવે.

કન્યા રાશિ (પ,ઢ,ણ):- આપના દ્વારા ધર્મક્ષેત્રે શુભ સમાચાર. વિદ્યા શીખવા સમજવા માટે અતિ ઉત્તમ સમય. બચત વધે.

તુલા રાશિ (ર,ત):- વેપારી વર્ગ માટે શુભ તક. માંદગીમાં રાહત. જૂના ખોવાયેલાં કાગળો મળી જાય.

વૃશ્ચિક રાશિ (ન,ય):- છેતરપિંડીનો ભોગ બનાય. વાણી દ્વારા વાદ-વિવાદમાં પડવું નહીં. નવા રોકાણો થઈ શકે.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- માનસિક રોગોનો શિકાર બની શકે છે. કોર્ટ-કચેરીમાં જવાના યોગ બને. નોકરિયાત વર્ગ માટે સમય મધ્યમ.

મકર રાશિ (ખ,જ):- મનોસ્થિતિ વારંવાર બદલાય કરે. લગ્નજીવનમાં ઝઘડા વધે.

કુંભ રાશિ(ગ,સ,શ):- નોકરિયાત વર્ગનું પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ થઈ શકે. ખર્ચા પર અંકુશ રાખવો.

મીન રાશિ (દ,ચ,ઝ,થ):- પરિવારમાં નાના બાળકોનું આરોગ્ય જોખમાય. મિત્રોની મદદ મળે. અધૂરો અભ્યાસ પૂર્ણ થાય.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી