તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ પરિવર્તન:14 મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, 6 રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે

10 મહિનો પહેલા
 • 14 જૂન સુધી સૂર્યના વૃષભ રાશિમાં રહેવાથી 4 રાશિઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે

14 મેના રોજ સૂર્ય રાશિ બદલીને વૃષભમાં આવી જશે. આ રાશિમાં 14 જૂન સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે સૂર્યના પ્રભાવથી વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે સારો સમય શરૂ થઇ શકે છે. તેમને ધનલાભ અને ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે. આ સિવાય વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. મેષ, મિથુન, તુલા અને મકર રાશિના લોકોએ લગભગ એક મહિના સુધી સંભાળીને રહેવું પડશે. સ્વાસ્થ્ય માટે પણ સમય ઠીક રહેશે નહીં.

જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમામે 12 રાશિઓનું ભવિષ્યફળઃ-

મેષઃ- સૂર્યના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આંખ અને માથાનો દુખાવો થઇ શકે છે. જેથી તમારા વ્યવહારમાં બદલાવ પણ આવી શકે છે. આ દિવસોમાં તમારે વાતચીતમાં ધ્યાન રાખવું. સમજી-વિચારીને બોલવું. સૂર્યના પ્રભાવથી ખર્ચ વધી શકે છે. સેવિંગ પણ પૂર્ણ થવાની સંભાવના છે. લવ લાઇફ અને લગ્ન જીવન માટે સમય ઠીક રહેશે. સંતાન સંબંધિત ચિંતા દૂર થઇ શકે છે. નવી યોજનાઓ પણ આ દિવસોમાં બની શકે છે.

વૃષભઃ- સૂર્યના રાશિ બદલવાથી ધનલાભ થઇ શકે છે. સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ ફાયદો થવાની સંભાવના છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે પરંતુ પરેશાનીઓ દૂર પણ થશે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થઇ શકશે. તે કાર્યોમાં ફાયદો પણ થશે. આ દિવસોમાં વરિષ્ઠ લોકો સાથે મુલાકાત અને વાતચીત થઇ શકે છે. અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. લગ્નજીવનમાં તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

મિથુનઃ- સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે ઠીક રહેશે નહીં. જેના કારણે ખર્ચ વધી શકે છે. દુશ્મન પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યના મામલે સમય ઠીક રહેશે નહીં. તાવ, માથાનો દુખાવો અને આંખ સાથે જોડાયેલી પરેશાનીઓ રહેશે. આ દિવસોમાં તમે કોઇપણ ગેરકાયદેસર અને ખોટા કામ કરવાથી બચવું. સાથે કમ કરતાં લોકો પાસેથી મદદ મળી શકશે નહીં. જેથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તણાવભર્યો સમય રહેશે. લવ લાઇફ અને લગ્નજીવન સામાન્ય રહેશે.

કર્કઃ- સૂર્યના પ્રભાવથી તમારા માટે સમય સારો રહેશે. આ દિવસોમાં ધનલાભ થઇ શકે છે. નવી યોજનાઓ બનશે. તેના ઉપર કામ થશે અને તમને સફળતા પણ મળશે. સંતાન સંબંધિત મામલાઓમાં રાહત મળશે. સંતાન સાથે સારો સમય વિતશે. તમારી કોઇ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. તમારા કામકાજ અને યોજનાઓના વખાણ થઇ શકે છે. લવ લાઇફને લઇને સાવધાન રહેવું. તમે ફાયદાકારક રોકાણ પણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહઃ- સૂર્યના રાશિ બદલવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે. જૂની પરેશાનીઓ દૂર થઇ શકે છે. પ્રોપર્ટી સંબંધિત મહત્ત્વપૂર્ણ મામલાઓ સામે આવી શકે છે. તેમાં તમને ફાયદો પણ મળશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાની સંભાવના છે. વડીલો સાથે સારા સંબંધ બનશે. સૂર્યના પ્રભાવથી તમને સન્માન મળી શકે છે. સુખ પણ વધશે. પરિવારમાં શાંતિ રહેશે.

કન્યાઃ- સૂર્યના કારણે બીમારીઓ સામે લડવાની તાકાત મળશે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. આ દિવસોમાં તમે ફાલતૂ ખર્ચાઓ ઉપર નિયંત્રણ કરશો. તમારી આવક વધી શકે છે. દૂર સ્થાને રહેતાં મહત્ત્વપૂર્ણ લોકો સાથે વાતચીત થઇ શકે છે. તેમની પાસેથી તમને સહયોગ પણ મળશે. તમારું સન્માન વધી શકે છે. મહેનત વધારે કરવી પડશે અને તેનો પૂર્ણ ફાયદો પણ તમને મળી શકે છે. તમારાથી નીચેના સ્તરના લોકો પાસેથી તમને મદદ મળી શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

તુલાઃ- સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી તમારે સંભાળીને રહેવું પડશે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. શરીરમાં ગરમી વધી શકે છે. સરકારી કાર્યોમાં સમસ્યા આવી શકે છે. આ દિવસોમાં ધનહાનિ થઇ શકે છે. મહેનત પણ વધારે કરવી પડશે. પિતા અને અન્ય મોટાં લોકો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. વિવાદ થવાની સંભાવના છે. સંભાળીને રહેવું પડશે. આ દરમિયાન કોઇપણ નવું અને મહત્ત્વપૂર્ણ કામ સમજી-વિચારીને જ કરવું જોઇએ.

વૃશ્ચિકઃ- સૂર્યના પ્રભાવથી સમય મિશ્રિત રહેશે. આ દરમિયાન તમને ધનલાભ તો થશે પરંતુ તેનું સુખ પણ મળી શકશે નહીં. નવા અને મોટા કાર્યોની જવાબદારી મળી શકે છે. તમારું લગ્નજીવન અસ્ત-વ્યસ્ત રહેશે. મહેનત વધારે કરવી પડશે પરંતુ તમને ફાયદો થશે નહીં. સૂર્યના કારણે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. માથાવો દુખાવો અને આંખ સાથે સંબંધિત પરેશાની થઇ શકે છે. તમારા સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ વધશે. સુખમાં ઘટાડો આવી શકે છે.

ધનઃ- સૂર્યના રાશિ બદલવાથી તમારા માટે સમય સારો રહેશે. આ દિવસોમાં તમને ધનલાભ થઇ શકે છે. દેવું પૂર્ણ થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ બની રહ્યા છે. સૂર્યના કારણે મહેનત વધારે થશે અને તેનો ફાયદો પણ તમને મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થશે. કામકાજમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગશે. અટવાયેલું કામ ફરીથી શરૂ થવા લાગશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

મકરઃ- સંતાનના ભાવમાં સૂર્ય આવી જવાથી તમારે સંભાળીને રહેવું પડશે. સંતાન સંબંધિત પરેશાની આવી શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આ દિવસોમાં તમે થોડી ગુપ્ત યોજનાઓ પણ બનાવી શકો છો. તેના ઉપર કામ કરવાથી તમારો સમય ખરાબ થઇ શકે છે. આ દિવસોમાં તમારું અટવાયેલું ધન પાછુ મળી શકે છે. તમારે સમજી-વિચારીને રોકાણ કરવું જોઇએ. લવ લાઇફમાં તણાવ વધી શકે છે. આ દિવસોમાં તમારી યોજનાઓ અધૂરી રહી શકે છે.

કુંભઃ- સૂર્યના રાશિ પરિવર્તનથી તમારું સુખ વધશે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકોનું સંપૂર્ણ ધ્યાન કામ ઉપર રહેશે. આ દિવસોમાં માનસિક તણાવ વધશે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. માતા સાથે કોઇ વાતે મનમુટાવ થઇ શકે છે. સૂર્યના પ્રભાવથી પારિવારિક તણાવ વધી શકે છે. જીવનસાથીના કામકાજથી તમને ફાયદો મળી શકે છે. રોજમર્રાના કાર્યોને લઇને પરેશાન રહેશો. સ્વાસ્થ્યના મામલે પણ સાવધાન રહેવું. પ્રોપર્ટી સંબંધિત મહત્ત્વૂપર્ણ મામલાઓ આ દિવસોમાં સામે આવી શકે છે.

મીનઃ- સૂર્યના પ્રભાવથી તમારા માટે સમય સારો રહેશે. નોકરિયાત અને બિઝનેસ કરતાં લોકો મન લગાવીને કામ કરશે અને મહેનત પણ વધારે કરશે. તેનો ફાયદો પણ મળશે. આ દિવસોમાં અનેક મામલાઓમાં તમને કિસ્મતનો સાથ મળી શકે છે. તમે તમારા પ્રભાવથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. યાત્રાઓનો યોગ બની રહ્યો છે, પરંતુ તમારે સંભાળીને રહેવું પડશે. સૂર્ય રાશિ પરિવર્તનથી જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો