શુક્રવાર, 19 મેએ નવ ગ્રહોના ન્યાયાધીશ શનિદેવની જન્મજયંતી છે. શનિના પિતા સૂર્યદેવ અને માતા છાયા છે. યમરાજ અને યમુનાજી તેમનાં ભાઈ-બહેન છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર જ્યોતિષમાં શનિને ગ્રહોનો ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ જયંતીએ પૂજામાં તેલ, તલની સાથે શમીનાં પાન અર્પણ કરવાં જોઈએ. શનિના મંત્ર 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ'નો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો.
અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાં જોઈએ
વૈશાખ અમાસના દિવસે શનિપૂજા કરવી જોઈએ. આ સાથે પિતૃઓ માટે ધૂપ- તર્પણ કરવાં જોઈએ. પરિવારના મૃત સભ્યોને પિતૃદેવ માનવામાં આવે છે. અમાસની બપોરે ગાયનાં છાણથી બનેલા છાણા સળગાવો અને જ્યારે છાણામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ-ઘી ચઢાવો અને પિતૃઓનું ધ્યાન કરો. આ પછી હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને જળ અર્પણ કરો. આ દિવસે સૂર્યધ્યાન પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ, પૈસા, કપડાં, ચપ્પલ અને છત્રીનું દાન કરો. તમે માટલાનું પણ દાન કરી શકો છો.
શનિ પૂજામાં 'શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. શનિદેવના આનંદ માટે તલ અને તેલથી બનેલી વાનગીઓ બનાવો. શનિદેવની મૂર્તિ પર તેલ ચઢાવો. હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જાણો રાશિ પ્રમાણે આ દિવસે કયાં-કયાં શુભ કાર્યો કરી શકાય છે…
મેષ - સુંદરકાંડ અથવા હનુમાનચાલીસાનો પાઠ કરો.
વૃષભ - શનિદેવના નામનો જાપ કરો.
મિથુન - શનિદેવને કાળા અડદ અર્પણ કરો.
કર્ક - રાજા દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરો.
સિંહ - હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલથી વાઘા અર્પણ કરો.
કન્યા- વ્રત રાખો અને શનિદેવના મંત્રોનો જાપ કરો.
તુલા- શનિદેવને સરસવના તેલથી અભિષેક કરો.
વૃશ્ચિક - હનુમાનચાલીસાનો પાઠ કરો અને કીડીઓને ખાંડ અને લોટ ચઢાવો.
ધન - પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
મકર - શનિદેવના મંત્રોનો જાપ કરો.
કુંભઃ- હનુમાનજીની પૂજા કરો અને નીલમ પથ્થર ધારણ કરો.
મીન - બજરંગ બલીનો પાઠ કરો અને ગરીબોની મદદ કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.