અંક ફળ 2021:જન્મતારીખના આધારે નવું વર્ષ તમારા પરિવાર, વેપાર અને આર્થિક ક્ષેત્ર માટે કેવું રહેશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંક 1ના લોકો માટે 2021 લાભદાયક રહેવાની સંભાવના છે. અંક 2ના વ્યક્તિઓને કોઇ સંબંધીના કારણે પરેશાની થઇ શકે છે. જન્મ તારીખથી ભવિષ્ય જણાવવાની વિદ્યાને અંક જ્યોતિષ કહેવામાં આવે છે. આ વિદ્યામાં અંકોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. ન્યૂમેરોલોજિસ્ટ ડો. કુમાર ગણેશ પાસેથી જાણો અંક 1થી અંક 9 સુધી માટે નવું વર્ષ 2021 કેવું રહી શકે છે...

અંકઃ- 1 (જે જાતકોનો જન્મ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ સૂર્ય છે. વર્ષ 2021માં તમારું પ્રભુત્વ વધી શકે છે. વારસાની રાજનીતિ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. રોમાન્સના અવસર મળી શકે છે. મિત્રોના કારણે લાભ સંભવ છે. અસમંજસની અવસ્થા રહેશે. જાન્યુઆરી, મધ્ય ફેબ્રુઆરી સુધી અને ઓગસ્ટ મહિનામાં ભાવનાત્મક સ્તરે સાવધાન રહેવાની જરૂરિયાત છે. પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. તમારી આસપાસના લોકો ઉપર નજર રાખો.

કરિયર/નોકરીઃ- બોસની નિરાશા ભોગવવી પડી શકે છે. ઓફિસમાં વાતાવરણ તમારી અનુકૂળ રહી શકે છે. આ વર્ષે તમને ઓફિશમાં વિશેષ જવાબદારી મળી શકે છે, જેને ખૂબ જ સારી રીતે નિભાવીને તમે તમારા અધિકારીઓની નજરે ચઢશો. પ્રમોશન સંભવ છે. નોકરીના મામલે સારી તક મળી શકે છે. કરિયરને લગતી મોટી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. અધિકારીઓની કૃપા મળી શકે છે. કાર્ય સ્થળે વર્ચસ્વ વધવાથી પ્રસન્ન રહેશો.

પરિવારઃ- પિતૃ સ્થાનની યાત્રા સંભવ છે. પિતા સાથે સંબંધોને લઇને વિશેષ ધ્યાન આપો. પરિવારને લગતી ચિંતા રહેશે. સંતાનના કરિયરને લગતા વિઘ્નો દૂર થઇ શકે છે. મોટા ભાઈ સાથે સંબંધમાં ઊંચ-નીચ થઇ શકે છે. પારિવારિક વાતાવરણને તણાવગ્રસ્ત થવાથી બચાવો. પિતૃ પક્ષ પ્રસન્ન રહી શકે છે.

વ્યવસાય/વેપારઃ- પુરાતત્વ સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઇ શકે છે. સરકારી સપ્લાયરો માટે સારો અવસર આવી શકે છે. સરકારી સંસ્થાઓની પ્લેસમેન્ટ એજન્સીઓને વધારે અનુકૂળતા રહેશે. તાંબા અને પીત્તળનો કારોબાર લાભ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતા ગંભીર મામલે પરીક્ષાનો સમય છે, ધીરજ રાખો. વર્ષની શરૂઆતમાં માનસિક તણાવ રહેશે. લકવા જેવી ફરિયાદને લઇને ખાસ સાવધાની રાખો. માનસિક તણાવમાં વધારો થઇ શકે છે.

લગ્નજીવનઃ- જો જીવનસાથીનો અંક 8 નથી તો તાલમેલ સારું રહી શકે છે. અંક 8 ધરાવતાં જીવનસાથીની સ્થિતિમાં વધારે ધૈર્ય સાથે રહો. થોડી બેદરકારીથી પારસ્પરિક વૈચારિક મતભેદ થવાનું કારણ બની શકે છે. જીવનસાથીની વાતો ઉપર ધ્યાન આપો.

આર્થિક/લાભાલાભઃ- સરકારી પક્ષથી લાભ થઇ શકે છે. ધન પ્રાપ્ત થવાથી ખુશી થશે. જમીનનો સોદો લાભ આપી શકે છે. નવી સંપત્તિ ખરીદવાનો વિચાર પણ બની શકે છે. દેવું લેવા અને ચૂકવવાના મામલે અનુકૂળતા રહેશે.

------------------------

અંકઃ- 2 (જે જાતકોનો જન્મ મહિનાની 2, 11, 20 કે 29 તારીખના રોજ થયો છે)

તમારો સ્વામી ગ્રહ ચંદ્ર છે. વર્ષ 2021માં રોમાન્સના જરૂરી અવસર મળી શકે છે. હ્રદયને ઠેસ પહોંચી શકે છે. નજીકના વ્યક્તિ ઝટકો આપી શકે છે. નજીકના લોકોથી દૂર થવું પડી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. ભવિષ્યને લઇને નિશ્ચિતતા અનુભવ કરી શકો છો. અહીં-ત્યાંની વાતો અને કામમાં ઊર્જા નષ્ટ કરવાથી બચવું. ખોટી વાતો પરેશાન કરી શકે છે. નજીકના સંબંધમાં કોઇ વરિષ્ઠજનનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.

કરિયર/નોકરીઃ- મહિલા માલિક હોય તેવી સંસ્થામાં નોકરી કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. મોટા અધિકારીઓ અને મંત્રીઓના અંગત સહાયક અને અંગત સચિવોની ઉન્નતિ થઇ શકે છે. તેમને વિશેષ જવાબદારી મળી શકે છે. કોલ સેન્ટરમાં કામ કરનાર લોકોએ તેમની કંપની બદલવાની દિશામાં કોશિશ કરવી, સારો અવસર મળી શકે છે. આઉટસોર્સિંગમાં કામ કરનારી કંપનીમાં કામ કરતાં લોકોની કંપની બદલાઇ શકે છે.

પરિવારઃ- પારિવારિક વાતાવરણ સાચવવું. પરિવારના મામલે ભાગદોડ વધારે કરવી પડી શકે છે. કોઇ નજીકના પરિજનને લઇને ખાસ ચિંતા થશે. સાસરિયા પક્ષનો સારો સહયોગ મળી શકે છે. નજીકના પરિજન મહિલાઓના કારણે પરેશાની ભોગવવી પડી શકે છે.

વ્યવસાય/વેપારઃ- પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતાં લોકો માટે વર્ષ અવસરદાયી સિદ્ધ થઇ શકે છે. સ્ટેશનરીના માલિકોને સારો અવસર મળી શકે છે. મહિલાઓના નામે શરૂ કરેલું કામ સફળ રહેશે. મહિલા દ્વારા સંચાલિત વેપારનો વિસ્તાર થઇ શકે છે. નવી એજન્સી કે ડીલરશિપ લેવા માગો છો તો આગળ વધો.

સ્વાસ્થ્યઃ- વર્ષની શરૂઆતમાં સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહી શકે છે. દરેક પૂનમની આસપાસ ચાર-પાંચ દિવસોમાં ઉત્સાહ વધારે રહેશે. પેટને લગતો મામલો કષ્ટ આપી શકે છે. ગાયની સમસ્યા દુઃખી કરી શકે છે.

લગ્નજીવનઃ- લગ્ન પછી ભાગ્યોદય સંભવ છે. કુંવારા લોકોને લગ્નના મામલે પ્રગતિ શક્ય છે. જીવનસાથીનો વ્યવહાર મધુર અને સગયોગકારી રહી શકે છે. જીવનસાથી તરફ વિશેષ ધ્યાન આપવું. એકબીજા પ્રત્યે સમજણ વધી શકે છે.

આર્થિક/લાભાલાભઃ- કોઇને આપેલું ધન અટકવાથી પરેશાની રહેશે. યાત્રા ફળદાયી સિદ્ધ થઇ શકે છે. કોઇ મહિલા મિત્રનો સાથ વિશેષ લાભ આપી શકે છે. છેલ્લું કરેલું રોકાણ સારો લાભ આપી શકે છે.

------------------------

અંકઃ- 3 (જે જાતકોનો જન્મ મહિનાની 3, 12, 2 કે 30 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ ગુરુ છે. વર્ષ 2021 ઇચ્છિત કામ થવાની દિશામાં મામલો આગળ વધી શકે છે. નવા પરિચય બની શકે છે. આ પરિચય દીર્ઘજીવી હોઇ શકે છે. ભાગ્ય ખૂબ જ આપી શકે છે. મોટી વાતે મામલો પક્ષમાં આવી શકે છે. કોશિશનું સારું પરિણામ મળી શકે છે. લાંબા સમયથી અધૂરી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. કોઇ મહિલા પરિચિતની મદદ કરવી પડી શકે છે. ઉલ્લેખનીય કામ બની શકે છે. પરિસ્થિતિઓની અનુકૂળતા સુખી કરી શકે છે. સફળતાનો ગ્રાફ આશા પ્રમાણે રહેશે.

કરિયર/નોકરીઃ- ટૂરિઝમ અને મીડિયા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં એન્કરોને લાભ થઇ શકે છે. મીડિયામાં કામ કરતી નાના કદવાળી, ગોળ ચહેરાવાળા અને ભારે શરીરવાળી મહિલાઓને કરિયરમાં ખાસ અનુકૂળતા રહેશે. મોટિવેશનલ સ્પીકરો અને સલાહકારને સારી તક મળશે.

પરિવારઃ- વાતાવરણ પ્રસન્નતા દાયક રહેશે. કોઇ વિશેષ માંગલિક અવસર બની શકે છે. કોઇ નજીકના પરિજનને લગતી ખાસ ચિંતા દૂર થઇ શકે છે. ખાસ પારિવારિક જવાબદારી નિભાવવી પડી શકે છે. બાળકોને વિશેષ સફળતા મળી શકે છે.

વ્યવસાય/વેપારઃ- નવી યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે. લાંબા સમયથી અટવાયેલાં કામ બનવાનો રસ્તો ખુલી શકે છે. નવો અવસર સામે આવી શકે છે. લાંબા સમયથી અટવાયેલી યોજના હવે શરૂ થઇ શકે છે. કોઇ નિર્ણય બદલાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પાચનશક્તિ પ્રભાવિત થઇ શકે છે. ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે. ગળાનું ખાસ ધ્યાન રાખો. કોઇ જૂના રોગથી છુટકારો મળી શકે છે. આંખના મામલે બેદરકારી ન કરશો.

લગ્નજીવનઃ- જીવનસાથી સાથે દૂરની યાત્રા થઇ શકે છે. પારસ્પરિક સમજણમાં વધારો થઇ શકે છે. મતભેદમાં ઘટાડો આવી શકે છે. જીવનસાથીને લગતો કોઇ મોટો મુદ્દો ઉકેલવામાં તમારું સમર્પણ વધી જશે.

આર્થિક/લાભાલાભઃ- દૂરની યાત્રા થઇ શકે છે. દૂરની યાત્રા શક્ય છે. આ યાત્રા લાભકારી રહેશે. યાત્રાનો વિચાર કરી રહ્યા છો તો કરી શકો છો. પરંતુ તેના ફળની વધારે ઇચ્છા રાખશો નહીં. લાભની મોટી સ્થિતિ બની શકે છે.

------------------------

અંકઃ- 4 (જે જાતકોનો જન્મ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ રાહુ છે. વર્ષ 2021માં તમને સામાજિક સ્તરે કોઇ ખાસ કામ કરવાનો શ્રેય મળી શકે છે. જે હાથમાં છે, તેને સંભાળીને રાખવા અંગે ધ્યાન કેન્દ્રિત કરો. સન્માન પ્રભાવિત થવાથી બચાવવું. મહેનતનું પરિણામ મળી શકે છે. કોશિશ પ્રમાણે સફળતા ઓછી મળી શકે છે. વિવાદ કે સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થઇ શકે છે. યાત્રા ફળદાયી રહેશે નહીં. મનગમતું પરિણામ મેળવવામાં કોઇ વડીલ વ્યક્તિનો સહયોગ મળી શકે છે.

કરિયર/નોકરીઃ- નોકરિયાત લોકોને નવી જવાબદારી નિભાવવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિના અવસર મળી શકે છે. બોસની નજીક જવાની કોશિશ અસફળ થઇ શકે છે. પ્રમોશન થઇ શકે છે. પુરાતત્વ અધિકારીઓને વિશેષ અનુકૂળતા રહેશે. બોસનો વ્યવહાર દુઃખી કરી શકે છે. અધિકારીઓ તમને ઉલ્લેખનીય કામ સોંપી શકે છે, જેને તમે સફળતા પૂર્વક પૂર્ણ પણ કરી શકો છો.

પરિવારઃ- પિતૃ પક્ષ સાથે તણાવથી બચવું. પરિવાર કે સમાજમાં મોટી જવાબદારી મળી શકે છે. પિતા સાથે સંબંધોમાં મધુરતા રહેશે. પિતા અંગે ચિંતિત રહેવું પડી શકે છે. પરિજનો સાથે આત્મવિશ્વાસ વધારો. પારિવારિક સીમામાં કોઇ સાથે વિવાદમાં પડશો નહીં.

વ્યવસાય/વેપારઃ- તમારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરેલું કામ લાભ આપી શકે છે. વારસાગત કામ કરનાર લોકોને સારી તક મળી શકે છે. ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકોને વિશેષ લાભ થઇ શકે છે. અનાજ અને ખાદ્ય પદાર્થોનો કારોબાર લાભ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક વિચલનની અવસ્થા રહેશે. બ્લડ પ્રેશરના મામલે બેદરકારી હાનિ પહોંચાડી શકે છે. લોહીની ખામીને લઇને સાવધાન રહો. હાર્ટમાં બ્લોકેજનો મામલો રહેશે.

લગ્નજીવનઃ- વર્ષ સુખદ રહેશે. એકબીજા સાથે સમજણ પણ સારી માત્રામાં વિકસિત થઇ શકે છે. પારસ્પરિક સહયોગના ભાવથી મનોબળ વધશે. આનંદથી સમય પસાર થશે.

આર્થિક/લાભાલાભઃ- ધનને લગતી પરેશાની ભોગવવી પડી શકે છે. કોઇ મહિલાના કારણે લાભની સ્થિતિ બની શકે છે. ધનની લેવડ-દેડવ સારી રહેશે. ફેક્ટ્રી વેચી કે ખરીદી શકો છો.

------------------------

અંકઃ- 5 (જે જાતકોનો જન્મ મહિનાની5, 14 કે 23 તારીખે થયો છે.)

તમારો સ્વામી ગ્રહ બુધ છે. વર્ષ 2021માં તમારા સ્થાન પરિવર્તન કે તેને લગતી ગતિવિધિ સંભવ છે. જેની આશા છે, તે જ નિરાશ કરી શકે છે. છેલ્લી કરેલી યાત્રાનું પરિણામ હવે મળી શકે છે. સમસ્યાનો ઉકેલ શોધવા માટે ધૈર્ય રાખવું. તમારી ખિન્નતા ઉપર જરૂરી નિયંત્રમ રાખો, નહીંતર કામ ખરાબ થઇ શકે છે. તમારા કામમાં એકાગ્રતા જાળવી રાખો.

કરિયર/નોકરીઃ- વિદેશ સેવા સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. લેખકો અને ડોક્ટરોને સારો અવસર મળી શકે છે. પદ અને કદ વધી શકે છે. કામકાજી મહિલાઓને સારો અવસર મળી શકે છે. ડોક્ટરોને વિશેષ લાભની અવસ્થા રહેશે. સર્જનોને વધારે અનુકૂળતા રહેશે. નોકરીને લગતા ઇન્ટરવ્યુમાં નિરાશા હાથ લાગી શકે છે.

પરિવારઃ- પારિવારિક સ્થિતિ પરેશાન કરી શકે છે. બાળકના કરિયર કે અભ્યાસ માટે દૂર જવું પડી શકે છે. નાના ભાઈને લગતી ચિંતા દૂર થઇ શકે છે. પિતૃ પક્ષ સાથે તાલમેલ સારો રહી શકે છે. પરિજન સાથે સંબંધ મધુર રહેશે.

વ્યવસાય/વેપારઃ- પાર્ટનરશિપમાં કરેલા કામમાં વિશેષ ધ્યાન આપો. યાત્રાઓમાં લાભ રહેશે. કાર્ય-વેપારમાં ફેરબદલની ભૂમિકા બની શકે છે. કાર્ય-વિસ્તાર કરી શકો છો. કારોબારી યાત્રાનું પરિણામ પક્ષમાં જવાથી વિધ્નો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વજન વધવા અંગે સાવધાન રહો. અપચાને લઇને સાવધાન રહો. હાડકાને લગતો મામલો પરેશાન કરી રહ્યો છે તો હવે તેનાથી મુક્તિ મળી શકે છે. દાંત કઢાવવા કે ખોટા દાંત લગાવવાના છે તો આ મામલે આગળ વધો.

લગ્નજીવનઃ- વાતાવરણ હસી-મજાકનું રહી શકે છે. એકબીજા સાથે તણાવમાં ઘટાડો આવી શકે છે. જીવનસાથી કે તમારા કાર્યને લગતા કારણથી દૂર જવું પડી શકે છે. મોટાભાગનો સમય સાથે વિતાવવાની ઇચ્છા પૂર્ણ થવામાં વિઘ્ન આવી શકે છે.

આર્થિક/લાભાલાભઃ- વિદેશી સ્ત્રોતથી લાભ મળી શકે છે. વિદેશી વ્યક્તિ કે વિદેશી સંસ્થાથી લાભ થઇ શકે છે. ધન અટકી જવાથી દુઃખી થશો. જૂનું રોકાણ લાભ આપી શકે છે.

------------------------

અંકઃ- 6 (જે જાતકોનો જન્મ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ શુક્ર છે. વર્ષ 2021માં તમને તમારા અટવાયેલાં કામના મામલે પ્રગતિ થવામાં સરળતા રહેશે. મિત્રોની મદદ અનુકૂળતા આપી શકે છે. સફળતા ટુકડા-ટુકડામાં મળી શકે છે. જૂના મિત્રને મળવાનું થશે. પ્રેમ સંબંધ સુધદ રૂપ લઇ શકે છે. સામાજિક જવાબદારી મળી શકે છે. વૈચારિક મુંજવણ રહી શકે છે. જે લોકો તમારાથી અલગ રહે છે, તે આજે સાથે આવી જશે. તમારે તે સમજવું પડશે તે દરેક ઇચ્છા પૂર્ણ થતી નથી. કોઇ પરિચિતના સહયોગથી સારા અવસર મળી શકે છે. માનસિક મુજવણ પછી લાભની સ્થિતિ બની શકે છે.

કરિયર/નોકરીઃ- કરિયરમાં ઉછાળ આવી શકે છે. નોકરીમાં જૂનો મામલો ફરી ખુલી શકે છે અથવા તે પૂર્ણ થઇ શકે છે. નવી નોકરી મેળવવામાં કોઇ નજીકના પરિચિતના માધ્યમથી સફળતા મળી શકે છે. નોકરી મેળવવાના મામલે કોશિશ અને સફળતામાં ટકાવારીનું અંતર વધારે પણ રહી જશે તો વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી.

પરિવારઃ- પરિવાર સાથે હરવા-ફરવા જવાની યોજના બની શકે છે. બહેનના પરિવાર માટે કઇંક ખાસ કરી શકો છો. પિતાના સ્વાસ્થ્યમાં ઊંચ-નીચ થઇ શકે છે, એટલે આ મામલે થોડી પણ બેદરકારી ન કરશો.

વ્યવસાય/વેપારઃ- ઇવેન્ટ મેનેજમેન્ટ અને કળાના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સારો અવસર આવી શકે છે. નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવા માંગો છો તો કરી શકો છો. સજાવટનો સામાન વેચતાં લોકો માટે સારો સમય રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ શુગરના દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું. વાસી ભોજન ખાવું નહીં. યૂરિનને લગતી સમસ્યા દુઃખી કરી શકે છે. શરદીના વાતાવરણમાં માંસપેશીઓનો દુખાવો રહી શકે છે.

લગ્નજીવનઃ- એકબીજા સાથે સંબંધ સારા રહેશે. તાલમેલ પણ સારું રહેશે. જીવનસાથી માટે ખાસ ખર્ચ કરવો પડી શકે છે. પારસ્પરિક મિઠાસ બરાબર જળવાયેલી રહેશે.

આર્થિક/લાભાલાભઃ- નવું રોકાણ કરી શકો છો. વિદેશી સ્ત્રોતથી લાભની સ્થિતિ બની શકે છે. હાલ લીધેલા નિર્ણય ભવિષ્યમાં લાભકારી સિદ્ધ થઇ શકે છે. આપેલું ધન પાછું મળવામાં મુશ્કેલી થશે.

------------------------

અંકઃ- 7 (જે જાતકોનો જન્મ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ કેતુ છે. વર્ષ 2021માં તમે ભવિષ્યને લઇને યોજના ઉપર ઠોસ કામ કરી શકો છો. નજીકના પરિચિત માટે ભાગદોડ કરવી પડી શકે છે. ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે કોશિશ સાથે થોડી રાહ પણ જોવી પડી શકે છે. નજીકના લોકો પાસેથી સહયોગમાં થોડી ખામી રહેશે. ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું. તમારા વિચારેલાં કામને પ્રાથમિકતા આપો. સામાજિક મંચ ઉપર મોટી જવાબદારી મળી શકે છે. ઉતાવળમાં કામ ખરાબ થઇ શકે છે, મિત્રોનો વ્યવહાર ચિંતાગ્રસ્ત રહેશે.

કરિયર/નોકરીઃ- જો તમારી બોસ મહિલા છે અથવા તમે સ્વયં મહિલા છો તો પોતાની સંસ્થાની બોસ છો તો વધારે અનુકૂળતા રહેશે. પ્રમોશન અથવા તેના જેવી તક મળી શકે છે. અધિકારીઓનો વ્યવહાર તમારા પ્રત્યે થોડો ખરાબ રહી શકે છે. રાજનેતાઓને પાર્ટીમાં નવી જવાબદારી મળી શકે છે. કરિયરમાં સારા અવસર માટે રાહ જોવી પડી શકે છે.

પરિવારઃ- પરિવારમાં સુખયમ અવસર આવી શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ પણ રહેશે. પરિવાર તરફ વિશેષ ધ્યાન આપી શકો છો. કોઇ વડીલ પરિજનને લગતી વિશેષ ચિંતા રહી શકે છે. કોઇ ખૂબ જ ખાસ વસ્તુ ખરીદી શકો છો. કોઇ નજીકના પરિજન ખાસ આર્થિક સહયોગ કરી શકે છે.

વ્યવસાય/વેપારઃ- ઠેકેદારોએ ભાગદોડ વધારે કરવી પડી શકે છે. ઘરેલુ ઉપયોગના સામાનનું વેચાણ કરનાર લોકો માટે મહત્ત્વપૂર્ણ અવસર આવી શકે છે. ઓપ્ટિકલ વસ્તુઓના નિર્માતાઓને વેપારના મામલે અનુકૂળતા રહેશે.

સ્વાસ્થ્યઃ- જૂના રોગથી છુટકારો મળી શકે છે અથવા તેનો માર્ગ સામે આવી શકે છે. સુસ્તી રહેશે. તન અને મનની શિથિલતા રહેશે. માઇગ્રેન પરેશાન કરી શકે છે.

લગ્નજીવનઃ- જીવનસાથી તમારી વાત સમજવામાં અસમર્થ છે, તે ફરિયાદી ભાવ રહી શકે છે. તેમની વાત ઉપર સંપૂર્ણ ધ્યાન આપશો નહીં. જીવનસાથીની પરેશાની સમજવા અને તેનું નિરાકરણ લાવવા માટે પૂર્ણ મનથી તૈયાર રહેવું પડશે.

આર્થિક/લાભાલાભઃ- મકાન/સંપત્તિ ખરીદવા કે વેચવાને લગતું ખાસ કામ કરી શકો છો. લોકોને ઉધાર આપેલાં રૂપિયા પાછા મળી શકે છે. વ્યાજ પર આપેલું ધન પણ લાભ આપી શકે છે. બજારમાં કરેલું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે.

------------------------

અંકઃ- 8 (જે જાતકોનો જન્મ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ શનિ છે. વર્ષ 2021માં નવા અનુભવ જીવનદાયી આધાર બનાવી શકે છે. અવસરને ઓળખવામાં થોડી પણ ચૂક કરશો તો અવસર હાથમાંથી સરકી શકે છે. વિવાદમાં પક્ષની સ્થિતિ બની શકે છે. વિવાદમાં ઊંડા ઉતરવું પડી શકે છે. વિવાદનું પરિણામ પક્ષમાં રહેશે. સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. બાકી રહલાં પ્રકરણ પૂર્ણ થઇ શકે છે. જૂની વિવાદાસ્પદ વાત ફરી ચિંતા કરાવી શકે છે.

કરિયર/નોકરીઃ- તમારા લોકો પાસેથી કામ કઢાવવામાં ધૈર્ય રાખવું પડી શકે છે. કરિયરમાં મોટું પરિવર્તન આવી શકે છે અથવા તેની ભૂમિકા બની શકે છે. તમારા કર્મચારીઓ અથવા તમારી હેઠળ કામ કરતા લોકો તમને અનુકૂળ પરિણામ આપવામાં અસફળ રહી શકે છે.

પરિવારઃ- દાદા-કાકાને લગતી ચિંતા રહેશે. પિતા સાથેને સંબંધ ઉપર વિશેષ ધ્યાન આપો. તેમની સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. મોટા ભાઈ સાથે સંબંધમાં ઊંચ-નીચ થઇ શકે છે. વારસાગત વિવાદમાં ગુંચવાશો નહીં. કોઇ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.

વ્યવસાય/વેપારઃ- કામ કે કાર્ય સ્થળે ફેરફાર કરવા માગો છો તો સમય યોગ્ય છે. પાર્ટનરશિપ બદલવાનું વિચારી શકો છો. નવી ફ્રેન્ચાઈઝી/એજન્સીને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતાં પહેલાં યોગ્ય વિચાર કરી લો. ફેક્ટ્રીમાં ભાગદોડ વધી શકે છે. જે આગળ જઇને લાભકારી રહેશે. દૂરની કારોબારી યાત્રા થઇ શકે છે. ટ્રાન્સપોર્ટરોને લાભના અવસર મળી શકે છે. કામ બદલવા માંગો છો તો બદલી શકો છો.

સ્વાસ્થ્યઃ- જૂના રોગથી છુટકારો મળી શકે છે. પિત્તની સમસ્યા દુઃખી કરી શકે છે. શ્વાસને લગતી પરેશાની રહેશે. હાડકાને લગતાં જૂના રોગ ફરીથી કષ્ટ આપી શકે છે. દાંતનો દુખાવો રહેશે. શરીરના ઢાંચામાં નબળાઇ રહી શકે છે. માથાનો દુખાવો પણ રહી શકે છે. પહેલાંથી ઓપરેશનથી શરીરના કોઇ અંગમાં હાડકામાં સળિયો નખાવેલો છે તો હવે કઢાવી શકો છો.

લગ્નજીવનઃ- જો જીવનસાથી અંક 1 કે 4 ધરાવતો હોય તો તાલમેલ ખરાબ થઇ શકે છે. એકબીજાની વાત સમજવા અને સમજાવવામાં સમસ્યા રહી શકે છે. જો જીવનસાથી અંક 1 કે 4 ધરાવતો નથી તો ઉતાર-ચઢાવ આવી પણ ગયો હશે તો તાલમેલ સારો જળવાયેલો રહેશે. એકબીજાના કરિયરમાં પણ જરૂરી સહયોગનો ભાવ રહેશે.

આર્થિક/લાભાલાભઃ- લાભના મામલાઓ અટકી શકે છે. યાત્રા લાભકારી રહી શકે છે. ગુંચવાયેલાં મામલાઓ લાભ આપી શકે છે. વેદેશમાં કરેલો વેપાર લાભ આપી શકે છે. ટ્રાન્સપોર્ટ અને પેટ્રો-કેમિકલમાં કરેલું રોકાણ વિશેષ લાભકારી રહેશે.

------------------------

અંકઃ- 9 (જે જાતકોનો જન્મ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

તમારો સ્વામી ગ્રહ મંગળ છે. વર્ષ 2021માં ભાવનાઓના પ્રવાહમાં વહેશો નહીં. જરૂરી નિયંત્રણ રાખો. નજીકના લોકોની મદદથી કોઇ અટવાયેલું કામ આગળ વધી શકે છે. તમારા ઉત્સાહને યોગ્ય દિશા મળી શકે છે. કોર્ટના મામલે ધીરજ ધારણ કરવાની જરૂરિયાત છે. અન્ય સાથે વિવાદમાં ગુંચવાશો તો નુકસાન થઇ શકે છે. ભાગ્ય મહેરબાન રહી શકે છે. કોઇ વિશિષ્ટ સામાજિક આયોજનમાં પાર્ટનરશિપ નિભાવવી પડી શકે છે.

કરિયર/નોકરીઃ- મહિલા વડીલે વિશેષ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારી હેઠળ રહેલાં લોકોનો વ્યવહાર સગયોગકારી રહી શકે છે. કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવાદથી બચવું. પોલીસ અધિકારીઓનને વિશેષ અનુકૂળતા રહેશે. પ્રમોશન કે તેને લગતો લાભ મળી શકે છે.

પરિવારઃ- પરિવારમાં માંગલિક આયોજન થઇ શકે છે. પરિવાર માટે જમીન ખરીદી શકો છો અથવા ઘર વેચી શકો છો. બનેલું ઘર ખરીદી પણ શકો છો. પારિવારિક વિવાદમાં વિજય મળી શકે છે. નજીકની પરિજય મહિલા સાથે વિવાદમાં ગુંચવાવું હાનિકારક સાબિત થશે.

વ્યવસાય/વેપારઃ- પુરાતત્વ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકોને વિશેષ લાભ થઇ શકે છે. પ્રોપર્ટી કારોબારી મોટો સોદો કરી શકે છે. પ્રોપર્ટીના કારોબારીઓને ખાસ ફાયદો થઇ શકે છે. સરકારી ઠેકેદારોને ખાસ ફાયદો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- મોટા ઓપરેશનને લગતો નિર્ણય ન કરો. કિડનીને લગતી સમસ્યા રહેશે. જો કોઇ પણ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો અનુકૂળ સમયે જ કરાવો.

લગ્નજીવનઃ- કોઇ નજીકના પરિજનના કારણે લગ્નજીવનના સુખમાં વિઘ્ન આવી શકે છે. એકબીજા સાથે અબોલાની સ્થિતિ રહેશે. કોશિશ કરો કે એકબીજાની વાત શાતિથી સાંભળી શકાય.

આર્થિક/લાભાલાભઃ- કોઇ નજીકના પરિચિતના સહયોગથી મોટો લાભ થઇ શકે છે. ટ્રાન્સપોર્ટરોને લાભની સ્થિતિ બની શકે છે. ઓટોમોબાઈલ એજન્સી કે ડીલરશિપ લાભ આપી શકે છે. ખેતીની જમીનનો સોદો ખાસ લાભ આપી શકે છે.