શુક્રવારનું અંક ભવિષ્યફળ:અંકઃ 8ના જાતકો આજે આત્મવિશ્વાસ અને મહેનતથી દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે અને નવી નોકરીમાં સારી સફળતા મેળવી શકશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

13 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, આજે તમારું પરિવાર સાથે આપસી સૌહાર્દ વધશે. પ્રોફેશનલ લાઈફમાં દરેક મામલાને લઈને સ્પષ્ટ વલણ રાખો. વ્યાપારિક દ્રષ્ટિકોણથી આજે બધુ સારું ચાલશે. તમારી આવક સારી રહેશે. કેટલાક લોકોને વિદેશ જવાની ખુશખબર મળી શકે છે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

----------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આજના દિવસે તમારે બધા સાથે વિનમ્રતાથી વાત કરવી જોઈએ. રાજનીતિમાં સંપર્કો વધતા જશે. કેટલીક નવી તકો મળવાના સંકેત મળી રહ્યાં છે. સરકારી કાર્યોમાં રૂપિયા લગાવવાના યોગ બની રહ્યાં છે. રૂપિયાની લેનદેનમાં સફળતા મળશે.

શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

----------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આજે તમારો દિવસ આત્મવિશ્વાસ ભર્યો રહેશે. પરિવારના કોઈ યુવાન પર સફળતા મળવાથી ગર્વ થશે. કારોબારીઓ માટે આજે દિવસ ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી ખર્ચ કરવાના મૂડમાં રહેશો. નવા કામમાં કેટલીક બાધા આવી શકે છે. આવેશમાં આવવાને બદલે નરમાશથી કામ લો.

શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

----------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આજના દિવસની શરૂઆત સમાન્ય રહેશે. તમે રૂપિયાની જોડ-તોડમાં લાગેલા રહેશો. કોઈ પરિવારજનની સાથે વેપાર કરવાનું વિચારી રહ્યાં હોવ તો સારું રહેશે. કાર્ય કરવાની સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા છે. ટકરાવની સ્થિતિ તમારી માટે સારી નહીં રહે. પરિવારના લોકોના ઉત્સાહને વધારવાનો પ્રયાસ કરો.

શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

----------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, આજે તમે દરેક વ્યક્તિની વાતોને સાંભળવાનો પ્રયાસ કરશો. નવા પડકારોનો સામનો હિમ્મતથી કરો, તે આસાન રહેશે. જમીન અને સંપ્તિતના કાર્યો થશે. મહિલાઓ જો કોઈ ઘરેલૂ કારોબાર કરવા માગતી હોય તો આજના દિવસે સારું રહેશે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

----------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, આજે સાંજ સુધી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. મહેનતના બળે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂરાં કરી લેશો. પરિયોજનાઓને સમયસર લાગું કરી શકશો. વેપારમાં લાભની તકો પ્રાપ્ત થશે. કોઈ સ્થાનેથી રૂપિયા મળવાની રાહ જોશો.

શું કરવું - ભગવાન વિષ્ણુની પૂજા કરો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 12

----------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આજે નવા લક્ષ્યો નક્કી કરો અને પોતાના પ્રયાસો શરૂ કરી દો. બિઝનેસના કેટલાક મામલાઓ તમે સમજદારીથી ઉકેલી શકો છો. ધનમાં વધારો થઈ શકે છે. આજે કોઈ કામને કરતી વખતે તમારું મન શાંત રાખજો. ગૃહસ્થ જીવનમાં કંઈક નવીનતાનો અહેસાસ થશે.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

----------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આજે આત્મવિશ્વાસ અને મહેનતથી દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. બિઝનેસનો વિસ્તાર કરવા માટે તમે બૈંક પાસેથી લોન લઈ શકો છો. ક્યાંક ઉધાર આપેલ રૂપિયા તમને પાછા મળી શકે છે. નવી નોકરીથી તમને ખૂબ જ સારી સફળતા મળશે. સાસરી પક્ષના લોકો સાથે વાતચીત થશે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આજે તમે પોતાની જાતને તંદુરસ્ત મહેસૂસ કરશો. તમારી સમજ અને શિષ્ટતાથી બધા પ્રભાવિત થશે. બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને કોઈ સારા ચમાચાર મળી શકે છે. રૂપિયાના મામલામાં દિલચસ્પ ઓફર મળી શકે છે. બીજાની સામે પોતાની વાત ખુલીને કહો.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.

શુભ રંગઃ- મરુણ

શુભ અંકઃ- 3