• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Number 9 Natives Will Easily Make An Important Decision Related To Finance On Friday And Will Get Everything Done Due To Their Efficiency.

20 જાન્યુઆરી અંક ભવિષ્ય:અંક 9ના જાતકોને શુક્રવારે ફાયનાન્સ સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સરળતાથી થશે અને પોતાની કાર્યકુશળતાના બળે દરેક કામ પૂરાં થશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

20 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, સમય સામાન્ય રહેશે, પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ તમે પોતાના ધૈર્યને ટકાવી રાખજો. આ સમયે સ્વાસ્થ્યને લગતી ગતિવિધિઓ પર ખર્ચ વધારે થશે. મનમાં કોઈની પ્રત્યે નકારાત્મક વિચાર ન આવવા દો. કોઈ અનુચિત કે ગેરકાનૂની કામમાં રસ લેશો તો અપમાનજનક સ્થિતિમાં પડી શકો છો. વેપારમાં વધુ ગંભીર વિચાર અને મૂલ્યાંકનની જરૂર છે. પતિ-પત્ની વચ્ચે સંબંધ સારો રહેશે. હળવી મોસમી બીમારીઓ થઈ શકે છે.

શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આ સમયે લાગણીઓને બદલે જ્ઞાન અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમે પોતાની આસપાસની સ્થિતિઓમાં થોડો બદલાવ કરશો. આ બદલાવનો તમારા અને તમારા પરિવાર પર સારો પ્રભાવ પડશે. ખોટા કામમાં પોતાની ઊર્જા બરબાદ ન કરો. વડીલો અને સન્માનિત વ્યક્તિઓના સાનિધ્યમાં થોડો સમય વિતાવશો તો તમે હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થશે. વેપારમાં આજે હકારાત્મક ગતિવિધિઓની શરૂઆત થઈ શકે છે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આ સમય આત્મ-ચિંતન અને આત્મ-વિશ્લેષણનો છે. અફવાહો પર ધ્યાન ન આપો. કેટલીક ધાર્મિક ગતિવિધિઓમાં પરિવાર સાથે સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે. વિદ્યાર્થી વર્ગને પણ અભ્યાસ પર ધ્યાન આપવું પડશે. આ સમયે પોતાના મગજને મજબૂત રાખજો. ચાલી રહેલાં કામોમાં કેટલીક અડચણો આવી શકે છે. સમસ્યાઓથી ડરવાને બદલે સમાધાન શોધવાનો પ્રયાસ કરજો. પોતાની જરૂરી વસ્તુઓ પર પોતે ધ્યાન આપજો. શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.

શુભ રંગઃ- મરૂણ

શુભ અંકઃ- 3

-------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આ સમયે ભાગ્ય તમને દરેક પરિસ્થિતિમાં લડવાની શક્તિ પ્રદાન કરશે. બીજાની વાતોમાં ન આવો અને પોતાનો નિર્ણય સર્વોપરી રાખો. તમે તમારી યોગ્યતાના બળે કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું કરશો. બધી જવાબદારીઓને પોતાના પર લેવાને બદલે વહેચવાનું શીખો.બીજાની પરેશાનીઓમાં ગુંચવાઈને તમે અંગત કામોનો પ્રભાવિત કરી શકો છો.

શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 2

-------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, થોડા સમયથી ચાલતી આવતી કોઈ સમસ્યાનું સમાધાન થશે. કરિયર, આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પોતાની ક્ષમતાનો ઉપયોગ કરો. દૈનિક ગતિવિધિઓમાં પણ રાહત મળી શકે છે. કોઈ સમયે કારણ વગર નાની વાતમાં ઘરનો માહોલ ખરાબ થઈ શકે છે. બાળકો સાથે વધુ વાત કરવી તેમના આત્મસન્માનને ઓછું કરી શકે છે. બિઝનેસમાં બધા કામ સારી રીતે થશે.

શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

-------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા નાણાકીય આયોજનમાં વિશેષ ધ્યાન આપવાની ચેતવણી આપી રહી છે. સાથે જ કેટલોક સમય પ્રકૃતિની નજીક વિતાવો જે પાછલા સમયથી ચાલી આવતી ભાગદોડીથી રાહત અપાવશે. બીજા પર હદથી વધુ ભરોસો ન કરવો તમારી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમયે કોઈ પડોશી સાથે ઝઘડો થઈ શકે છે. વ્યવસાયમાં કોઈ નવું કામ કે યોજના વર્તમાન પરિસ્થિતિને લીધે સફળ નહીં થાય.

શું કરવું - ગણેશજીની પૂજા-આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આર્થિક મામલાઓ સાથે જોડાયેલી સ્થિતિઓ સામાન્ય રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ રસ વધશે. ભાઈઓ કે નજીકના સંબંધીઓ સાથે કોઈ લાભકારી યોજનાને લઈને વિચાર-વિમર્શ થઈ શકે છે. તણાવને લીધે કોઈપણ કામ ટાળવાનો પ્રયાસ ન કરો. કોઈ નજીકના સંબંધીના કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. વ્યસ્ત રહેવા છતાં પણ તમે ઘર-પરિવારને સમય આપી શકશો.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આ સમયે દિલને બદલે દિમાગથી કામ લો. ઘરમાં હકારાત્મકતા ટકાવી રાખવા માટે ઘરમાં યોગ્ય વ્યવસ્થા રાખવાનો પ્રયાસ કરો. પરિવારની સુરક્ષાને લઈને તમે નિયમો બનાવશો. આવકને બદલે વ્યય વધુ રહેશે. નકામા ખર્ચ પર લગામ રાખજો. ઘરના કોઈ વડીલનું સ્વાસ્થ્ય ખરાબ રહેવાથી મહત્વના કામ અટકી શકે છે. વ્યાવસાયિક કાર્યોમાં લાપરવાહી ન કરો.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આજે ફાયનાન્સ સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સરળતાથી થશે. તમે પોતાની કાર્યકુશળતાના બળે કોઈ સારું કામ પૂરું કરી શકો છો. થોડો સમય પોતાના રસના કાર્યો પાછળ પણ આપો. કોઈ તમારી ભાવુકતા અને ઉદારતાનો ફાયદો ઊઠાવી શકે છે. તેથી પોતાના દોષો પર નિયંત્રણ રાખો. વેપારની દ્રષ્ટિએ સમય સામાન્ય રહેશે. જૂઠા પ્રેમમાં સમય બરબાદ ન કરશો.

શું કરવું - પીપળા નીચે દીવો પ્રગટાવો.

શુભ રંગઃ- મરૂણ

શુભ અંકઃ- 2