• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Number 8 Natives Need To Pay Special Attention To Work Related To Financial Planning On Sunday And All Work Will Be Completed On Time

22મીનું અંક ભવિષ્યફળ:અંક 8ના જાતકોને રવિવારે આર્થિક યોજના સાથે જોડાયેલ કાર્યો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને બધા કામ સમયસર પૂરાં થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 22 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થશે, જેનાથી ઘરમાં હકારાત્મક ઊર્જા પેદા થશે. પ્રોપ્રટી કે બીજા કોઈ કામને લીધે નજીકની યાત્રાની યોજના બની શકે છે. ઘરના વડીલોના આશીર્વાદ લો અને તેમનું સન્માન કરો. તમારો ગુસ્સાવાળો સ્વભાવ તમારી માટે અને ઘણીવાર બીજા માટે મુસીબત ઊભી કરી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ લેજો.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, બીજા પાસે આશા રાખવાને બદલે પોતાની મહેનત અને કાબેલિયત પર વિશ્વાસ કરો. તમારું કામ સારી રીતે થસે. થોડો સમય રસના કાર્યો કરવામાં વિતાવવાથી તમે નવી ઊર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. ક્યારેક-ક્યારેક વધુ પડતી ચાહનાઓ કે ઊતાવળ કરવી નુકસાનદાયી સાબિત થઈ શકે છે. પોતાના કાર્યોને સહજતાથી પૂરાં કરો. બાળકોની ગતિવિધિઓ પર નજર રાખો. વેપારમાં જો કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો તરત જ સરૂ કરો.

શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 11

-------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય કરતાં પહેલાં પરિવારના સદસ્યોની સલાહ લેવી સુવિધાજનક રહેશે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. મિત્રો અને સંબંધીઓની સાથે આરામ કરવામાં સમય વિતશે. કોઈ દુઃખદ સમાચાર મળવાથી તમે ઈમોશનલી નબળા અનુભવ કરશો. થોડો સમય એકલા જ વિતાવો. ભાઈઓની વચ્ચે વિવાદ કોઈ વડીલ સદસ્યની મદદથી ઉકેલાઈ શકે છે. પ્રવાસન કે મીડિયા સાથે જોડાયેલ લોકોને વ્યવસાયમાં સુધારો થઈ શકે છે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

-------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. પારિવારિક અને વ્યાવસાયિક ગતિવિધિઓમાં સંતુલન રાખી શકશો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે સતર્ક રહેવું. બાળકોની સાથે થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓનું સમાધાન કરો. પ્રોપ્રર્ટી સાથે જોડાયેલ કોઈ કામ આજે ટાળી દો. કોઈપણ પેપર વર્ક કરતાં પહેલાં તેની સારી રીતે તપાસ કરી લો. પાર્ટનરશીપના કારોબારમાં ચાલતો તણાવ ઓછો થશે. જીવનસાથીનો તમને પૂરો સહયોગ મળી શકે છે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થાય. વિશેષ મુદ્દા પર લાભકારી ચર્ચા પણ થશે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ સમય વિતાવો. આર્થિક સ્થિતિ સારી રહેશે. જો વિરાસતમાં મળેલી સંપત્તિ સાથે જોડાયેલ કોઈ મામલો ચાલી રહ્યો હોય તો હવે તણાવ વધી શકે છે. એટલા માટે ધૈર્ય અને શાંતિથી સમાધાન શોધવાનો પ્રયાસ કરજો. પોતાનું ધ્યાન નકારાત્મક ગતિવિધિઓ પર કેન્દ્રિત ન કરો. કાર્યક્ષેત્રમાં અનુકૂળ પરિવર્તન થઈ શકે છે.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

-------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, તમને તમારા કાર્યકૌશલથી ધાર્યા કરતાં વધુ લાભ મળી શકે છે. કામ રહેવાં છતાં પણ પરિવાર અને સંબંધીઓ માટે સમય ફાળવો. યુવા વર્ગ પોતાના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી રાહત અનુભવશે. કોઈપણ માનહાનિ કે કારણ વગર જૂઠું બોલવાનો આરોપ લાગી શકે છે. પોતાને બીજા લોકોના મામલાઓથી દૂર રાખજો. માનસિક શાંતિ માટે કોઈ રિટ્રિટ કે ધાર્મિક સ્થળે સમય વિતાવો. મીડિયા અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે.

શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, સામાજિક સભાઓ વગેરેમાં જવાની તક તમને મળી શકે છે. મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત લાભદાયી રહેશે. ઘર અને વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય બની રહેશે. પ્રોપ્રર્ટી સાથે જોડાયેલ કોઈ મામલો અટવાયેલો હોય તો તેમાં સુધારો થઈ શકે છે. જોખમભરેલાં કામથી દૂર રહેજો. નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેજો. ઘરમાં નકારાત્મક વાતોને અવોઈડ ન કરો. બધાને પોતાના મન પ્રમાણે આઝાદી આપવાની જરૂર છે.

શું કરવું - પીપળા નીચે દીવો પ્રગટાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહોની સ્થિતિ તમને આર્થિક યોજના સાથે જોડાયેલ કાર્યો પર વિશેષ ધ્યાન આપવાની ચેતાવણી આપી રહી છે. તમારા કામ સમયસર પૂરાં થશે. ઘરમાં કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ પણ બની શકે છે. અજાણ લોકો પર વધુ ભરોસો ન કરો અને તેમની વાત સમજો. નહીં તો તમે મુશ્કેલીમાં પડી શકે છો. બાળકોની કોઈ સમસ્યાને સમજો અને તેમનું સમાધાન કરવાનો પ્રયાસ કરો. વેપારમાં આજે કોઈ નવી યોજના કે કામ સફળ નહીં થાય.

શું કરવું - ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

-------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, દીર્ધકાલીન યોજના જે પાછલા સમયથી બની રહી છે, તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે. આરામ કરવા માટે કલાત્મક અને મનોરંજક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરશો. કેટલીક આર્થિક પરેશાનીઓ થઈ શકે છે. સમય રહેતાં તમને સમધાન મળી જશે. બસ પોતાના પ્રતિસ્પર્ધીઓ અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખો. યુવાનોને પોતાના લક્ષ્ય પૂરાં કરવામાં આળસ ન કરવી. વેપારમાં તમારી કાર્યપ્રણાલીમાં સુધારો કરવાથી ઉત્પાદન વધી શકે છે.

શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5