15 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે તમારું વ્યક્તિત્વ ખુશ્બુની માફક ચારેય તરફ મહેકશે. તમને તમારી પ્રતિભા અને યોગ્યતાને સાબિત કરવાની તક મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલ લોકોને પ્રમોશન મળવાના સંકેત છે. આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં હોવ તો કેટલાક મામલાઓમાં રાહત મળી શકે છે.
શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
----------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આજે તમને તમારા પિચારોમાં પરિવર્તન જોવા મળશે. ઉત્સાહપૂર્વક વ્યાસાયિક યોજનાઓને પૂરી કરી લેશો. જૂના રોકાણથી સારું રિટર્ન્સ મળવાની શક્યતા છે. યુવાનોએ કરિયરમાં શ્રેષ્ઠ વિકલ્પની તલાશ રહેશે. વૈવાહિક ચર્ચાઓમાં સફળતા મળશે. શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 7
----------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજે તમારી વાણી તમારી માટે વરદાન સાબિત થશે. કપડાંના વેપારીઓ માટે દિવસ નિરાશાભર્યો રહી શકે છે. ઝડપથી લાભ મેળવવાના ચક્કરમાં ખોટી રીતો ન અપનાવશો. પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે. મહિલાઓ ઘરની સાફ સફાઈમાં વ્યસ્ત રહેશે.
શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
----------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે તમે ઉત્સાહથી ભરપૂર રહેશો, ભાગ્ય તમારી સાથે છે. કામકાજમાં જોશ જોવા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. પોતાના મિત્રો કે પરિચિત સાથે આજે તમારી મુલાકાત થશે. જેનાથી તમારા ચહેરા પર ખુશી રહેશે.
શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
----------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આજના દિવસે કાર્યક્ષેત્રમાં આવી રહેલી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. તમારા બધા કામ સફળ થશે. આજનો દિવસ રૂપિયા-પૈસા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે, ધનને લગતા મામલાઓ સારા રહેશે. જૂના મિત્રો સાથે આજે વાતચીત થઈ શકે છે.
શું કરવું - ભગવાન વિષ્ણુની પૂજા કરો.
શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 3
----------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે કામકાજમાં સફળતા મળશે. કોઈ નવો વ્યવસાય કરવાનો વિચાર મનમાં આવી શકે છે કે વાસ્તવિક રૂપ આપી શકો છો. આજે ભાગ્ય તમને સાથ આપશે. આજે ચતુરાઈનો પ્રયોગ કરીને કામ કરશો તો તેમાં સફળતા મળશે. તમે પોતાની કાર્ય યોજનાઓને પોતાની ઈચ્છા અનુસાર પૂરી કરશો.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- જાંબુડીયો
શુભ અંકઃ- 2
----------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજે તમે પોતાના કામ પર પકડ બનાવીને ચાલશો. ધનને લગતી જે પરેશાનીઓ ચાલી રહી હતી તે આજે સમાપ્ત થવા લાગશે. તમે કોઈ સરકારી સંસ્થાના કામમાં પોતાનો સહયોગ આપી શકો છો. બેરોજગારોને મનપસંદ કામ મળવાના ચાન્સ છે.
શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 2
----------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, આજે તમે તમારી વ્યક્તિગત બાબતોમાં વધારે રસ લેશો. ધનની પાછળ ભાગવાને બદલે પરિવાર પર ધ્યાન આપવું વધુ યોગ્ય રહેશે. પ્રોપાર્ટી ક્ષેત્રમાં તમારા દ્વાર આપવામાં આવેલ પહેલ આજે અંજામ સુધી પહોંચી શકે છે. ઈચ્છિત નોકરી મળી શકે છે.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
----------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે તમારું કામ બીજાને ખુશ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા મળવાના યોગ છે. આર્થિક દ્રષ્ટિએ સંતોષ રહેશે. રોકાણ માટે જાણકાર લોકોની મદદ લઈ શકો છો. પ્રાઈવેટ નોકરી કરનાર લોકોને પોતાની વાણી પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. શું કરવું - ગણેશજીની પૂજા-આરાધના કરો.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 7
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.