ગુરુવાર, 16 માર્ચનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે ગ્રહોની પરિક્રમા તમારા માટે લાભના દ્વાર ખોલી રહી છે. માત્ર ઉચિત પરિ્શ્રમની જરૂર છે. કોઈ શુભ ચિંતકનો સહયોગ તમારી માટે આશાની એક નવી કિરણ લઈને આવશે. વિદ્યાર્થીઓને વધુ સક્રિય અને ગંભીર બનાવાની જરૂર છે.કોઈપણ નિર્ણય ઊતાવળમાં કે ઈમોશનમાં ન લો.
શું કરવું - યોગ-પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
------------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, સમય મિશ્ર ફળદયી રહેશે. દિવસની શરૂઆત સારી રહેશે. સમાન વિચારધારા વાળા લોકો સાથે મુલાકાત નવી ઊર્જા લાવી શકે છે. કોઈપણ લક્ષ્યની પ્રાપ્તિમાં ભાઈ પણ ભાગ લેશે. આર્થિક સ્થિતિમાં કોઈ તણાવ આવી શકે. બીજા પક્ષને લાગશે કે સ્થિતિ હાથમાંથી નિકળી ગઈ છે. ધૈર્ય અને સંયમથી તમે પોતાની સમસ્યાને દૂર કરી શકો છો. શું કરવું - જરૂરિયાતમંદ લોકોને મદદ કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
------------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે સમય શાંતિપૂર્ણ અને હકારાત્મક રીતે સમાપ્ત થઈ રહ્યો છે. તમારો આત્મવિશ્વાસ નવી આશા જગાડશે. ઘરમાં ઉચિત વ્યવસ્થા બનાવી રાખવાનો પ્રયાસ પણ સફળ થશે. ધાર્મિક આયોજનની યોજના બનશે. બીજા મામલામાં વધુ દખલ કરવાથી બચો. વિવાદ થઈ શકે છે. આ સમયે કોઈપણ યાત્રા કરવાથી બચજો.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
------------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે. આર્થિક મામલામાં પણ જીત થશે. મિત્રો અને સહકર્મિઓની સાથે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત યોગ્ય પરિણામ અપાવશે. તમે પોતાની યોજનાઓ પર કામ કરી શકો છો. દિવસના બીજા ભાગમાં સાવધાની રાખવાની જરૂર છે. અચાનક કોઈ સમસ્યા ઊભી થઈ શકે. આવકના સોર્સમાં વધારો થશે પણ વધુ ખર્ચ થવાના કારણે આર્થિક તણાવ પણ રહેશે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
------------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, ઘરના અનુભવી અને વડીલ સદસ્યોના આશીર્વાદ અને સહયોગ તમારા પર બની રહેશે. પોતાના જીવન સ્તરને સુધારવા માટે તમારી પાસે થોડો વ્યાપક દ્રષ્ટિકોણ રહેશે. પોતાની પસંદગીની ગતિવિધિઓની સાથે સમય વિતાવવાથી રાહત રહેશે. પોતાના ક્રોધ પર કંટ્રોલ રાખો. બપોરના સમયે મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કામનો બોજો વધી શકે છે.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
------------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, તમે પોતાના કામને નવું રૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓનો સહારો લેશો. જેનાથી ઉચિત સફળતા મળશે. ઘરની સુખ-સુવિધાઓ સાથે જોડાયેલ કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે. વિવાહિત લોકોને સાસરી પક્ષથી કોઈ વિવાદ થઈ શકે છે. વધુ કામ કરવાથી ચિડિયાપણું આવી શકે છે. ઘરમાં વડીલોના સ્વાસ્થ્યને લઈને સચેત રહો. વ્યક્તિગત કારણોથી તમે વ્યાવસાય પર ધ્યાન નહીં આપી શકો. શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 8
------------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજનો દિવસ બેકારની ગતિવિધિઓ સિવાય પોતાના કામ પર પૂરી રીતે કેન્દ્રિત રહેશે. નવી યોજનાઓ મગજમાં આવશે અને તમે નજીકના સંબંધીઓની મદદથી એ યોજનાઓને શરૂ કરી શકશો. વ્યાવહારિક દ્રષ્ટિકોણ અપનાવો. વધુ ઉદારતા ચોટ પહોંચાડી શકે છે. અનેક વાર તમને ગુસ્સો પરેશાનીમાં નાખી શકે છે. વ્યવહાર પર કંટ્રોલ રાખવો જરૂરી છે.
શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
------------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, તમે પોતાના કાર્યોમાં વિશ્વાસ કરો છો અને આ સમયે તમારું મંત્રી હોવું તમારા માટે ભાગ્યનું નિર્માણ કરશે. તમારું ધ્યાન આર્થિક ગતિવિધિઓ પર મજબૂત કરવું પડશે. તેની સાથે જોડાયેલ કેટલીક મહત્વની યોજનાઓ પણ બનશે. મિત્રોની સાથે ફરવામાં સમય બરબાદ ન કરો. આ સમયે મહેનત કરવાનો છે. ખર્ચાઓ બજેટ કરતાં વધુ રહેવાથી તણાવ રહી શકે છે.
શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.
શુભ રંગઃ- જાંબડીયો
શુભ અંકઃ- 12
------------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે તમે કોઈ વિશેષ કાર્યને પૂરું કરી શકો છો. ઘરનો માહોલ પણ સારો બની રહેશે. તમે બીજાની મદદ કરવા અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં મહત્વની ભૂમિકા નિભાવશો. એમ કરવાથી તમને ખુશી મળી શકે છે. કોઈ સંબંધીની નકારાત્મક વાતો પર વધુ ધ્યાન ન આપો. તે માત્ર તમારો તણાવ વધારશે. રૂપિયાની લેન-દેનમાં થોડી સાવધાની રાખજો.
શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.