• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Number 4 Natives May Complete Some Special Work On Tuesday And The Honor Graph Will Move Up, Timing Will Be In Your Favor In Business.

10 જાન્યુઆરીનું અંક ભવિષ્યફળ:મંગળવારે અંક 4ના જાતકો કોઈ વિશેષ કામ પુરં કરી શકે છે અને માન-સન્માનનો ગ્રાફ ઉપર જશે, વેપારમાં સમય તમારી તરફેળમાં રહેશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

10 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે આજે તમે પોતાની સમસ્યાઓનું સમાધાન કાઢવામાં સફળ થશો. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. હંસી-મજાકમાં પણ સમય વિતશે. વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે ઈનામ મળી શકે છે. એક નકારાત્મક વિચાર તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આર્થિક મામલાઓમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. નાણાકીય બાબતોમાં સમજદારીથી નિર્ણય લેજો. શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9 -----------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, મનની શાંતિનો અનુભવ થશે. વાંચવા-લખવામાં રસ વધશે. યોગ્ય કામ સમયસર પૂરું થવાથી મન પ્રસન્ન થશે. મનમાં ચાલી રહેલ કોઈપણ પ્રકારનો તણાવ દૂર થશે. મિત્રો અને સંબંધીઓ મદદરૂપ થશે. ધ્યાન રાખજો કે જે કામને તમે સહજ અને સરળ સમજી રહ્યાં હતા તે ખૂબ જ કઠિન હોઈ શકે છે. જો કે તમે પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી તે કામ પૂરું કરવામાં સફળ થશો. વ્યાવસાયિક યોજનાઓ ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

શું કરવું - ભગવાન વિષ્ણુની પૂજા કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-----------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે આજે પોતાની દિનચર્યામાં નવીનતા લાવવાનો પ્રયાસ કરો. જેમાં પરિવારના લોકો પણ સામેલ થશે. વિદ્યાર્થીઓ અને યુવાનો પરીક્ષાના પરિણામમાં સફળ થશે. ઘરમાં કોઈના લગ્નની તૈયારીમાં સમય પસાર થશે. આજે કોઈની સાથે વિવાદ ન કરો. પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખો. ક્યારેક-ક્યારેક એવું લાગશે કે ખુશીએ તમને જકડી લીધા છે પરંતુ તે તમારો સંદેહ છે.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-----------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આજે તમે કોઈ ખાસ કામ પૂરું કરી શકશો. તમારા માન-સન્માનનો ગ્રાફ પર ઉપર જશે. કોઈના હસ્તક્ષેપથી સંપત્તિ વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરો. કારણ વગર કોઈની સાથે વાદ-વિવાદ ન કરો અને પોતાની વાણી કે ક્રોધ પર કંટ્રોલ રાખવાનો પ્રયાસ કરો. નહીં તો કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. તમારા નજીકના જ લોકો તમારા કામમાં દખલ કરી શકે છે. વેપારમાં સમય તમારી તરફેણમાં રહેશે.

શું કરવું - પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-----------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે સંબંધોને મજબૂત કરવા માટે તમે વિશેષ પ્રયત્ન કરશો. પ્રેમ અને સ્નેહના બળે તમે સફળ પણ થશો. તમે પોતાના અહંકારનો ત્યાગ કરો અને કોઈની સાથે મળશો જેનાથી તમને વિશેષ માન-સન્માન મળશે. કોઈપણ પ્રકારની યાત્રા કરવાથી બચજો નહીંતર મુશ્કેલી પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે. આજે લોકોની સાથે વ્યવહાર કરતી વખતે લાગણીઓ હાવી ન થાય તેનું ધ્યાન રાખજો નહીં તો દગો થઈ શકે છે.

શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ ચઢાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 11

-----------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે આજનો દિવસે ખૂબ જ વ્યસ્ત રહેશો. તમે પોતાના માટે પણ સમય નહીં ફાળવી શકો. તમે આ પોઝીશનનો આનંદ ઊઠાવી શકશો. ધનની યોજનાઓ સફળ થશો. વિવાહ, કરિયર વગેરેને લગતી ચિંતા દૂર થશે. પરિવારના કોઈ વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે. પોતાની સમજથી સમસ્યાનું સમાધાન કરજો. થોડો સમય પુસ્તકો વાંચવા પાછળ પણ ફાળવો. વેપારમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

-----------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહો, સંબંધો મજબૂત થશે. જૂના વિવાદ ઉકેલાશે. ભાગદોડી રહેશે પરંતુ પરિણામ સારા મળશે. અટવાયેલું ધન પાછું મળવાની આશા છે. કોઈપણ પ્રયાસમાં સફળ થવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જો ભાગ્ય પર ભરોસો કરો છો, તો તમે નોકરીની તક ખોઈ શકો છો. જોખમી રોકાણ ન કરશો. કેટલાક નજીકના લોકો તમારી લાગીઓનો ખોટો ફાયદો ઊઠાવી શકે છે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-----------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, તમે કોઈ વિશેષ વ્યક્તિને મળશો. કોઈ જૂની ગલતફેમી દૂર થશે. આર્થિક પક્ષ પણ મજબૂત થશે. પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચિંતા દૂર થઈ શકે છે. આ સમયે કોઈપણ કામ કરવા માટે કઠોર મહેનત કરવાની જરૂર છે. તમારા પોતાના લોકો ઈર્ષાના કારણે ખરાબ વાતો કરી શકે છે. ખોટી ગતિવિધિઓને બદલે તમારું મહત્વપૂર્ણ કામ જ કરજો. તમારા સ્વાસ્થ્યમાં ઊતાર-ચઢાવ રહી શકે છે.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

-----------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, તમે પોતાની આંતરિક શક્તિઓનો અનુભવ કરશો. જેનાથી તમારી માનસિક સ્થિતિ ઘણી હકારાત્મક રહેશે. લોકો તમારા ટેલેન્ટને પણ ઓળખશે. ઘરમાં કોઈ પ્રિયજનનું આગમન થવાથી ખુશીઓ આવી શકે છે. ધનના મામલામાં કોઈની ઉપર વધુ ભરોસો ન કરો. સાવધાન રહેજો કે કોઈ અહંકાર કે ઈર્ષાવશ તમે કોઈ મહત્વની યોજનને ખોઈ શકે છો. વડીલોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. મુશ્કેલ સમયે તમારો પરિવાર તમારી સાથે રહેશે.

શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3